Home /News /national-international /

દેશમાં બર્ડ ફ્લૂનો ફફડાટ: ચિકનનો ભાવ ઘટીને 50 રૂપિયે કિલો થઈ ગયો

દેશમાં બર્ડ ફ્લૂનો ફફડાટ: ચિકનનો ભાવ ઘટીને 50 રૂપિયે કિલો થઈ ગયો

પ્રતીકાત્મક તસવીર

Bird Flu: બર્ડ ફ્લૂની પુષ્ટિ કરતા મધ્ય પ્રદેશના ભોપાલ સ્થિત નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ હાઈ સિક્યોરિટી એનિમલ ડિસીઝ (NIHSAD) તરફથી અત્યાર સુધી બે સ્ટ્રેનની પુષ્ટિ કરવામાં આવી છે.

    નવી દિલ્હી: દેશના વિવિધ રાજ્યમાં સામે આવેલા બર્ડ ફ્લૂ (Bird Flu)ના કેસને પગલે ચિકન (Chicken)ની માંગ ઘટી છે. ચિકન અને ઇંડા (Eggs)નો શોખીનો હવે તેને આરોગવાથી દૂર રહેવા લાગ્યા છે. આજ કારણ છે કે પોલ્ટ્રી (Poultry farm) ફાર્મ માલિકે 50 રૂપિયે કિલો ચિકન વેચવા માટે મજબૂર બન્યા છે. એટલું જ નહીં, આ ભાવમાં પણ તેમને ગ્રાહક નથી મળી રહ્યા. એશિયાની સૌથી મોટી માર્કેટ એવા ગાઝીપુર (Gazipur Murga Mandi)માં ચિકનનો ભાવ 60 રૂપિયે કિલો સુધી પહોંચી ગયો છે. અહીં પણ માંગમાં અસર પહોંચી છે.

    શ્વેતા એગ્રીટેક પોલ્ટ્રી ફાર્મ, હિસારના માલિક મનીષે ન્યૂઝ18 હિન્દીને જણાવ્યું કે, છેલ્લા ત્રણ દિવસથી ચિકનનું માર્કેટ તૂટી ગયું છે. ચાર દિવસ પહેલા ચિકન 95 રૂપિયાથી 105 રૂપિયે કિલો વેચાઈ રહ્યું હતું. ખૂબ માંગ હતી. બર્ડ ફ્લૂના સમાચારને પગલે માર્કેટ તૂટી ગયું છે. હવે તેઓ 50 રૂપિયે કિલો ચિકન વેચવા માટે મજબૂર છે. આ ભાવમાં પણ તેમને ગ્રાહકો નથી મળી રહ્યા.

    ગાઝીપુર મંડીમાં દરરોજ 5 લાખ મરઘા-મરઘીનું વેચાણ

    ગાઝીપુર મંડીમાં રચના પોલ્ટ્રી નામે ચિકનનું વેચાણ કરતા જમિલ કહે છે કે, અત્યારસુધી ઉત્તર ભારતના કોઈ પણ પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂની બીમારી જોવા નથી મળી. પરંતુ અન્ય પક્ષીઓનાં મોતને પગલે ચિકનના શોખીનોમાં ડર ફેલાયો છે. આ જ કારણ છે કે બેથી ત્રણ દિવસમાં ચિકનનો ભાવ ઘટી ગયો છે. એકલા ગાઝીપુર મંડીમાં દરરોજ પાંચ લાખ મરઘાની સપ્લાય કરવામાં આવે છે. હવે સંખ્યા ઘટી ગઈ છે.

    આ પણ વાંચો: અમદાવાદ: દાગીના, મોબાઈલ બાદ હવે નજર ચૂકવીને કેમેરાની ચોરી!

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2006માં પણ બર્ડ ફ્લૂને પગલે પોલ્ટ્રી ફાર્મ ઉદ્યોગ પર ખૂબ માઠી અસર પડી હતી. સરકારના આદેશ પ્રમાણે તમામ મરઘી અને ઇંડાઓને જમીનમાં દફન કરી દેવામાં આવ્યા હતા. પોલ્ટ્રી ફાર્મના જાણકાર અનિલ શાક્યા કહે છે કે પોલ્ટ્રી ઉદ્યોગ ત્રણ પ્રકારનો હોય છે. એક જેમાં ઇંડામાંથી બચ્ચા કાઢીને વેચવામાં આવે છે. બીજામાં મરઘીના ઇંડા લઈને બજારમાં વેચવામાં આવે છે. ત્રીજા પ્રકારમાં ચિકન (માંસ)નો વેપાર કરવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં દરરોજ 65 કરોડ મરઘી-મરઘા, 70 કરોડ ઇંડાનો વેપાર થાય છે. આ વેપાર અંદાજે 20 હજાર કરોડ રૂપિયાનો છે.

    આ પણ વાંચો: ખેડૂતોની માઠી બેઠી: દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી

    ભારતમાં કયો સ્ટ્રેન મળ્યો?

    બર્ડ ફ્લૂની પુષ્ટિ કરતા મધ્ય પ્રદેશના ભોપાલ સ્થિત નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ હાઈ સિક્યોરિટી એનિમલ ડિસીઝ (NIHSAD) તરફથી અત્યાર સુધી બે સ્ટ્રેનની પુષ્ટિ કરવામાં આવી છે. જેમાં પ્રથમ H5N8 છે જે જંગલી પ્રાણી અને પોલ્ટ્રીમાં જોવા મળે છે. બીજો સ્ટ્રેન H5N1છે જે કેરળમાં બતક અને હિમાચલ પ્રદેશના પક્ષીઓમાં મળી આવ્યો છે.

    કયા કયા રાજ્યો પ્રભાવિત?

    NIHSAD તરફથી અત્યારસુધી 12 સ્થળની ઓળખ કરવામાં આવી છે. જેમાં રાજસ્થાન (બારાં, કોટા, ઝાલાવડ), મધ્ય પ્રદેશ (મંદસૌર, ઇન્દોર, આગર, માલવા), હિમાચાલ પ્રદેશ (કાંગડા) અને કેરળ (કોટ્ટાયમ, અલાપૂઝા) મુખ્ય છે. આ ઉપરાંત હરિયાણા અને ઉત્તરાખંડમાં પણ બર્ડ ફ્લૂથી મોતના સમાચાર છે. હિમાચલના કાંડામાં પોલ્ટ્રી અને માછલી વેચવા પર પ્રતિબંધ મૂકીને એલર્ટ આપવામાં આવ્યું છે. રાજસ્થાનના ઝાલાવાડ અને બારાં જિલ્લામાં પ્રભાવિત વિસ્તારોમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે. કેરળના બંને જિલ્લામાં આશરે 38 હજાર બતકોનો મારી નાખવામાં આવી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Animal, Bird Flu, Chicken, Virus, આરોગ્ય, હોસ્પિટલ

    આગામી સમાચાર