INX Media Case : ચિદમ્બરમને કોર્ટમાં રાહત ન મળી, 2 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ પર

News18 Gujarati
Updated: August 30, 2019, 6:09 PM IST
INX Media Case : ચિદમ્બરમને કોર્ટમાં રાહત ન મળી, 2 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ પર
પ્રતિકાત્મક તસવીર

CBIની વિશેષ અદાલતે પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમના રિમાન્ડમાં વધારો કર્યો છે.

  • Share this:
 ન્યૂઝ 18 ગુજરાતી : INX Media Caseમાં દિલ્હીની વિશેષ અદાલતે પૂર્ણ નાણા મંત્રી પી. ચિદમ્બરમની રિમાન્ડ મર્યાદામાં વધારો કર્યો છે. ચિદમ્બરમના રિમાન્ડ કોર્ટે 2 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધા છે. સી.બી.આઈએ આ કેસમાં વધુ પાંચ દિવસનાં રિમાન્ડ માંગ્યા હતા.  ચિદમ્બરમને ચાર દિવસનાં રિમાન્ડ બાદ વિશેષ ન્યાયાધીશ અજય કુમાર કુહાડા સામે રજૂ કરાયા હતા.  સી.બી.આઈએ 21મી ઑગસ્ટે તેમની ધરપકડ કરી હતી.  સી.બી.આઈ વતી અધિક સૉલિસિટર જનરલ કે.એમ. નટરાજને કહ્યું કે ચિદમ્બરમની આંશિક પૂછપરછ કરાઈ છે, તેમને પુરાવાઓ દર્શાવવામાં આવ્યાં છે. કોર્ટે પૂછ્યું કે વધારે પાંચ દિવસનાં રિમાન્ડ કેમ જોઈએ છે? ત્યારે સી.બી.આઈએ કહ્યું હતું કે તેમને ડાયરી બતાવાની છે.

કોર્ટના સવાલ પર સીબીઆઈએ કહ્યું હતું કે, અમે રોજ 8-10 કલાક પૂછપરછ કરીએ ચીએ, આ વિશે જજ કહ્યું કે, તમે રોજ 8-10 કલાક પૂછ પરછ કરો છો તો મને આટલા ઓછા દસ્તાવેજ પેપર્સ કેમ આપ્યા છે. અંતે બધી દલીલ પછી રાઉઝ એન્યૂ કોર્ટે ચિદમ્બરમના રિમાન્ડ 2 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધા છે.

CBIએ કોર્ટમાં કહ્યું કે, બીજી વાર રિમાન્ડની સમય મર્યાદા વધારવાથી ઘણાં મહત્વના ખુલાસા થઈ શકે છે. રિમાન્ડ દરમિયાન ચિદમ્બરમ સાથે ઘણાં વિષયો પર પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કેસની વિસ્તારથી તપાસ માટે સીબીઆઈ દરેક શક્ય પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ રિમાન્ડ વધતા ધણી મહત્વની માહિતી મળી શકે છે.

આ પણ વાંચો :  નાણા મંત્રી સીતારમણની મોટી જાહેરાત : 10 સરકારી બૅન્કોનું વિલીનકરણ કરી 4 બૅન્ક બનાવી

જોકે ચિદમ્બરમના વકીલે 5 દિવસની સીબીઆઈ અટકાયતનો વિરોધ કર્યો હતો. દલીલ દરમિયાન કોર્ટને જણાવવામાં આવ્યું કે, આરોપી 2 સપ્ટેમ્બર કોર્ટની સુનાવણી સુધી CBI કસ્ટડીમાં રહેવા માંગે છે અને પોલીસ તપાસમાં સહયોગ કરવા માટે તૈયાર છે. ચિદમ્બરમના વકીલે પણ તપાસમાં સહયોગની વાત કરી હતી. કોર્ટે કહ્યું કે, આ મામલે સીબીઆઈની કસ્ટડીની માંગ યોગ્ય છે.

INX Media  મામલે સુપ્રીમ કોર્ટ કોંગ્રેસ નેતા પી ચિદમ્બરની અરજી પર 5 સપ્ટેમ્બરે સુનાવણી કરશે. એન્ફૉર્સમન્ટ ડિરેક્ટરેટે ગુરુવારે સુનાવણી દરમિયાન કોર્ટને કહ્યું છે કે, મનિ લૉન્ડ્રિંગ દેશ અને સમાજ વિરુદ્ધ કરવામાં આવેલો ગુનો છે. આ પહેલાં ચિદમ્બરે કોર્ટમાં કહ્યું હતું કે, તેમના સીબીઆઈ રિમાન્ડ શુક્રવારે પૂરા થઈ રહ્યા છે અને તેઓ 2 સપ્ટેમ્બર સુધી રિમાન્ડમાં રહેવાનો પ્રસ્તાવ મુકે છે. તેમણે કહ્યું કે, આમા સીબીઆઈને કોઈ તકલીફ ન હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટે 5 સપ્ટેમ્બર સુધી ચિદમ્બરમની ધરપકડ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને હવે તે જ દિવસે હાઈકોર્ટના નિર્ણય પર પૂર્વ નાણાપ્રધાન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી વિશે સુનાવણી કરવામાં આવશે.
Loading...

આ પણ વાંચો :  ગાંધીનગરમાં સ્મૂતિ ઇરાનીએ કહ્યું,'અમેઠીથી જીતી એટલે પારકી નથી થઇ ગઇ'

જસ્ટિસ આર ભાનુમતી અને જસ્ટિસ એએસ બોપન્નાની બેન્ચ સામે તુષાર મહેતાએ કહ્યું કે, આ પ્રમાણેનો પ્રસ્તાવ ટ્રાયલ કોર્ટ સામે મુકવો જોઈએ. કારણકે તેઓ જ રિમાન્ડ વધારવાનો નિર્ણય લઈ શકે છે. આ કેસ પણ તેઓ જ ચલાવી રહ્યા છે.
First published: August 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...