પી. ચિદમ્બરમને રાહત નહીં, સુપ્રીમે કહ્યુ- કેસ લિસ્ટ થયા વગર સુનાવણી ન થઈ શકે

News18 Gujarati
Updated: August 21, 2019, 2:43 PM IST
પી. ચિદમ્બરમને રાહત નહીં, સુપ્રીમે કહ્યુ- કેસ લિસ્ટ થયા વગર સુનાવણી ન થઈ શકે
સીબીઆઈની ટીમ સતત ચિદમ્બરમની શોધખોળ કરી રહી છે, પરંતુ હજુ સુધી તેમની કોઈ ભાળ મળી નથી

સીબીઆઈની ટીમ સતત ચિદમ્બરમની શોધખોળ કરી રહી છે, પરંતુ હજુ સુધી તેમની કોઈ ભાળ મળી નથી

  • Share this:
પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બર INX મીડિયા કેસમાં દિલ્હી હાઈકોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવી દેતાં ગુમ થઈ ગયા છે. તેમની પર ધરપકડની તલવાર લટકી રહી છે. સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલ તરફથી કહેવામાં આવ્યું કે જો તમામ ખામીઓ દૂર થઈ છે તો મામલાની સુનાવણી કરવામાં આવે. પરંતુ જસ્ટિસ રમન્નાએ કહ્યું કે માત્ર લિસ્ટિંગ કરીશું, મામલો નહીં સાંભળીએ. આ ઉપરાંત, રજિસ્ટારે કોર્ટને જાણકારી આપી કે લિસ્ટિંગ પર નિર્ણય ચીફ જસ્ટિસે કરવાનો છે, પરંતુ અમે તે આદેશની રાહ જોઈ રહ્યા છીએ. ચીફ જસ્ટિસ હાલમાં અયોધ્યા મામલાની સુનાવણી કરી રહ્યા છે, એવામાં તેમને વચ્ચે ટોકી ન શકાય. કપિલ સિબ્બલે મામલા પર ભાર મૂકતાં જસ્ટિસ રમન્નાએ કહ્યું કે, જો ચીફ જસ્ટિસ તેમને આદેશ આપે છે તો તેઓ આ મામલાની સુનાવણી કરી શકે છે.

સુપ્રીમ કોર્ટથી પી. ચિદમ્બરમને તાત્કાલિક ધરપકડથી રાહત મળવાને લઈ આંચકો લાગ્યો છે. તો બીજી તરફ ઈન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ તરફથી પી. ચિદમ્બરમની વિરુદ્ધ લુકઆઉટ સકર્યુલર જાહેર કરી દીધો છે. એટલે કે હવે પી. ચિદમ્બરમ જો દેશની બહાર જવાનલ પ્રયાસ કરશે તો એરપોર્ટ પર તેમને પકડવામાં આવી શકે છે.

બીજી તરફ, સીબીઆઈએ ચિદમ્બરમની અરજી પર સુપ્રીમમાં કેવિએટ દાખલ કરી છે. ચિદમ્બરમની અરજી પર એકપક્ષીય આદેશ જાહેર ન કરવાની માંગ કરવામાં આવી છે. પ્રક્રિયા મુજબ હવે સુપ્રીમ કોર્ટથી ચિદમ્બરમને તાત્કાલીક ધરપકડથી સંરક્ષણ મુશ્કેલ છે. સીબીઆઈનો પક્ષ જાણ્યા બાદ જ સુપ્રીમ કોર્ટ કેવિએટ દાખલ થતાં આદેશ જાહેર કરે છે.

સુપ્રીમ કોર્ટમાં પી. ચિદમ્બરમ તરફથી કપિલ સિબ્બલ મામલો રજૂ કર્યો. તેઓએ સુપ્રીમ કોર્ટમાં આ મામલાની જાણકારી આપી અને તેની સુનાવણી સુધી ધરપકડ પર રોક લગાવવાની અપીલ કરી. પરંતુ જસ્ટિસ રમન્નાએ કોઈ પ્રકારનો ચુકાદો આપવાની ના પાડી દીધી અને કહ્યું કે તેઓ આ મામલાને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની પાસે મોકલી રહ્યા છે, તેઓ આ મામલે તાત્કાલિક સુનાવણીનો નિર્ણય લેશે.

