Home /News /national-international /

હવે ચૂંટણીપંચમાં મતભેદ આવ્યો સામે, ઉચ્ચ અધિકારીઓ આમને સામને

હવે ચૂંટણીપંચમાં મતભેદ આવ્યો સામે, ઉચ્ચ અધિકારીઓ આમને સામને

    ચૂંટણી આચારસંહિતામાં ક્લીન ચીટને લઇને ચૂંટણી આયોગમાં મતભેદ હવે ખુલીને સામે આવ્યો છે. ચૂંટણી આયુક્ત અશોક લવાસાએ મુખ્ય નિર્વાચન આયુક્ત સુનીલ અરોડાને પત્ર લખી માગ કરી છે કે આયોગના નિર્ણયોમાં આયુક્તો વચ્ચે મતભેદને પણ ઓફિશિયલ રેકોર્ડ પર સામેલ કરવામાં આવે. તો આ પત્રને લઇને અરોડાએ લવાસાની માગ એક તરફથી નકારી કાઢી છે.

    લવાસાએ પત્રના જવાબમાં મુખ્ય ચૂંટણી આયુક્ત સુનીલ અરોડાએ કહ્યું કે ચૂંટણી આયોગમાં 3 સભ્ય હોય છે અને ત્રણેય એક-બીજાના ક્લોન ન રહી શકે. હું કોઇ પણ પ્રકારની ચર્ચાથી ભાગતો નથી, દરેક વસ્તુનો સમય હોય છે.





    સુનીલ અરોડાએ કહ્યું કે આદર્શ આચાર સંહિતાના સંબંધમાં ચૂંટણી આયોગના આંતરિક કામકાજને લઇને આજે મીડિયાના વર્ગમાં આવો વિવાદ પ્રકાશિત થયો, જે ઘૃણીત છે અને તેનાથી બચી શકાયું હોત. અતીતમાં પણ અનેક વખત ચૂંટણી આયુક્તોના વિચારમાં ઘણી વિવિધતા રહી છે. પરંતુ ત્યારે આ સાર્વજનિક થતી ન હતી. જો કે રિટાર્યમેન્ટના ઘણા સમય બાદ અધિકારી પોતાની લખેલા પુસ્તકમાં તેનો ઉલ્લેખ કરે તો. સાથે જ અરોડાએ કહ્યું કે તેઓને સાર્વજનિક ચર્ચાથી કોઇ વાંધો નથી, પરંતુ દરેક વસ્તુનો યોગ્ય સમય હોય છે.

    આ પહેલા આચાર સંહિતા ઉલ્લંઘનના આરોપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપવા પર વાંધો ઉઠાવી ચૂકેલા ચૂંટણી આયુક્ત લવાસાએ દાવો કર્યો હતો કે અલ્પમતના નિર્ણયનો કોઇ રેકોર્ડ નથી થઇ રહ્યો, તેઓએ કહ્યું કે તે બેઠકમાં ત્યારે જ સામેલ થશે , જ્યારે આયોગના આદેશમાં અલ્પમતના નિર્ણયનો ઉલ્લેખ થાય.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Ashok Lavasa, Chief election commissioner, Lok sabha election 2019, Purported letter, Sunil Arora

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन