જયપુર : રાજસ્થાનમાં રાજનીતિક ઘમાસાણ યથાવત્ છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક
ગહલોતે સચિન પાયલટ (Chief Minister Ashok Gehlot)પર પ્રહાર કરતા કહ્યું હતું કે એક નાના સમાચાર પણ નહીં વાચ્યા હોય કે પાયલટ સાહેબને કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષ પદથી હટાવવા જોઈએ. અમે જાણતા હતા કે તે નકામો છે, દગાખોર છે, કશું કામ કરી રહ્યો નથી ફક્ત લોકોને લડાવતો રહ્યો છે.
અશોક
ગહલોતે કહ્યું કે સચિન પાયલટ સાત વર્ષ સુધી રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા હતા, જે એક મોટી વાત છે. તેના ઉપર સોનિયા ગાંધીનો વિશ્વાસ હતો. જોકે રાજ્યમાં કોંગ્રેસની સરકાર બન્યાના છ મહિના પછી ભાજપા સાથે મળીને ષડયંત્ર રચવા લાગ્યો હતો. સચિન પાયલટે જે રમત રમી છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. કોઈને વિશ્વાસ ન હતો કે તે આવું કરી શકે છે. ભોળો ચહેરો, હિન્દી અને અંગ્રેજી પર સારી કમાન્ડ સાથે તેણે આખા દેશના મીડિયાને પ્રભાવિત કરી રાખ્યા છે.
આ પણ વાંચો - ખુલાસો! પુતિન સહિત રશિયાના અબજોપતિઓએ પહેલા જ લગાવી લીધી છે કોરાનાની વેક્સીન
ગહલોતે કહ્યું કે અમે ક્યારેય 7 વર્ષમાં પીસીસી ચીફ બદલવાની માંગણી કરી ન હતી. ખબર હતી કે તે દગખોર અને નકામો છે. હું કોઈ રિંગણ કે શાકભાજી વેચવા આવ્યો નથી. હું અહીં સીએમ બનવા આવ્યો છું. અમે અહીંના લોકોને તેમનું માન સન્માન કરતા શીખવાડ્યું છે. તે વ્યક્તિ કોંગ્રેસની પીઠ પર ચાકુ મારીને ગયો.
ગહલોતે કહ્યું કે આ રમત 10 માર્ચે થવાની હતી અને રાત્રે 2 કલાકે ગાડીઓ જવાની હતી. રાજેશ પાયલટના સ્મારકથી સીધા નિકળવાનું હતું અને આ માટે કોર્પોરેટ હાઉસ સ્પોન્સર હતા. રાજસ્થાનના સીએમ અશોક ગહલોતે હરીશ સાલ્વે અને મુકુલ રોહગતીને લઈને કહ્યું કે આ લોકો કોણ છે. તેમની એક વખત હાજર થવાની ફી 30 લાખથી 50 લાખ સુધીની છે. આ માટે પૈસા ક્યાંથી આવી રહ્યા છે. શું સચિન પાલટ આ પૈસા પોતાના ખિસ્સામાંથી આપી રહ્યો છે.
Published by:Ashish Goyal
First published:July 20, 2020, 17:09 pm