Home /News /national-international /ગોરખપુરમાં અનાથ આશ્રમની આડમાં વેચવામાં આવતા હતા બાળકો, પોતાની જાળમાં ફસાયો આરોપી

ગોરખપુરમાં અનાથ આશ્રમની આડમાં વેચવામાં આવતા હતા બાળકો, પોતાની જાળમાં ફસાયો આરોપી

બુધવારે એસપી સિટી કૃષ્ણ કુમાર બિશ્નોઈએ પ્રેસ કોન્ફરન્સ કરીને ઘટનાનો પર્દાફાશ કર્યો છે.

ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લાના તિવારીપુરના ડોમિનગઢમાં પકડાયેલો ગયા મઉ નિવાસી શેખર પોતાના સાથીઓને સાથે રાખીને અનાથ આશ્રમની આડમાં બાળકોની ખરીદી-વેચાણ કરે છે. એક બાળકની માતાને લાલચ આપીને શેખરે ગિરોહના ગુંડાઓની સાથે લઈ જવાનું ષડયંત્ર રચ્યું હતું. જોકે પોતાની ટ્રેપમાં જ આરોપી ફંસાઈ ગયો હતો. પોલીસે દસ મહિનાના બાળક અંશને જપ્ત કરીને આ સમગ્ર ષડયંત્રમાં સામેલ સાત લોકોની ધરપકડ કરીને ઘટનાનો પર્દાફાશ કર્યો છે. બીજી તરફ ઘટનામાં સામેલ પાંચ લોકોની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

વધુ જુઓ ...
    ગોરખપુર: ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લાના તિવારીપુરના ડોમિનગઢમાં પકડાયેલો ગયા મઉ નિવાસી શેખર પોતાના સાથીઓને સાથે રાખીને અનાથ આશ્રમની આડમાં બાળકોની ખરીદી-વેચાણ કરે છે. એક બાળકની માતાને લાલચ આપીને શેખરે ગિરોહના ગુંડાઓની સાથે લઈ જવાનું ષડયંત્ર રચ્યું હતું. જોકે પોતાની ટ્રેપમાં જ આરોપી ફંસાઈ ગયો હતો. પોલીસે દસ મહિનાના બાળક અંશને જપ્ત કરીને આ સમગ્ર ષડયંત્રમાં સામેલ સાત લોકોની ધરપકડ કરીને ઘટનાનો પર્દાફાશ કર્યો છે. બીજી તરફ ઘટનામાં સામેલ પાંચ લોકોની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

    અનાથ આશ્રમમાંથી દતક અપાયેલા બાળકોની તપાસ કરાઈ
    મઉમાં સંચાલિત અનાથ આશ્રમથી અત્યાર સુધીમાં દત્તક આપવામાં આવેલા બાળકોની તપાસની જવાબદારી સીઓ બાંસગાવને સોંપવામાં આવી છે. ષડયંત્રનો પર્દાફાશ કરનાર તિવારીપુસ એસઓ મનદ મિશ્રા અને એસઓજી પ્રભારી મનીષ યાદવની ટીમને એસએસપીએ 20 હજાર રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.

    બુધવારે એસપી સિટી કૃષ્ણ કુમાર બિશ્નોઈએ પ્રેસ કોન્ફરન્સ કરીને ઘટનાનો પર્દાફાશ કર્યો છે. એસપીએ જણાવ્યું કે કેમ્પિયરગંજના તેનૂઓ વિશ્મભરપુર નિવાસી શાયદ ખાતૂન ઉર્ફે ગુડિયાના દસ મહિનાના બાળક અંશને લઈને ષડયંત્ર કરનાર સભ્યો ફરાર થઈ ગયા હતા. જેમને જપ્ત કરવામાં આવ્યા છે. ગુડિયાએ બે વર્ષ પહેલા ચિલુઆતલના દુર્ગાપુર નિવાસી મનીષ યાદવ સાથે પ્રેમ વિવાહ કર્યા હતા.

    રાજેન્દ્ર નગરમાં ભાડાના ઘરમાં રહેતી હતી મહિલા

    લગભગ એક વર્ષ પહેલા પતિએ તેને છોડી દીધી હતી અને તે ગોરખનાથના રાજેન્દ્ર નગરમાં ભાડાના ઘરમાં રહેવા લાગી હતી. અહીં તેની મુલાકાત પતિના મિત્ર અને બાંસગાંવના કૌસા બજાર નિવાસી અનિલ પાસવાન સાથે થઈ છે. અનિલ મદદના નામે કેટલાક રૂપિયા ગુડિયાને આપતો હતો. અનિલે તેના દોસ્ત રાજેન્દ્ર નગર નિવાસી જીતેન્દ્ર ભારતી, કૌસા નિવાસી અનુરાધા મિશ્રા ઉર્ફે ગોલ્ડી, પોતાની દિકરી અને બે અજ્ઞાત લોકોની સાથે ગુડીયા સાથે મુલાકાત કરી.

    45 હજારની ઓફર કરવામાં આવી

    બધાએ મળીને તેને કહ્યું કે તમારા બાળકને એક વ્યક્તિને દેખાડવાનો છે. તે થોડા રૂપિયાની મદદ કરી શકે છે. જોકે ગુડિયા કઈં જ સમજી ન શકી. બીજી તરફ જીતેન્દ્રએ એક નર્સિંગ હોમની પેથોલોજીમાં કામ કરનાર મનીષનો સંપર્ક કર્યો. મનીષ, કુશીનગરના અંકિત મિશ્રાનો દોસ્ત છે. ઈલિયાજ, જિતેન્દ્ર, અંકુર સિંહ અને શેખર પહેલાથી મિત્ર છે. બધાએ મળીને શેખરને કહ્યું કે એક દસ મહિનાનું બાળક છે અને 45 હજાર રૂપિયામાં તેની માતા માની જશે. તેની પર શેખર પોતાની પત્નીને બતાવવાના બહાને આવ્યો અને પછી ભાડાની ગાડી બુક કરીને અંકિતને નૌસડ ચોક પર મળ્યો. બીજી તરફ ગુડિયાને ગેરમાર્દે દોરીને અંકુર, જીતેન્દ્ર વગેરેને લઈને ડોમિનગઢની પાસે આવ્યો. અંકુરનું ઘર ડોમિનગઢની પાસે છે, આ કારણે આ જ જગ્યા પર ષડયંત્ર રચવામાં આવ્યું.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Accused arrested, Child abuse, Missing child

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन