પ્રસવપીડાથી કણસતી મહિલાને હોસ્પિટલમાંથી ભગાડી, રેલવે પ્લેટફોર્મ ઉપર આપ્યો બાળકને જન્મ

News18 Gujarati
Updated: January 13, 2020, 5:38 PM IST
પ્રસવપીડાથી કણસતી મહિલાને હોસ્પિટલમાંથી ભગાડી, રેલવે પ્લેટફોર્મ ઉપર આપ્યો બાળકને જન્મ
બાળકની તસવીર

કર્મચારીઓએ ગર્ભવતી મહિલાએ દુઃખાવાનું ઈન્જેક્શન લગાવીને સ્ટાફ ન હોવાનું કહીને પરત મોકલી દીધી હતી. ત્યારબાદ મહિલાએ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક ઉપર બાળકને જન્મ આપ્યો હતો.

  • Share this:
બાંદ્રાઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બાંદ્રા જિલ્લામાં સોમવારે એકવાર ફરીથી સ્વાસ્થ્ય વિભાગની (Health Department) મોટી બેદરકારી બહાર આવી હતી. અહીં પ્રસવ પીડાથી કણસતી ગર્ભવતી મહિલાને (Pregnant Woman) જિલ્લા મહિલા હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા સ્ટાફ નથી એમ કહીને ત્યાંથી પરત મોકલી દીધી હતી. કર્મચારીઓએ ગર્ભવતી મહિલાએ દુઃખાવાનું ઈન્જેક્શન લગાવીને સ્ટાફ ન હોવાનું કહીને પરત મોકલી દીધી હતી. ત્યારબાદ મહિલાએ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક ઉપર બાળકને જન્મ આપ્યો હતો.

આ આખી ઘટના બાંદ્રા જિલ્લા મહિલા હોસ્પિટલની છે. રવિવારે મોડી રાત્રે એક ગર્ભવતી મહિલા સુનિતા દર્દથી કણસતી ત્યાં પહોંચી હતી. ત્યારબાદ હોસ્પિટલના સ્ટાફે એમ કહીને બૈરંગ પરત કરી દીધી હતી કે સ્ટાફની કમી છે. જઆ પહેલા નર્સે મહિલાને દર્દનું ઈન્જેક્શન આપ્યું હતું.

આ પણ વાંચોઃ-સાવધાન! સુરતમાં પાંચ રૂપિયાની પતંગ પકડવાની લ્હાયમાં બાળકે બંને પગ ગુમાવ્યા

જ્યારે મહિલા પોતાની માતાની સાથે બાંદ્રા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક ઉપર પહોંચી ત્યારે અચાનક ગર્ભવતી મહિલાનો દુઃખાવો વધી ગયો હતો. અને બુમો સાંભળીને ત્યાં બેઠેલી મહિલાએ તેની મદદ કરી અને ગર્ભવતી મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ મહિલાના પરિવાર જનોએ મહિલાને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવી હતી.

આ પણ વાંચોઃ-14 જાન્યુઆરીથી બંધ થશે Windows 7, મફતમાં Windows 10 મેળવવાની છેલ્લી તક

આ પણ વાંચોઃ-Railwayએ શરુ કરી નવી સેવા! ચાર્ટ બન્યા પછી પણ મળી શકે છે કન્ફોર્મ સીટઉલ્લેખનીય છે કે, આખી ઘટનામાં જનપદના સ્વાસ્થ્ય વિભાગ કંઈ બોલવા માટે તૈયાર નથી. બેદરકાર સિસ્ટમ પોતાની આદતો સુધારવાનું નામ લેતું નથી. જેના કારણે દર્દીઓને આમતેમ ભટકવું પડે છે. સીએમએસ ઉષા સિંહે આ મામલે બોલવા માટે ઈન્કાર કરી દીધો છે. આ પહેલો મામલો નથી જ્યાં સારવાર માટે દર્દુઓને ડોક્ટરની અછતનું બહાનું કાઢીને પાછા મોકલી દીધા હોય.
First published: January 13, 2020, 5:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading