ડિંડીગુલઃ તમિલનાડુથી એક ખૂબ જ દર્દનાક ઘટના સામે આવી હતી. એક મહિલા પોલીસ કોન્સ્ટેબલની લાંબી બિમારીના પગલે મોત થયું હતું. મૃતકના બાળકો લાશને આશરે 20 દિવસ સુધી ઘરમાં રાખીને બેઠા હતા. તેઓ એ આશાએ ઘરમાં બેઠા હતા કે ભગવાન તેમની માતાની આત્માને પાછી મોકલે.
આ બીમારી સામે જિંદગી હારી ગઈ હતી લેડી કોન્સ્ટેબલ
ડિંડીગુલ વિસ્તારમાં ઈન્દિરા નામની હેડ કોસ્ટેબર મહિલા છેલ્લા કેટલાક વર્ષોથી કિડનીની બિમારીથી પીડાતી હતી. તેણે ગણી સારવાર પણ કરાવી હતી. પરંતુ કોઈ ફાયદો થયો ન હતો. બીમારીના પગલે ઇન્દિરા બહેને સ્વેચ્છિક રિટાયરમેન્ટ માટે પોલીસ વિભાગમાં અરજી કરી હતી. પરંતુ વિભાગે કોઈ મંજૂરી આપી નહીં. ગણા દિવસોથી તેઓ પોલીસ સ્ટેશન પણ ગઈ ન હતી.
માસૂમ પોતાની મરેલી માતા પાસે 20 દિવસ બેઠા રહ્યા
ઘણા સમય થયા છતા ડિંડીગુલ પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલને ઈન્દિરાનો પત્તો લગાવવા માટે તેના ઘરે મોકલી હતી. જેવી તે અંદર ગઈ હતો તેને ઈન્દિરાના બાળકો લાશ પાસે બેઠા હતા. જ્યારે મહિલા કોન્સ્ટેબલે બાળકોને તેમની માતા વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે ભગવાન તેમની મમ્મી સુઈ રહી છે જો ઉઠાડશો તો ભગવાને તેમને નુકસાન પહોંચાડશે. ત્યારે કોન્સ્ટેબલને શક જતાં લાશ ઉપરથી ચારદ ઉઠાવી હતી. જાણવા મળ્યું હતું કે ઈન્દિરા મરી ગઈ હતી.
આ પણ વાંચોઃ-
લાશને અડતા ન હતા કારણે ભગવાન રક્ષા નહીં કરે
પોલીસ તપાસ કરી તો જાણવા મળ્યું કે ઇન્દિરા 7 ડિસેમ્બરના દિવસે બેહોશ થઈ ગઈ હતી અને બાળકો માતાને હોસ્પિટલ પુજારી સુદર્શનની સલાહ હોસ્પિટલ લઈને ન ગયા. પુજારીનું કહેવું છે કે જો તેઓ માતાને હોસ્પિટલ લઈને જશે તો ભગવાન ઇન્દિરાની રક્ષા નહીં કરે.
માતાને જીવતી કરવા માટે લાશની કરતા રહ્યા હતા પૂજા
પુજારીની સલાહ ઉપર બાળકો લાશ પાસે બેશીને 20 દિવસ સુધી પૂજા અને પ્રાપ્રથના કરતા હતા. જેથી ઈન્દિરાની આત્મા પાછી આવી શકે. પોલીસે લાશને ઉઠાવી તો તેઓ રોવા લાગ્યા હતા અને રડતા રડતા બોલ્યા કે માતાને ના લઈ જાઓ તે ઉંઘી રહી છે. પોલીસે આરોપી પુજારીની ધરપકડ કરીને તપાસ હાથધરી છે.