Home /News /national-international /

15-18 વર્ષના બાળકોનું રસીકરણ: Covaxin ડોઝનું રિ-લેબલિંગ, હોસ્પિટલોમાંથી મંગાવવામાં આવ્યો જૂનો સ્ટોક

15-18 વર્ષના બાળકોનું રસીકરણ: Covaxin ડોઝનું રિ-લેબલિંગ, હોસ્પિટલોમાંથી મંગાવવામાં આવ્યો જૂનો સ્ટોક

કોવેક્સિન

Bharat Biotech starts re-labelling of Covaxin: ભારત બાયોટેકને વેક્સિનની એક્સપાયરી ડેટને લઈને ડ્રગ કન્ટ્રોલર તરફથી એક્સટેન્શન મળી ગયું છે. પહેલા વેક્સિનની એક્સપાયરી 9 મહિનાની હતી જેને વધારીને હવે 12 મહિના કરી દેવામાં આવી છે.

    નવી દિલ્હી. ભારતમાં 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોનું કોરોના રસીકરણ (covid-19 children vaccination) શરુ થવા જઈ રહ્યું છે. આ રસીકરણ અભિયાનમાં ભારત બાયોટેકની કોવેક્સિન (Bharat Biotech’s Covaxin)નો ઉપયોગ કરવામાં આવશે. News18ને મળેલી જાણકારી અનુસાર, આ માટે ભારત બાયોટેકે દેશભરની ખાનગી હોસ્પિટલોથી કોવેક્સિનના એ ડોઝને એકઠાં કરવાનું શરુ કર્યું છે જેનો ઉપયોગ હજુ સુધી નથી થયો. આ ડોઝને કલેક્ટ કરીને ભારત બાયોટેક વેક્સિન ડોઝનું ફરી લેબલિંગ કરી રહ્યું છે.

    ભારત બાયોટેકને વેક્સિનની એક્સપાયરી ડેટને લઈને ડ્રગ કન્ટ્રોલર તરફથી એક્સટેન્શન મળી ગયું છે. પહેલા વેક્સિનની એક્સપાયરી 9 મહિનાની હતી જેને વધારીને હવે 12 મહિના કરી દેવામાં આવી છે. તેથી કંપની દેશભરમાં ઉપયોગમાં ન લેવાયેલા વેક્સિન ડોઝને પોતાના ખર્ચે એકત્રિત કરીને તેનું ફરી લેબલિંગ કરવાનું શરુ કરી દીધું છે.

    દેશમાં હોસ્પિટલોથી જોડાયેલ સંગઠન, એસોસિએશન ઓફ હેલ્થકેર પ્રોવાઈડર્સ ઇન્ડિયા (AHPI), જે 2500 સુપર સ્પેશિયાલિટી અને 8 હજાર નાની હોસ્પિટલોનું પ્રતિનિધિત્વ કરે છે, તેમણે આ વાતની પુષ્ટિ કરી કે ભારત બાયોટેક અત્યારસુધીમાં ઉપયોગમાં ન લેવાયેલી વેક્સિનનો સ્ટોક કલેક્ટ કરી રહ્યું છે.

    આ પણ વાંચો: Omicron અંગે નિષ્ણાતોએ આપી ચેતવણી- ‘તેને નેચરલ વેક્સિન સમજવાની ભૂલ ન કરતા’

    AHPIના ડિરેક્ટર જનરલ ગિરધર જે ગ્યાંતીએ News18ને કહ્યું કે, કુલ સ્ટોકમાંથી 50,000 વેક્સિન ઉપલબ્ધ છે જેમાંથી 70 ટકા એટલે કે 35 હજાર વેક્સિનની એક્સપાયરી માર્ચમાં પૂરી થવાની છે. કંપનીએ હોસ્પિટલોથી આ વેક્સિન ડોઝનું ફરી લેબલિંગ કરવાનું શરુ કરી દીધું છે.

    ઇન્ડસ્ટ્રીના એક સૂત્રએ News18ને જણાવ્યું કે, દેશભરમાં એકથી બે લાખ વેક્સિન હશે જેને રિ-લેબલિંગની જરૂર પડે. ભારત બાયોટેકે વેક્સિન કલેક્ટ કરવા માટે પિક અપ ફેસિલિટી પણ ઉપલબ્ધ કરાવી છે. સૂત્રોએ જણાવ્યું કે, કંપની હોસ્પિટલોથી પૂરો સ્ટોક ઉઠાવી રહી છે અને સ્ટોરેજ કરી રહી છે. આ આખી પ્રોસેસમાં કરોડો રૂપિયા ખર્ચ થઈ ચૂક્યા છે. કેમકે કંપની દરેક વેક્સિનની વાયલની ટેસ્ટિંગ બાદ તેનું રિ-લેબલિંગ કરી રહ્યું છે.

    ભારત બાયોટેકની વેક્સિનનો ઉપયોગ 3 જાન્યુઆરીથી થનારા 15થી 18 વર્ષના બાળકોના રસીકરણ માટે કરવામાં આવશે અને 10 જાન્યુઆરીથી સિનિયર સિટિઝનને પણ આ વેક્સિન પ્રિકોશનરી ડોઝ તરીકે આપવામાં આવશે.

    આ પણ વાંચો: India: ઓમિક્રોનનો આતંક જારી! બીજી લહેરથી વધારે ઝડપી ફેલાઈ રહ્યો છે કોરોના

    કેટલીક હોસ્પિટલોમાંથી મળેલી રસીના ડોઝનું રિ-લેબલિંગ કરવામાં આવશે અને અન્ય હોસ્પિટલોને કોવેક્સીનનો ફ્રેશ સ્ટોક ઉપલબ્ધ કરાવવામાં આવશે. મણિપાલ હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર કાર્તિક રાજગોપાલે જણાવ્યું કે, અમને બાળકો અને વરિષ્ઠ નાગરિકોના કોરોના રસીકરણ માટે ભારત બાયોટેક તરફથી પૂરતા પ્રમાણમાં કોવેક્સિન ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી રસીકરણ સંબંધિત માંગને સંતોષી શકાય.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Bharat Biotech, Corona Vaccination in India, COVAXIN, Covaxin Vaccine

    આગામી સમાચાર