આંધ્રપ્રદેશમાં બાળકો ચોરતી ગેંગની અફવા: ટોળાએ પાંચ લોકોને મારી નાંખ્યા

અફવાઓને કારણે ટોળા નિર્દોષ લોકોને મારી રહ્યાં છે

અફવાઓને કારણે ટોળા નિર્દોષ લોકોને મારી રહ્યાં છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી

  સોશિયલ મિડિયા દ્વારા ફેલાવાતી અફવાઓ કેટલી ખતરનાક પુરવાર થાય છે તેનો પુરાવો તેંલગાણા અને આંધ્રપ્રદેશમાં જોવા મળ્યો. આ બંને પાડોશી રાજ્યોમાં એવી અફવા ફેલાણી કે, બાળકો ચોરતી ગેંગ ફરી રહી છે. આ વાતથી લોકો ગભરાયા અને પાંચને બાળક ચોરની શંકાએ મારી નાંખ્યાં. એટલું નહીં કેટલાયે લોકોને માર મારવામાં આવ્યો.

  પોલીસે લોકોને વિનંતી કરવી પડી કે, આવી અફવાઓ ફેલાવો નહીં અને ગભરાશો નહીં. આવી કોઇ ગેંગ જિલ્લાઓમાં સક્રિય નથી.

  આંધ્રપ્રદેશ અને તેંલગાણા રાજ્યમાં છેલ્લા ચાર મહિનાથી સોશિયલ મિડિયા પર એવા મેસેજ ફરી રહ્યાં છે કે બાળકો ચોરતી પારધી ગેંર તેંલગાણા અને આંધ્રપ્રદેશમાં પ્રવેશી છે. આ મેસેજમાં એવું પણ લખ્યું છે કે, આ ગેંગ બાળકોને તેમના શરીરનાં અવયવો માટે મારી નાંખે છે.

  તેંલગાણાના નિઝામાબાદ અને યાદારી જિલ્લામાં બે વ્યકિતઓને ટોળાએ મારી નાંખ્યા. લોકોને એવી શંકા હતી કે આ લોકો બાળકોનું અપહરણ કરવા આવ્યા છે. જો કે, આ ઘટના બન્યા પછી ખ્યાલ આવ્યો કે મૃત્યુ પામનાર વ્યક્તિ નિર્દોષ હતો.

  આંધ્રપ્રદેશનાં આ જ પ્રકારનાં નવ કિસ્સાઓ બન્યા છે. ગયા અઠવાડિયે વિઝાગમાં સ્થાનિક લોકોએ ભીખારી જેવા દેખાતા વ્યકિતઓને ઢોર માર માર્યો હતો. આ ભીખારી લોકો સ્થાનિક ભાષા જાણતા નહોતો એટલે સ્થાનિક લોકોની શંકા વધુ મજબૂત બની હતી.

  આવી ઘટનાઓ બન્યા પછી, તેંલગાણા અને આંધ્રપ્રદેશના પોલીસે ચોખવટ કરી છે કે, આવી કોઇ ગેંગ સક્રિય નથી અને રાજ્યમાં કોઇ બાળકનું અપહરણ થયું નથી. અફવાઓને કારણે ટોળા નિર્દોષ લોકોને મારી રહ્યાં છે. આ કિસ્સાઓ વધતા પોલીસે જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમો શરૂ કર્યાં છે.

  તેંલગાણાના રાજ્ય પોલીસ વડા મહેન્દ્ર પાંડેએ જણાવ્યું કે, સોશિયલ મિડિયા પર ફરતા ખોટા મેસજથી દોરવાશો નહીં. પોલીસ તમારી સાથે છે. અમે તમારી સલામતી કરીશું. કાયદો હાથમાં ન લો.  જો કે, પોલીસની આ ચોખવટ છતાં લોકો અફવાથી દોરાઇ રહ્યાં છે. ગામડાઓમાં લોકો આખી રાત જાગે છે.
  Published by:Margi Pandya
  First published: