Home /News /national-international /

કેન્દ્રિય ચુંટણી કમિશન દ્વારા ચૂંટણીની તારીખ જાહેર, 4 રાજ્યોમાં આજથી આચાર સહિંતા લાગુ

કેન્દ્રિય ચુંટણી કમિશન દ્વારા ચૂંટણીની તારીખ જાહેર, 4 રાજ્યોમાં આજથી આચાર સહિંતા લાગુ

ઇલેક્શન કમિશનર ઓપી રાવત

5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર, મધ્ય પ્રદેશ, મિઝોરમ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણામાં ચૂંટણીની તારીખ જાહેર

    નવી દિલ્હી: ચૂંટણી કમિશન આજે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરે દેવામાં આવી છે. કમિશને બપોરે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને ચાર રાજ્યોની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. જ્યારે તેલંગણા રાજ્યની ચૂંટણીની તારખી 12 ઓક્ટોબરનાં રોજ જાહેર કરવામાં આવશે. આજથી જ ચારેય રાજ્યોમાં આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવશે.  ચૂંટણીનાં કામ માટે VVPATનો જ ઉપયોગ થશે.

    તેલંગણા રાજ્યનાં કેટલાંક કામ બાકી હોવાથી 12 ઓક્ટોબરનાં તેની તારીખ જાહેર કરવામાં આવશે. આ ચારેય રાજ્યોમાં આજથી આચારસંહિતા લાગુ કરી દેવામાં આવશે.

    ફર્સ્ટ ફેઝ- છત્તિસગઢ LWF વિસ્તારનાં 18 બેઠક પર યોજાશે ચૂંટણી
    નોટિફિકેશન 16 ઓક્ટોબરનાં રોજ જાહેર કરવાનું રહેશે.
    નોમિનેશનની છેલ્લી તારીખ 23 ઓક્ટોબર
    સ્ક્રૂટની 24 ઓક્ટોબર
    વિડ્રોઅલ 26 ઓક્ટોબર
    ચૂંટણીની તારીખ- 12 નવેમ્બરનાં રોજ પહેલા તબ્બકાનું ઇલેક્શન





    ફેઝ 2- છત્તિસગઢ, નોર્ધન વિસ્તારનાં 72 બેઠક પર યોજાશે ચૂંટણી

    નોટિફિકેશન- 2 નવેમ્બરનાં રોજ જાહેર કરવાનું રહેશે
    નોમિનેશન- 3 નવેમ્બરનાં રોજ
    વિડ્રોઅલ- 5 નવેમ્બરનાં રોજ કરી શકાશે
    ચૂંટણીની તારીખ- 20 નવેમ્બરનાં રોજ બીજા તબ્બકાની ચૂંટણી



    મધ્ય પ્રદેશન/ મિઝોરમની ચૂંટણી 28 નવેમ્બરનાં રોજ યોજાશે. મધ્યપ્રદેશની તમામ 230 બેઠક અને મિઝોરમની તમામ 40 બેઠક પર યોજાશે ચૂંટણી 

    નોટિફિકેશન- ભરવાની છેલ્લી તારીખ 9 નવેમ્બર
    નોમિનેશન-12 નવેમ્બર
    વિડ્રોઅલ- 14 નવેમ્બર
    ચૂંટણી- 28 નવેમ્બર

    રાજસ્થાનમાં 7 નવેમ્બરનાં રોજ ચૂંટણી યોજાશે અને 11 ડિસેમ્બરનાં રોજ મતગણતરી કરવામાં આવશે

    વીડિયોગ્રાફીની મદદ લેવાશે- ઈલેક્શન કમિશન દ્વારા યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં ચીફ ઈલેક્શન કમિશનર ઓપી રાવતે જણાવ્યું કે, ચૂંટણી પ્રક્રિયા 15 ડિસેમ્બર પહેલાં પૂરી કરી દેવાની છે. તેથી 11 ડિસેમ્બરે પાંચેય રાજ્યોમાં મતગણતરી કરીને પરિણામ જાહેર કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, ચૂંટણીમાં આધુનિક ઈવીએમ અને વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે. તે સાથે જ મતદાનની વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે.



    પાંચેય રાજ્યમાં સત્તા પર હોનારા પક્ષનો કાર્યકાળ પૂર્ણ થવાની તારીખ 




























    રાજ્યકાર્યકાળ પૂર્ણ થવાની તારીખબેઠક
    છત્તિસગઢ5 જાન્યુઆરી 2019 90 સીટ
    મધ્યપ્રદેશ7 જાન્યુઆરી 2019230 સીટ
    રાજસ્થાન 28 જાન્યુઆરી 2019 200 સીટ
    મિઝોરમ15 ડિસેમ્બર 201840 સીટ








































    પક્ષમધ્ય પ્રદેશછત્તીસગઢરાજસ્થાન
    બીજેપી16549143
    કોંગ્રેસ583921
    બસપા413
    અન્ય3113
    કુલ23090200
    Published by:Margi Pandya
    First published:

    Tags: Chief election commissioner, Election date, Op rawat, દિલ્હી

    આગામી સમાચાર