Home /News /national-international /

દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો! પ્રતિ 100માંથી 7 એક્ટિવ કેસ બાળકોના

દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો! પ્રતિ 100માંથી 7 એક્ટિવ કેસ બાળકોના

દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો (પ્રતિકાત્મક તસવીર)

Corona virus third wave- ભારતના અનેક રાજ્યોમાં બાળકોમાં સંક્રમણનો આંકડો પ્રતિદિન વધી રહ્યો છે

નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસની (Coronavirus)બીજી ખતરનાક લહેરના અંત બાદ હવે ત્રીજી લહેર (Corona virus third wave)બાળકો માટે ખતરા રૂપ બની શકે તેવું માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ભારતના અનેક રાજ્યોમાં બાળકોમાં સંક્રમણનો આંકડો પ્રતિદિન વધી રહ્યો છે. હાલમાં જ યોજાયેલ બેઠકમાં રજૂ કરાયેલા એમ્પાવર્ડ ગૃપ-1 (EG-1)ના આંકડા દ્વારા જાણકારી મળી છે. EG-1ની પાસે જ દેશમાં કટોકટીની સ્થિતિઓમાં વ્યૂહરચના તૈયાર કરવાની જવાબદારી છે. જોકે જાણકારો અનુસાર આ પરિવર્તન નાટકિય ગણાવી ન શકાય. તેનું કારણ વાયરસની (Covid-19)વયસ્કોમાં ઘટેલી સંવંદનશીલતા હોઇ શકે છે. તેમાં સૌથી ખરાબ સ્થિતિ મિઝોરમની છે. તો બીજી તરફ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના આંકડાઓ રાહત આપનારા છે.

100માંથી 7 એક્ટિવ કેસ બાળકોના

જાહેર કરવામાં આવેલ ડેટા પરથી જાણવા મળ્યું છે કે, કુલ એક્ટિવ કેસમાં 1થી 10 વર્ષની ઉંમરના બાળકોની સંખ્યા માર્ચમાં 2.80 ટકા હતી, જે ઓગસ્ટમાં વધીને 7.04 ટકા થઇ છે. તેનો અર્થ છે કે દર 100 સક્રિય કેસોમાં લગભ 7 બાળકો છે. નીતિ આયોગના સભ્ય વીકે પોલની અધ્યક્ષતામાં આયોજીત EG-1ની બેઠકમાં આ જાણકારી જાહેર કરાઈ હતી. આ બેઠકમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ સહિત અનેક મંત્રાલયના અધિકારીઓ હાજર રહ્યા હતા.

સૌથી ખરાબ સ્થિતિ મિઝોરમમાં

ડેટા અનુસાર, કુલ સક્રિય કેસોમાં માર્ચથી પહેલા જૂન 2020થી લઇને ફેબ્રુઆરી 2021 સુધી નવ મહીનામાં 1થી 10 વર્ષની ઉંમરના બાળકોની સંખ્યા 2.72 ટકા-3.59 ટકા હતી. 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ઓગસ્ટના ડેટા દર્શાવે છે કે બાળકોમાં કોવિડના સૌથી વધુ કેસો મિઝોરમ(16.48 ટકા કુલ એક્ટિવ કેસના)માં સામે આવ્યા છે. જ્યારે દિલ્હી(2.25%)માં આ આંકડા સૌથી ઓછા હતા. રાષ્ટ્રીય સરેરાશ 7.04%ની સરખામણીમાં મિઝોરમ, મેઘાલય(9.35%) મણિપુર(8.74%), કેરળ(8.62%), અંદમાન એન્ડ નિકોબાર ટાપુ(8.2%), સિક્કિમ(8.02%), દાદરા અને નગર હવેલી(7.69%) અને અરૂણાચલ પ્રદેશ(7.38%)માં બાળકોની સંખ્યા વધુ હતી.

આ પણ વાંચો - દિલ્હી સ્પેશ્યલ સેલે 2 આતંકવાદી સહિત 6 લોકોની ધરપકડ કરી, પ્રખ્યાત લોકોને કરવાના હતા ટાર્ગેટ

બાળકોમાં કેસો વધવાના બે કારણો

બાળકોમાં કોરોના વાયરસના કેસો વધવાનું કોઇ ખાસ કારણ સામે આવ્યું નથી. ઇન્ડિયન એક્સપ્રેસે પ્રકાશિત કરેલા અહેવાલમાં સૂત્રોનો હવાલો આપી જણાવ્યું છે કે આ ટ્રેન્ડ વધુ સંપર્કમાં આવવાથી અને વધુ ટેસ્ટિંગના કારણે હોઇ શકે છે. એક અન્ય સૂત્રએ જણાવ્યું કે, બાળકોને દાખલ કરવાનો દર પહેલાની સરખામણીએ વધુ છે. સામાન્ય રીતે તેના બે મુખ્ય કારણો છે. પહેલું, વધુ જાગૃતિ અને સતર્કતા છે. બીજુ, સંવેદનશીલતા સાચા અર્થમાં વધી છે.

બાળકોમાં પોઝિટિવિટી દર 57થી 58%

અન્ય એક સૂત્રએ જણાવ્યા અનુસાર, જો આપણે સીરો સર્વે જોઇએ તો બાળકોમાં પોઝિટિવિટી દર 57થી 58% રહ્યો છે. જે દર્શાવે છે કે બાળકો મોટા પ્રમાણમાં મહામારીનો શિકાર બની રહ્યા છે અને તે હંમેશા મહામારીનો ભાગ રહેશે. બાળકોમાં કોરોનાના કેસોને વધતા રોકવાને લઇને સૂત્રોએ જણાવ્યું કે, બાયોલોજીકલ ઇ જેવી વેક્સિન ઉમેદવાર 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે મંજૂરીની રાહમાં છે.

ઉલ્લેખનીય છે કે મહામારીની બીજી લહેર દેશમાં આ વર્ષે માર્ચમાં શરૂ થઇ હતી અને મે મહિનાના પહેલા સપ્તાહમાં પીક પર હતી, જ્યારે નવા 4.14 લાખ કેસો દેશમાં નોંધાયા હતા. ત્યારથી બીજી લહેરનો કહેર થોડો ઘટી રહ્યો છે. સોમવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 27254 નવા કેસ નોંધાયા હતા, જેમાં સક્રિય કેસ લોડ 374269 હતો.
First published:

Tags: Coronavirus, COVID-19, ભારત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन