હૈદરાબાદ : તેલંગાણાની રાજધાનીમાં, બે વર્ષના માસૂમને એવી બીમારી થઈ ગઈ છે, જેની સારવાર માટે પુરી દુનિયામાં માત્ર એક જ દવા છે અને તે દવાની કિંમત 16 કરોડ રૂપિયા છે. આશ્ચર્ય થાય તેવી વાચ છે પરંતુ આ સચ્ચાઈ છે. આ બાળકને જે સિંગલ ડોઝ ઈન્જેક્શન આપવાનું છે, તેની કિંમત 16 કરોડ રૂપિયા છે. મધ્યમ વર્ગના પરિવાર માટે આટલી મોટી રકમ ભેગી કરવી અશક્ય છે, પરંતુ જ્યારે મદદ કરનાર લોકોએ હાથ લંબાવવાનું શરૂ કર્યું તો, એક અઠવાડિયાના ભંડોળથી લગભગ સવા કરોડ રૂપિયા એકઠા થઈ ગયા છે.
યોગેશ ગુપ્તાનો બે વર્ષના પુત્ર આયંશનું જીવન ફક્ત એક ઇન્જેક્શન પર ટક્યું છે. આયંશને કરોડરજ્જુની સ્નાયુબદ્ધ એટ્રોફી ટાઇપ -1 નામની બીમારી છે. આ બીમારી સરેરાશ 11 હજાર લોકોમાં એવરેજ 1ને થાય છે. તેના માટે જીન રિપ્લેસમેન્ટ થેરેપી Zolgensma વિશ્વની એકમાત્ર સારવાર છે. અમેરિકાથી આવતા Zolgensmaની સિંગલ ડોઝની કિંમત 16 કરોડ રૂપિયા છે.
સ્પાઈનલ મસ્કુલર એટ્રોફી એ ખુબ જ દુર્લભ બીમારીઓમાંથી એક છે. આમાં, દર્દીમાં એક ખાસ જીનના અભાવના કારણે, તેમાંથી ઉત્પન્ન થતું એક ખાસ પ્રોટીન શરીરમાં બનતું નથી. આ કારણથી સ્નાયુઓ કામ કરતા નથી. આવા રોગથી પીડિત બાળકોને બોલવામાં, ગળવામાં અને માથું હલાવવામાં પણ મુશ્કેલી થાય છે. નિર્દોષ પુત્રની આવી હાલત જોઇને મજબૂર માતા-પિતા પોતાને લાચાર માનતા હતા. પરંતુ હવે એક આશાની કિરણ ઉભી થઈ છે. સારવાર માટે પૈસા એકઠા કરવામાં આવશે અને નિર્દોષ આયંશની સારવાર કરવામાં આવશે.
ક્રાઈઝ ફંડિંગનો મતલબ થાય છે, સામાન્ય લોકો પાસેથી આર્થિક મદદ લઈ કોઈ કામ કરવું. આ એક પ્રકારનો સમાજનો સામૂહિક પ્રયાસ છે. ઈમ્પેક્ટગુરૂ ડોટ કોમ મોંઘી સારવાર માટે ક્રાઉડ ફંડિંગ ભેગી કરતી વેબસાઈટ છે. આયંશ માટે આ વેબસાઇટ પર અત્યાર સુધી 1 કરોડ 20 લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. જો મદદ માટે વધારે લોકો હાથ લંબાવશે તો, 16 કરોડ ભેગા કરવા પણ મોટી વાત નથી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર