આ ‘ત્રણ બાબતો’ 2019ની ચૂંટણીમાં મોદીને હેરાન કરશે: ચિદમ્બરમ

News18 Gujarati
Updated: October 28, 2018, 12:21 PM IST
આ ‘ત્રણ બાબતો’ 2019ની ચૂંટણીમાં મોદીને હેરાન કરશે: ચિદમ્બરમ
પી. ચિદમ્બરમ

જો લોકો એમ કહે કે, પેટ્રોલ અને ડિઝલનાં ભાવ ઘટવા જોઇએ અને સરકાર એ ભાવ ઘટાડે નહીં, તો એ સરકાર અહંકારી છે અને લોકશાહી સરકાર નથી

  • Share this:
પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે મુંબઇમાં એક કાર્યક્રમમાં હાજરી આપતી વખતે કહ્યું કે, આગામી 2019ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સરકારને મુખ્ય બાબતો ભારે પડશે.

તેમણે કહ્યું કે, બેકારી, મહિલાઓની સલામતી અને મોંઘવારી આ ત્રણ બાબતો આગામી ચૂંટણીમાં મુખ્ય મુદ્દો રહેશે અને મોદીને આ અંગે જવાબ આપવો પડશે.
પી. ચિદમ્બરમ કોંગ્રેસની ચૂંટણી ઢંઢેરી સમિતિનાં વડા છે. ચૂંટણી ઢંઢેરો બનાવવા માટે તેઓ મુંબઇમાં લોકોને મળ્યા હતા અને લોકોના વિચારા જાણ્યા હતા. આ સમિતિનાં સભ્યો વિવિધ ક્ષેત્રનાં લોકોને મળ્યા હતા. તેમણે જણાવ્યું કે, લોકોનાં વિચારોને ઢંઢેરામાં સમાવવામાં આવશે.

પી. ચિદમ્બરમે કહ્યું કે, લોકો સાથેની ચર્ચા દરમિયાન તેમને 67 સૂચનો મળ્યા હતા.

પૂર્વ નાણામંત્રીએ વધુમાં જણાવ્યું કે, દેશમાં યુવાનો પાસે નોકરીઓ નથી. શિક્ષિત બેરોજગારી વધી રહી છે. મહિલાઓની સલામતી નથી અને મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. આ તમામ બાબતો ભાજપને આગામી ચૂંટણીમાં પજવશે.

તેમણે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, જો લોકો એમ કહે કે, પેટ્રોલ અને ડિઝલનાં ભાવ ઘટવા જોઇએ અને સરકાર એ ભાવ ઘટાડે નહીં, તો એ સરકાર અહંકારી છે અને લોકશાહી સરકાર નથી”.
Loading...

મોદી સરકારનાં ઠાલા વચનો પર કટાક્ષ કરતા ચિદમ્બરમે કહ્યું કે, હું એક રૂમમાં બેસીને કહું કે, તમારા બેંક એકાઉન્ટમાં 25 હજાર રૂપિયા જમા થઇ જશે. કરોડો યુવાનોને નોકરી મળી જશે. તો આવી રીતે કશું થવાનું નથી. અમે (કોંગ્રેસ) લોકોને સાંભળવા માંગીએ છીએ”.

 

 
First published: October 28, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com