Home /News /national-international /

'બાળકો એવા બને છે જેવું તેઓ જુએ છે,' Network 18 & DIAGEOની પહેલ

'બાળકો એવા બને છે જેવું તેઓ જુએ છે,' Network 18 & DIAGEOની પહેલ

જાહેરાતનું એક દ્રશ્ય

રોડ ટુ સેફ્ટી"ના નામે Network 18 અને DIAGEO પણ આવી જ ચળવળ ચલાવી રહ્યું છે. આ આખો વિચાર "બીજા શું કહે છે તેને અનુસરો" અને બાળકોની શ્રણવશક્તિની આવડત પર આધારિત છે.

  ન્યૂઝ18 ગુજરાતી : ડ્રાઇવિંગ કરતી વખતે સૌથી અગત્યની વાત તમારી સુરક્ષા છે. જ્યાં સુધી તમે હેલમેટ નથી પહેરતા ત્યાં સુધી તમારું મસ્તક સુરક્ષિત નથી. સુરક્ષિત અને સલામત રહેવું તમારી પ્રાથમિકતા છે. ઘરેથી સુરક્ષા વગર ઉતાવળે નીકળી જવા કરતા તમારી જાતને અને તમારા પરિવારને તમે આપેલા વચનો પાળવા માટે સુરક્ષિત અને સલામત રહેવું જરૂરી છે. 'સડક સુરક્ષા જીવન રક્ષા' અંતર્ગત ભારત સરકાર તરફથી જાહેર હિતમાં આ સંદેશ પાઠવવામાં આવ્યો છે.

  ફક્ત સરકાર જ નહીં અન્ય સંસ્થાઓ કે એજન્સીઓ પર સુરક્ષિત ડ્રાઇવિંગને લઈને આવા જ મેસેજ આપે છે. "રોડ ટુ સેફ્ટી"ના નામે Network 18 અને DIAGEO પણ આવી જ ચળવળ ચલાવી રહ્યું છે. આ આખો વિચાર "બીજા શું કહે છે તેને અનુસરો" અને બાળકોની શ્રણવશક્તિની આવડત પર આધારિત છે.

  એ સત્ય છે કે બાળકોનું દિમાગ એક કોરી પાટી હોય છે, તેનામાં એવી શક્તિ છે જેનાથી તેઓ કોઈ પુષ્ત વ્યક્તિની સરખામણીમાં કોઈ વાત કે વસ્તુ ઝડપથી સમજી કે પછી તેને મગજમાં ઉતારી શકે છે. આ અંગેની જાહેરખબરમાં બાળકની આવી શક્તિને સરળતાથી જોઈ શકાય છે. વાલીઓ તરફથી ટ્રાફિકના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવાની હકારાત્મક અસર તેમના બાળકોની સ્મૃતિ પર બહુ જ સારી રીતે અંકિત થઈ જાય છે. બાળક પોતાના પિતાનું અરુકરણ કરે છે તેવા દ્રશ્યો સાથે આ જાહેર ખબર શરૂ થાય છે. જ્યારે એક પિતા સીટ બેલ્ટ નથી બાંધતા ત્યારે તેનો દીકરો પણ તેને અનુસરે કરે છે. "બાળકો એવા બને છે જેવું તેઓ જુએ છે"નો સંદેશ આવતા જ જાહેરાતની ફ્રેમ કાળા કલરની થઈ જાય છે. આના પાછળ કહેવાનો મતલબ એવો છે કે આપણે જેવું જોઈએ છીએ તેના પરથી શીખીએ છીએ. જાહેરાત શીખવાના એવી પદ્ધતિ વિશે વાત કરે છે જેની તમારા અને સમાજ પર સારી અસર પડે છે. આ જાહેરાતમાં એક પિતા અને પુત્રના સંબંધની વાત કરવામાં આવી છે.  જાહેરાતમાં બતાવવામાં આવેલા પિતા-પુત્રના સંબંધનું અન્ય લોકો પણ અનુકરણ કરે છે. પિતા-પુત્રને જોઈને ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા અન્ય લોકો પણ નિયમમાં વર્તે છે. આ બધુ એક ટ્રાફિક સિગ્નલ પર બને છે અને બ્લેક ફ્રેમમાં સંદેશ આવે છે કે, "બાળકો એવા બને છે જેવું તેઓ જુએ છે." પરંતુ અહીં સવાલ એ છે કે એવું તો શું થયું કે જેણે તમામને વિચારતા કર્યાં અને પોતે જે કરી રહ્યા છે તે ખોટું હોવાનો ભાવ પ્રગટ થયો. તમે વીડિયો જોશો તો તમને પણ આનો જવાબ મળી જશે. આ ઉપરાંત જાહેરાતમાં વિવિધ રંગનો ઉપયોગ કરીને આ સંદેશને વધુ સારી રીતે આપવાનો પ્રયાસ કર્યો છે. આ જાહેરાતનો ઉદેશ્ય રોડ સુરક્ષા અને નિયમો અંગેની જાણકારી આપવાનો છે.

  રોડ સુરક્ષામાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે તમારી પોતાની સુરક્ષા માટે જોગવાઈ ઉભી કરવામાં આવી છે બીજા માટે નહીં. આ વીડિયોમાં એવો મેસેજ આપવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે કે જો બાળકોનો સારી રીતે ઉછેર કરવામાં આવે કે કેળવણી આપવામાં આવે તો તેઓ આખા સમાજને બદલી શકે છે, જેના કારણે આખી દુનિયામાં પરિવર્તન લાવી શકાય છે. આ તમામ વાતોને ધ્યાનમાં રાખીને DIAGEO અને Network18 તરફથી હકારાત્મક અને અસરકારણ સંદેશ સાથે "Road to safety" ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. વીડિયો જુઓ (અહીં ક્લિક કરો) અને ભારતના રસ્તાઓને સલામત રાખવા માટે https://www.firstpost.com/diageoroadtosafety/ પર શપથ લો.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Advertisement, Network18

  આગામી સમાચાર