Home /News /national-international /ઉન્નાવ રેપ પીડિતાના પત્ર પર સુપ્રીમે સુઓમોટો દાખલ કરી, ગુરુવારે સુનાવણી

ઉન્નાવ રેપ પીડિતાના પત્ર પર સુપ્રીમે સુઓમોટો દાખલ કરી, ગુરુવારે સુનાવણી

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશના કહેવા પ્રમાણે તેમણે ઉન્નાવ પીડિતાનો પત્ર હજુ સુધી જોયો નથી.

નવી દિલ્હી : ઉન્નાવ રેપ પીડિતાએ પોતાના જીવને જોખમ હોવા અંગે મુખ્ય ન્યાયાધીશને લખેલા પત્ર પર સુપ્રીમ કોર્ટ ગુરુવારે સુનાવણી કરશે. આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ ઉન્નાવ રેપ મામલે તપાસની સ્થિતિ અંગેનો રિપોર્ટ માંગ્યો હતો. સીજેઆઈએ આ મામલે સેક્રેટરી જનરલને દખલ દેવાનો અને તેમને આ મામલે વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે. આ સંબંધે તેમને સ્થાનિક પોલીસ અને જિલ્લા જજની પણ મદદ લેવાનો આદેશ કર્યો છે. સીજેઆઈએ એક અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવાનું કહ્યું છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કહ્યું હતું કે, "આજે સવારે મેં છાપામાં વાંચ્યું કે ઉન્નાવ રેપ પીડિતાએ સુપ્રીમ કોર્ટને એક પત્ર લખ્યો છે. મને પત્ર વિશે ગઇકાલે જાણ કરવામાં આવી હતી. આ પત્ર હજી સુધી મારી પાસે આવ્યો નથી."

આ પણ વાંચો : ઉન્નાવ કેસ : BJP ધારાસભ્ય પર બળાત્કારના આક્ષેપથી અકસ્માત સુધી, જાણો ક્યારે શું થયું?

આ પહેલા બુધવારે એવા સમાચાર સામે આવ્યા હતા કે પીડિતાની માતાએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખીને જાણકારી આપી હતી કે આરોપી ધારાસભ્ય અને તેના ગુંડાઓ તેમને સતત ધમકી આપી રહ્યા છે. ગત 12 જુલાઈના રોજ લખવામાં આવેલા પત્રમાં પીડિતા અને તેના પરિવારના લોકોએ આરોપીઓ દ્વારા સમાધાન ન કરવા પર ધમકી આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પીડિતાની માતા તરફથી લખવામાં આવેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે, 7 જુલાઈ, 2019ના રોજ આરોપી શશિસિંહનો દીકરો નવીનસિંહ, ધારાસભ્ય કુલદીપ સેંગરનો ભાઈ મનોજસિંહ, કુન્નૂ મિશ્રા અને બે અજાણ્યા લોકો તેમના ઘરે આવ્યા હતા અને ધમકી આપી હતી. જે બાદમાં સમાધાન ન કરવા પર ખોટા કેસમાં ફીટ કરી દઈને તમામને જેલમં ધકેલી દેવાની ધમકી આપી હતી.
First published:

Tags: BJP MLA, CJI, Ranjan gogoi