પટના : બિહારમાં પ્રશાસનથી લઈને સરકાર સુધી હડકંપ મચી ગયો છે. કારણ કે બિહાર વિધાન પરિષદના સભાપતિ અવધેશ નારાયણ સિંહ કોરોના સંક્રમિત થયા છે. બે દિવસ પહેલા જ નવનિર્વાચિત પાર્ષદોનો શપથગ્રહણ સમારોહ હતો અને આ દરમિયાન અવધેશ સિંહ અને મુખ્યમંત્રી નીતિશ કુમાર આ કાર્યક્રમમાં એક મંચ પર હતા. બંને એકબીજાની નજીક બેઠા હતા. હવે અવધેશ સિંહનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી સીએમ નીતિશ કુમારે પહેલ કરીને પોતાનો કોવિડ 19 ટેસ્ટ કરાવ્યો છે. સાથે ડિપ્ટી સીએમ સુશીલ મોદી અને ઘણા મંત્રીઓ-અધિકારીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે.
વિધાન પરિષદના નવનિર્વાચિત પાર્ષદોનો શપથગ્રહણ સમારોહમાં સભાપતિ અવધેશ નારાયણ સિંહની સાવ નજીત સીએમ નીતિશ કુમાર બેઠા હતા. જ્યારે બીજી તરફ વિધાનસભાના અધ્યક્ષ વિજય નારાયણ ચૌધરી અને ડિપ્ટી સીએમ સુશીલ મોદી મંચ પર ઉપસ્થિતિ હતા. શનિવારે સભાપતિ અન તેમના પરિવારનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા પછી બિહાર સરકારમાં હડકંપ મચી ગયો છે.
સભાપતિ અવધેશ નારાયણ સિંહની સાથે-સાથે તેમની પત્ની અને પુત્ર પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમની થોડા દિવસ પહેલા તબિયત ખરાબ થઈ હતી અને તેમાં કોરોના લક્ષણો જોવા મળ્યા હતા. તેમના સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના આસિસ્ટન્ટનો કોરોના પણ પોઝિટિવ આવ્યો છે.
સભાપતિ સહિત તેમના પરિવારના બધા સભ્યોને પટના એમ્સના આઇસોલેશન વોર્ડમાં ભરતી કરાવવામાં આવશે. અવધેશ સિંહ 71 વર્ષના છે. તે જૂન મહિનામાં સભાપતિ બન્યા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર