અમેરિકામાં કેમ રેલવે ટ્રેક સળગાવવામાં આવી રહ્યાં છે ?

 • Share this:
  અમેરિકામાં સદીની સૌથી ભયાનક ઠંડી પડી રહી છે. અંદાજે 12 રાજ્યમાં તાપમાનનો પાસે -50 સુધી પહોંચી જવાથી જનજીવન ઠપ્પ થઇ ગયું છે. તો સમગ્ર દેશમાં હાડથીજવતી ઠંડીને કારણે રેલવે સેવા ખાસ પ્રભાવિત થઇ છે. એવામાં અહી સુધી કે રેલના પાટા પર આગ લગાવવી પડે છે. આગ લગાવવાનું કારણ માત્ર એટલુ જ છે કે પાટા પર બરફ પીઘળી જાય અને ટ્રેન ચાલતી રહે.

  અમેરિકામાં ઠંડીને કારણે 12 લોકોના મોત થયા છે, જેમાં એક કોલેજીયન યુવકનો પણ સમાવેશ થાય છે. તો સ્થાનિક હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે આગામી દિવસોમાં તાપમાન -70 ડિગ્રી સુધી પહોંચી જવાની સંભાવના છે.

  અહીં ક્લિક કરી વાંચોઃ જો આ ગામમાં જઈને રહેશો તો મળશે મફત ઘર અને લાખો રુપિયા

  અમેરિકાના 5 રાજ્યોમાં 2700 ફ્લાઇટો રદ કરવામાં આવી છે. સૌથી વધુ અસર શિકાગોમાં થઇ છે જ્યાં 1500 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર ગુરૂવારે મિનેસોટાના કેટલાકવિસ્તારમાં પારો -53 ડિગ્રી સુધી જઇ શકે છે. હાડ થીજાવતી ઠંડીની લપેટમાં અમેરિકાના 12 રાજ્યોના સાડા પાંચ કરોડ લોકો આવી ગયા છે.  શિકાગોનું તાપમાન લગભગ - 22 ડિગ્રી પહોચી ગયુ છે. 26 જાન્યુઆરી પછી ઠંડી વધી ગઇ છે. અહી મોટા ભાગના લોકો રેલ્વેમાં જ મુસાફરી કરે છે. જેને કારણે બરફ જામી જતા તેને પીઘાળવામાં આવે છે, જેથી રેલ્વે ચાલતી રહે અને સામાન્ય લોકોને કોઇ તકલીફ ના પડે.
  Published by:Sanjay Vaghela
  First published: