Home /News /national-international /

ઉત્તર ભારતના સૌથી મોટા લુલુ મોલના એસ્કેલેટરમાં ફસાયો બાળકનો હાથ, દર્દનાક Video વાયરલ

ઉત્તર ભારતના સૌથી મોટા લુલુ મોલના એસ્કેલેટરમાં ફસાયો બાળકનો હાથ, દર્દનાક Video વાયરલ

બાળકનો હાથ એસ્કેલેટરમાં આવી ગયો

child hand escalator accident : બાળકનો હાથ ફસાવવાના કારણે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તાત્કાલિક મેનજેમેન્ટ અને કર્મચારીઓએ એસ્કેલેટરને બંધ કરાવીને બાળકનો હાથ બહાર કાઢ્યો હતો.

    લખનઉ: ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) રાજધાની લખનઉમાં (Lucknow) સોમવારે ખુલેલા ઉત્તર ભારતના (North India) સૌથી મોટા લુલુ મોલમાં (Lulu Mall) બુધવારે એક મોટો દૂર્ઘટના ટળી હતી. મોલ બે દિવસ પહેલા જ ખુલ્યો છે અને બુધવારે મોલના એસ્કેલેટરથી (Escalator)ઉતરતી વખતે એક માસૂમનો હાથ ફસાઈ ગયો હતો. જેથી થોડી વાર માટે તો લોકોએ બૂમ-બરાડા કરી મૂક્યા હતા.

    બાળકનો હાથ ફસાવવાના કારણે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તાત્કાલિક મેનજેમેન્ટ અને કર્મચારીઓએ એસ્કેલેટરને બંધ કરાવીને બાળકનો હાથ બહાર કાઢ્યો હતો. તે પછી ઘટના સ્થળે જ બાળકના હાથમાં થયેલી ઈજા પર ડ્રેસિંગ કરીને બાળકને ઘરે મોકલી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન તે જગ્યા પર ભીડ જમા થઈ ગઈ અને લોકો વીડિયો બનાવવા લાગ્યા હતા. પાછળથી લોકોને ત્યાંથી હટાવવામાં આવ્યા હતા.



    રવિવારે કર્યો હતો મોલનો શુભારંભ

    મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે ‘લુલુ મોલ’નો શુભારંભ કર્યો. યૂપીના સૌથી મોટા મોલ લખનઉવાસીઓ અને અન્ય લોકો માટે સોમવારે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, દૂબઈની કંપની લુલુએ મોલનો નિર્માણ કરાવ્યું છે. લુલુ મોલ નેશનલ હાઈવે 27 પર છે, જે લખનઉ-સુલ્તાનપુર નેશનલ હાઈવે પર છે.

    આ પણ વાંચોનદી ઓળંગતી વખતે ડૂબ્યો યુવક, જુઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા યુવકનો - Video વાયરલ

    આ મોલમાં લોકોને વિશ્વસ્તરિય શોપિંગનો અનુભવ મળશે. 2000 કરોડના ખર્ચે બનેલો આ મોલ 22 લાખ વર્ગફૂટના વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે. અત્યાર સુધી કેરલના કોચ્ચીમાં સૌથી મોટો મોલ હતો પરંતુ હવે લખનઉનો આ મોલ તેનાથી પણ મોટો બનાવવામાં આવ્યો છે. આ મોલ સુશાંત ગોલ્ફ સિટી, શહીદ પથ પર સ્થિર છે જણાવી દઈએ કે, ઈન્વેસ્ટર્સ સમિટ દરમિયાન મોટા રોકાણના રૂપમાં આને ઉત્તર પ્રદેશમાં લાવવાની જાહેરાત કરી હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: ​​Uttar Pradesh News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन