ચોંકાવનારી સત્યઘટના! 32 વર્ષની પરિણીત મહિલા 14 વર્ષના સગીરને લઈને ભાગી! દુષ્કર્મની ફરિયાદ

ચોંકાવનારી સત્યઘટના! 32 વર્ષની પરિણીત મહિલા 14 વર્ષના સગીરને લઈને ભાગી! દુષ્કર્મની ફરિયાદ
છત્તીસગઢમાં ઘટી આશ્ચર્યજનક સત્યઘટના

છત્તીસગઢના કોરબામાં બે સંતાનોની માતાએ એવું કામ કર્યુ છે કે જેની ચર્ચા સમગ્ર રાજ્યમાં થઈ છે. મહિલા સામે પૉક્સો એકટ્ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

 • Share this:
  અબ્દુલ અસલમ, કોરબા : દેશના છત્તીસગઢ (Chhattisgarh) રાજ્યમાંથી એક આશ્ચર્યજનક સત્યઘટના સામે આવી છે. અહીંયા એક 32 વર્ષની પરિણીત (Married woman) મહિલા 14 વર્ષના સગીરના (Minor) પ્રેમમાં (Love) પડી હતી. એટલું જ નહીં પરંતુ બે સંતાનોની માતા એવી આ મહિલા સગીરને લઈને ભાગી હતી અને તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યો હોવાની માહિતી સામે આવી છે. જોકે, ઘટનાની જાણ થતા સગીરના પરિવારે પોલીસ ફરિયાદ કરતા પોલીસ બંનેને જાંજગીરથી ઝડપી પાડ્યા છે. પોલીસે મહિલા સામે પૉક્સ સહિતના કેસ દાખલ કરી તેને જેલ મોકલી આપી છે.

  દુષ્કર્મના મોટાભાગના કેસમાં પુરૂષ જ અપરાધી અને આરોપી હોય છે પરંતુ અહીંયા ઉલટી ગંગા વહી છે. સાથે જ મહિલાએ પોતાનાથી અડધી ઉંમરના સગીર સાથે પ્રેમમાં એવું કાર્ય કરી નાખ્યું છે કે જેલ જવાનો વારો આવ્યો છે. કોરબા જિલ્લાના (Korba District) માણિકપુર પોલીસ સ્ટેશનમાં હાલમાં બે સંતાનોની માતા સામે પૉક્સો હેઠળ ફરિયાદ નોંધાઈ છે.  દરમિયાન પોલીસે મહિલા અને સગીરને જાંજગીર સ્થિત નવાગઢમાં સગીરના પરિજનનને ત્યાંથી ઝડપી પાડ્યા છે. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે જઈ અને બંનેને ઝડપી પાડયા છે.

  આ પણ વાંચો : જૂનાગઢ : પૂર્વ મેયરના પુત્રની હત્યા BJPની નગરસેવિકાના પતિએ કરાવી, પોલીસને જણાવ્યું મર્ડરનું કારણ

  આ પણ વાંચો : જૂનાગઢ : 21મી સદીમાં પણ બાળલગ્નનું દૂષણ! એક નહીં બે-બે ઠેકાણે થવાનું હતું 'પાપ'

  જોકે, કેસમાં ચોકી પ્રભારી માણિકપુર અશોક પાંડેએ જણાવ્યું કે આ ઘટનાનો કેસ નોંધાયો છે. મહિલા સામે પૉક્સો સહિતની કલમો સામે કેસ નોંધવામાં આવ્યો છે. મહિલાને કોર્ટમાં રજૂ કરી અને જેલમાં મોકલી દેવામાં આવી છે.

  આ પણ વાંચો : અમદાવાદ : કેન્યાની યુવતી દેહ વ્યાપાર માટે આવી હતી, ક્રાઈમ બ્રાન્ચને જણાવ્યું કેવી રીતે મળ્યો હતો ગ્રાહક

  આમ દેશના છત્તીસગઢની આશ્ચર્યચકિત ઘટનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. પોતાનાથી અડધી ઉંમરના સગીર સાથે મહિલા કેવી રીતે સંપર્કમાં આવી, બંને વચ્ચે ક્યા પ્રકારનો સંબંધ બંધાયો હતો અને શા માટે તે ઘર છોડીને ભાગ્યા આ તમામ બાબતો પોલીસ તપાસના અંતે જ સામે આવશે.
  Published by:Jay Mishra
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