અગાઉ, સીબીઆઈ અને ઈડીની ટીમો બુધવારે સવારે ત્રીજી વાર ચિદમ્બરમની શોધમાં તેમના ઘરે પહોંચી, પરંતુ તેઓ ન મળ્યા. આ પહેલા મંગળવાર મોડી રાત્રે સીબીઆઈના અધિકારીઓએ ચિદમ્બરમના ઘરની બહાર નોટિસ લગાવી હતી. આ નોટિસમાં આગામી બે કલાકની અંદર હાજર થયા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓ હાજર ન થયા.

આ દરમિયાન ચિદમ્બરમના વકીલ અર્શદીપે સીબીઆઈને પત્ર લખ્યો છે, પત્રમાં તેઓએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમની અરજી પર સુનાવણી માટે 10:30 વાગ્યાનો સમય નક્કી કર્યો છે. તેથી હું (CBI)ને અનુરોધ કરું છું કે ત્યાં સુધી મારા અસીલની વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવામાં આવે અને સવારે 10:30 વાગ્યા સુધીની રાહ જોવે.

સીબીઆઈ કરી રહી છે શોધખોળ

સીબીઆઈની ટીમ સતત ચિદમ્બરમની શોધખોળ કરી રહી છે, પરંતુ હજુ સુધી તેમની કોઈ ભાળ મળી નથી. આ પહેલા સીબીઆઈની ટીમ રાત્રે 11 વાગ્યે ફરી પૂર્વ નાણા મંત્રીના ઘરે પહોંચી હતી, પરંતુ ત્યારે પણ ચિદમ્બરમ તેમના ઘરે હાજર નહોતા. મળતા અહેવાલ મુજબ, ચિદમ્બરમે પોતાનો મોબાઇલ ફોન પણ સ્વિચ ઓફ કરી દીધો છે. ચિદમ્બરમ વિશે કોઈ જાણકારી ન મળતા્ર સીબીઆઈએ તેમના ઘરની બહાર નોટિસ લગાવી હતી.



શું છે એરસેલ મેક્સિસ કેસ?

આ કેસ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (એફઆઈપીબી) સાથે જોડાયેલો છે. 2006માં એરસેલ-મેક્સિસ ડીલને પી. ચિદમ્બરમે નાણા મંત્રી તરીકે મંજૂરી આપી હતી. પી. ચિદમ્બરમ પર આરોપ છે કે તેમની પાસે 600 કરોડ રૂપિયા સુધીના પ્રોજેક્ટ પ્રપોઝલની મંજૂરી આપવાના અધિકાર હતા. તેનાથી મોટા પ્રોજેકટને મંજૂરી આપવા માટે તેમને આર્થિક મામલાઓની કેબિનેટ સમિતિ પાસેથી મંજૂરી લેવાની જરૂર હતી.

એરસેલ-મેક્સિસ ડીલ કેસ 3500 કરોડની એફડીઆઈની મંજૂરીનો હતો. તેમ છતાંય એરસેલ-મેક્સિસ એફડીઆઈ મામલામાં ચિદમ્બરમે કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સની મંજૂરી વગર મંજૂરી આપી દીધી.

સુબ્રમણ્યમ સ્વામીએ મામલાનો કર્યો હતો ખુલાસો

વર્ષ 2015માં સુબ્રમણ્યમ સ્વામીએ કાર્તિ ચિદમ્બરમની અલગ-અલગ કંપનીઓ વચ્ચે નાણકીય લેવડ-દેવડનો ખુલાસો કર્યો હતો. સ્વામીએ આરોપ લગાવ્યો કે યૂપીએ સરકારમાં નાણા મંત્રી તરીકે પી. ચિદમ્બરમે પોતાના દીકરા કાર્તિની એરસેલ-મેક્સિસ ડીલથી લાભ ઉઠાવવામાં મદદ કરી. તેના માટે તેઓએ દસ્તાવેજોને જાણી જોઈને રોક્યા અને અધિગ્રહણ પ્રક્રિયાને નિયંત્રિત કરી જેથી કાર્તિને પોતાની કંપનીના શેરની કિંમત વધારવાનો સમય મળી જાય.
First published: August 21, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading