Ayodhya Verdict: અયોધ્યાના ચુકાદા પહેલા CJI રંજન ગોગોઇની સુરક્ષા વધારવામાં આવી

News18 Gujarati
Updated: November 9, 2019, 9:14 AM IST
Ayodhya Verdict: અયોધ્યાના ચુકાદા પહેલા CJI રંજન ગોગોઇની સુરક્ષા વધારવામાં આવી
(CJI) રંજન ગોગોઈનું સુરક્ષા કવચ પણ વધારવામાં આવ્યું છે.

Supreme Court on Ayodhya Case: આ નિર્ણયને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) રંજન ગોગોઇ (Ranjan Gogoi)ની સુરક્ષા વધારીને ઝેડ-પ્લસ કરવામાં આવી છે.

  • Share this:
રામ જન્મભૂમિ - બાબરી મસ્જિદ વિવાદ (Ram Janmbhoomi Babri Masjid Dispute Case) કેસમાં સુપ્રીમ કોર્ટનો ઔતિહાસિક નિર્ણય થોડી જ વારમાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર નિર્ણયને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ (Ranjan Gogoi)ની સુરક્ષા વધારીને ઝેડ પ્લસ સિક્યુરિટી કરવામાં આવી છે. રંજન ગોગોઇ આ કેસની પાંચ સભ્યોની બંધારણ બેન્ચનું નેતૃત્વ કરી રહ્યા છે.

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર સીજેઆઈ (CJI) રંજન ગોગોઈનું સુરક્ષા કવચ પણ વધારવામાં આવ્યું છે. દિલ્હી પોલીસની એક ટીમ તેમના દિલ્હી નિવાસસ્થાનની બહાર તૈનાત કરવામાં આવી છે.


Loading...

નિર્ણયને ધ્યાનમાં રાખીને શુક્રવારે યુપીના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે બેઠક મળી

શુક્રવારે બપોરે સીજેઆઈ રંજન ગોગોઇએ ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ રાજેન્દ્રકુમાર તિવારી અને પોલીસ ડાયરેક્ટર જનરલ (ડીજીપી) ઓ.પી.સિંઘ સાથે લગભગ દોઢ કલાક બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારના આ બંને વરિષ્ઠ અધિકારીઓએ ચીફ જસ્ટિસને આ નિર્ણય અંગે રાજ્યના કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાઓ વિશે માહિતગાર કર્યા.

સતત 40 દિવસ સુધી ચાલી હતી SCમાં સુનાવણી

અયોધ્યા વિવાદ પર સુનાવણી 6 ઓગસ્ટથી સતત 40 દિવસ સુધી સુપ્રીમ કોર્ટમાં ચાલી હતી. સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે 16 ઑક્ટોબરના રોજ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. હવે 9 નવેમ્બર શનિવારે સુપ્રીમ કોર્ટ આ કેસમાં પોતાનો નિર્ણય આપવા જઈ રહી છે.
First published: November 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...