નગ્ન વીડિયો જોયા વગર રહી શકતો ન હતો આરોપી, જેથી બનાવી નાખ્યું પોર્ન ગ્રુપ

પોલીસે ચાઇલ્ડ પોર્ન વીડિયો (child pornography case)ગ્રુપમાં મુકનાર યુવકને જેલમાં મોકલી દીધો

child pornography case- આરોપી ગ્રુપમાં બાળકોના પોર્ન વીડિયો નાખતો હતો

 • Share this:
  ગિરીડીહ (ઝારખંડ) : ગિરીડીહ પોલીસે ચાઇલ્ડ પોર્ન વીડિયો (child pornography case)ગ્રુપમાં મુકનાર યુવકને જેલમાં મોકલી દીધો છે. આ પહેલા યુવકે પૂછપરછમાં સાઇબર પોલીસ (Cyber ​​Police)સામે બધી કહાની બતાવી હતી. યુવકને નગ્ન વીડિયો (Porn video)જોવાની લત લાગી ગઈ હતી. આવામાં તેણે પોતે જ પોર્ન વીડિયો ગ્રૂપ બનાવ્યું હતું. તમને જણાવી દઈએ કે કેરલ પોલીસે (Kerala Police)ચાઇલ્ડ પોનોગ્રાફીનો ખુલાસો કર્યો હતો. આ પછી ગિરીડીહ પોલીસ હરકતમાં આવી હતી અને આરોપી યુવકની ધરપકડ કરી હતી.

  ચાઇલ્ડ પોનોગ્રાફી મામલામાં ગિરીડીહ સાઇબર પોલીસની પકડમાં આવેલા આરોપી રામપ્રવેશ સાગરને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. પૂછપરછમાં રામપ્રવેશે જણાવ્યું કે તે રાંચીના ચુટિયામાં રહેતો હતો અને ત્યાં તેને પોર્ન વીડિયોની લત લાગી ગઈ હતી. મે મહીનામાં ઇન્ટરનેટ ઉપર એક લીંક મળી હતી જેમાં જોઈન ચેટ લખેલું હતું. તે આ સાઇટ્સમાં જોડાયો હતો. આ પછી તેણે અલગથી HD PORN નામનું ગ્રુપ બનાવ્યું હતું જેનો એક્સેસ તેણે ગુગલમાં આપી દીધો હતો. આ ગ્રુપને જે પણ ટચ કરતા હતા તે આ ગ્રુપ સાથે જોડાઇ જતા હતા. તેના ગ્રુપમાં 250 લોકો જોડાયા હતા.

  આ પણ વાંચો - એક તરફી પ્રેમમાં યુવકે મહિલાનું કુહાડીના ઘા મારી ગળું કાપ્યું, પછી કલાકો લાશને વળગી પડ્યો સનકી આશિક

  મેમ્બરમાં મોટા ભાગના લોકો ઇન્ડિયાના હતા. જ્યારે કેટલાક લોકો બીજા દેશના પણ હતા. જેમાં તે બાળકોના પોર્ન વીડિયો નાખતો હતો. ધીરે-ધીરે તે આ કામથી કંટાળી ગયો હતો પણ ત્યાં સુધી ઘણું મોડું થઇ ગયું હતું. ગિરીડીહ સાઇબર થાના પ્રભારી સુરેશ કુમાર મંડલે જણાવ્યું કે તેણે પોતાનો ગુનો કબુલી લીધો છે અને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. આરોપીએ સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. હવે પીડિતોની શોધ કરવામાં આવી રહી છે. આ હરકતમાં સામેલ લોકોને કોઇપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.

  આ પણ વાંચો - રિક્ષાએ યુવતીને મારી ટક્કર, અડધો કિલોમીટર સુધી ઢસળાઇ, જુઓ રુંવાટા ઉભો કરે તેવા અકસ્માતનો video

  કેરલ પોલીસે ચાઇલ્ડ પોર્નોગ્રાફી મામલાનો ખુલાસો કર્યો હતો. પોલીસે તે વોટ્સએપ ગ્રુપના એડમિનની શોધ શરૂ કરી હતી જે આ ગ્રુપમાં પોર્ન વીડિયો મુકતો હતો. કેરલ પોલીસે એડમિનને શોધવાની શરૂઆત કરી હતી. આ પછી કેરલના સાઇબર એડીજીએ ઝારખંડમા સાઇબર એડીજી સાથે સંપર્ક કર્યો હતો અને બધી જાણકારી આપી હતી. આ પછી રામ પ્રવેશ સાગર સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
  Published by:Ashish Goyal
  First published: