નીતીશ સરકાર, CBIને 'સુપ્રીમ' આંચકો: હવે દિલ્હીથી થશે મુજફ્ફરપુર શેલ્ટર હોમ રેપ કેસની સુનાવણી

ન્યૂઝ18 ક્રિએટિવ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે સરકાર નથી ચલાવી રહ્યા પરંતુ અમે તમારી પાસેથી એ જાણવા માંગીએ છીએ કે તમે કેવી રીતે સરકાર ચલાવો છો?

 • Share this:
  બિહારના મુજફ્ફરપુર શેલ્ટર હોમ કેસને લઈને સુપ્રીમ કોર્ટે ફરી એકવાર નીતીશ સરકારને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે તમે બાળકોની સાથે આ પ્રકારનું વર્તન કરો છો. તમે આવી રીતે જ વસ્તુઓની મંજૂરી ન આપી શકો. સુપ્રીમ કોર્ટે આ મામલાને બિહારની સીબીઆઈ કોર્ટથી દિલ્હીની સાકેત કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધો છે.

  સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને આકરી ફટકાર લગાવતાં બે વાગ્યા સુધી તમામ સવાલોના જવાબ આપવા કહ્યું છે. ચીફ જસ્ટિસે કહ્યું કે દિલ્હીથી પટના બે કલાકનો રસ્તો છે. અમે ચીફ સેક્રેટરીને પણ અહીં ઊભા કરી શકીએ છીએ.

  ચીફ જસ્ટિસે બિહાર સરકારના વકીલને કહ્યું કે જો તમામ જાણકારી ન આપી શકો તો કોઈ અધિકારીને બોલાવો, હવે બહુ થઈ ગયું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે સરકાર નથી ચલાવી રહ્યા પરંતુ અમે તમારી પાસેથી એ જાણવા માંગીએ છીએ કે તમે કેવી રીતે સરકાર ચલાવો છો?

  સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને કહ્યું કે તમે કેટલાક આકરા સવાલોના જવાબ આપવા માટે તૈયાર રહો. આ ફટકારની સાથે જ સુપ્રીમ કોર્ટે બિહારના તમામ મામલાઓને દિલ્હી ટ્રાન્સફર કરી દીધા. કોર્ટે આ ચુકાદા બાદ તમામ આરોપીઓના ટ્રાયલ પણ હવે દિલ્હીમાં જ ચાલશે. તેના માટે કોર્ટે દિલ્હીની સાકેત કોર્ટને પસંદ કરી છે. ઉલ્લેખનીય છે કે, બિહારના બહુચર્ચિત કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટ કરી રહી છે.

  આ પણ વાંચો, મોદીની લીડરશિપમાં ભાજપ જીતશે લોકસભા ચૂંટણી: રાકેશ ઝુનઝુનવાલા
  Published by:Mrunal Bhojak
  First published: