Home /News /national-international /Inflation in Pakistan: 1600 રૂપિયા કિલો ચાની ભૂકી અને ચિકન તો...! પાકિસ્તાનીઓમાં મોંઘવારીથી ત્રાહિમામ, હવે ચમત્કારની રાહ
Inflation in Pakistan: 1600 રૂપિયા કિલો ચાની ભૂકી અને ચિકન તો...! પાકિસ્તાનીઓમાં મોંઘવારીથી ત્રાહિમામ, હવે ચમત્કારની રાહ
ફાઇલ તસવીર
Inflation in Pakistan: પાકિસ્તાનમાં વધતી મોંઘવારીએ લોકોની કમર તોડી નાંખી છે. ચિકનથી લઈને સવારની ચા સુધી હવે લોકોના ખિસ્સા ભારેખમ થઈ રહ્યા છે. દેશમાં ચિકન-મીટની કિંમત 720 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે, જ્યારે ચાની ભૂકીની કિંમત 1600 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
ઈસ્લામાબાદઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં મોંઘવારીએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. ન્યૂઝ એજન્સી IANSએ સ્થાનિક મીડિયાના એક સમાચારને ટાંકીને જણાવ્યું હતું કે, દેશમાં ચિકન અને મીટની (Chicken price in Pakistan) કિંમત કરાચી શહેર સહિત સમગ્ર પાકિસ્તાનમાં ઝડપથી વધી છે. સામ ટીવીએ અહેવાલ આપ્યો છે કે, કરાચીમાં ચિકનની હાલની કિંમત 490 રૂપિયા પ્રતિ કિલો છે. જ્યારે મીટની કિંમત 720 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. સમા ટીવીએ અહેવાલ આપ્યો છે કે, કિંમતોમાં આ વધારો ફીડની અછતને કારણે ઘણાં પોલ્ટ્રી ફાર્મ બંધ થવાને આરે છે.
પોલ્ટ્રી ફાર્મના માલિકોએ આસમાનને આંબી રહેલા ભાવ પાછળનું કારણ ફીડની અછત ગણાવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કરાચીમાં એક કિલો મરઘાનું માંસ 720 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. સામ ટીવીએ અહેવાલ આપ્યો છે કે, રાવલપિંડી, ઈસ્લામાબાદ અને અન્ય કેટલાક શહેરોમાં ચિકનની કિંમત પણ અત્યાર સુધીના સૌથી ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે, જેમાં એક કિલો મરઘાંનું માંસ 700-705 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. આ દરમિયાન દેશના બીજા સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર લાહોરમાં ચિકન-મીટની કિંમત 550-600 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે ચાલી રહી છે. આ વધતી કિંમતોને કારણે જે લોકો પ્રોટીનના મુખ્ય સ્ત્રોત તરીકે ચિકન પર આધાર રાખે છે તેવા ગ્રાહકો માટે ચિંતા વધી ગઈ છે.
ચાની કિંમત સાંભળીને પરસેવો વળે!
પાકિસ્તાન અભૂતપૂર્વ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યારે કાળી ચાની કિંમત છેલ્લા 15 દિવસમાં 1100 રૂપિયાથી વધીને 1600 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. એક રિટેલરે જણાવ્યું કે, એક અગ્રણી બ્રાન્ડે 170 ગ્રામ દાણાદાર અને એલચીના પેકની કિંમત 290 રૂપિયાથી વધારીને 320 અને 350 રૂપિયા કરી દીધી છે. 900 અને 420 ગ્રામના પેકની કિંમત હવે રૂ. 1350 અને રૂ. 550ની જગ્યાએ અનુક્રમે રૂ. 1480 અને રૂ. 720 કરી નાંખી છે. અન્ય પેકર્સ પણ કિંમત વધારવા માટે તૈયાર છે. ડોનમાં આવેલા અહેવાલ પ્રમાણે, ફેડરેશન ઓફ પાકિસ્તાન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FPCCI)ની ચા અંગેની સ્ટેન્ડિંગ કમિટીના કન્વીનર ઝીશાન મકસૂદે જણાવ્યું હતું કે, આયાત હાલમાં મુશ્કેલીમાં છે, જેને કારણે માર્ચમાં મોટી અછત થઈ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર