દુનિયાભરમાં મુસલમાનો પર થયેલા જુલમોને કારણે આવ્યો કોરોના વાયરસઃ હિજબુલ ચીફ સૈયદ સલાહુદ્દીન

News18 Gujarati
Updated: April 5, 2020, 10:06 AM IST
દુનિયાભરમાં મુસલમાનો પર થયેલા જુલમોને કારણે આવ્યો કોરોના વાયરસઃ હિજબુલ ચીફ સૈયદ સલાહુદ્દીન
કાશ્મીરીઓ પર પીએમ મોદી જુલમ કરી રહ્યા છે તેથી તેઓ હવે આ બીમારીથી નહીં બચી શકેઃ સૈયદ સલાહુદ્દીન

કાશ્મીરીઓ પર પીએમ મોદી જુલમ કરી રહ્યા છે તેથી તેઓ હવે આ બીમારીથી નહીં બચી શકેઃ સૈયદ સલાહુદ્દીન

  • Share this:
નવી દિલ્હીઃ આતંકવાદી સંગઠન હિજબુલ મુજાહિદ્દીન (Hizbul Mujahideen)ના ચીફ સૈયદ સલાહુદ્દીન (Syed Salauddin)એ કોરોના વાયરસ (Coronavirus)ને ધર્મ સાથે જોડી દીધો છે. તેણે કહ્યું છે કે કોરોના વાયરસ દુનિયામાં એટલા માટે આવ્યો કારણ કે દરેક સ્થળે મુસલમાનો પર જુલમ કરવામાં આવી રહ્યા છે. સલાહુદ્દીને એવું પણ કહ્યું કે હવે આ બીમારી એવા લોકોને પોતાનો શિકાર બનાવશે, જેમણે દુનિયાભરમાં મુસલમાનોને હેરાન કર્યા છે. આ ખતરનાક આતંકીએ પોતાના ઓડિયો સંદેશ જાહેર કર્યો છે. 5 મિનિટના આ ઓડિયોમાં તેણે દુનિયાના અનેક નેતાઓને ધમકી પણ આપી છે.

‘મુસલમાનો પર જુલમનું પરિણામ’

સલાહુદ્દીને કહ્યું કે, કોરોના વાયરસ એક એવી બીમારી છે, જેની કોઈ સારવાર નથી. વિજ્ઞાનમાં પણ તેની સામે નિષ્ફળ છે અને આ બીમારીનું મુખ્ય કારણ છે મુસલમાનો પર દુનિયાભરમાં ત્રાસ ગુજારવો. તેમની પર જુલમ કરવામાં આવી રહ્યા છે. રોહિંગ્યા મુસલમાન, પેલેસ્ટાઇન અને કાશ્મીરીઓ પર જુલા થયા છે, તે સમયથી આ બીમારીએ જકડી લીધા છે. થોડીક મુસલમાન સરકારો ઓશો-આરામમં પોતાના દીનને ભૂલી ગઈ હતી તેઓ પણ ગુનેગાર છે.

‘અલ્લાહ બચાવશે’

સલાહુદ્દીને કહ્યું કે, આ બીમારીથી તકેદારી રાખવી જોઈએ, પરંતુ અલ્લાહ સૌથી મોટા છે. ભારતમાં જે કાશ્મીરીઓ પર પીએમ મોદી જુલમ કરી રહ્યા છે હવે આ બીમારીથી તેઓ પણ બચી નહીં શકે. દુનિયાભરમાં આ બીમારીએ પગ ફેલાવી દીધા છે. આપણે આ સમયમાં તકેદારી રાખવી અને અલ્લાહ પર ભરોસો મૂકવાનો છે.

આ પણ વાંચો, આશાનું કિરણઃ આ દવાથી 48 કલાકમાં ખતમ થયો કોરોના વાયરસ, હવે મનુષ્યો પર થશે તપાસસલાહુદ્દીન કોણ છે?

સૈયદ મોહમ્મદ યુસૂફ શાહને સામાન્ય રીતે સૈયદ સલાહુદ્દીના નામથી ઓળખવામાં આવે છે. આતંકવાદી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનનો ચીફ તરીકે તેણે કાશ્મીર ઘાટીથી અનેક ઓપરેશનને અંજામ આપ્યો છે. સલાહુદ્દીનનો પરિવાર ઘાટીમાં આરામથી જિંદગી પસાર કરે છે. તેના ત્રણ સંતાનો રાજ્ય સરકારની સારી નોકરીઓ કરી રહ્યા છે. તે પોતે પકિસ્તાનમાં સુરક્ષિત ઘરમાં રહે છે. તે કાશ્મીરના યુવાઓને સતત ભારતની વિરુદ્ધ ભડકાવીને ઉશ્કેરતો રહે છે.

આ પણ વાંચો, પુત્રવધૂએ સાસુના અંતિમ સંસ્કાર કર્યા, Lockdownના કારણે 3 દીકરા ન પહોંચી શક્યા

 
First published: April 5, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading