અપહરણ બાદ કિશોરીને 7 મહિનામાં 7 વખત અલગ અલગ રાજ્યમાં વેચવામાં આવી, કિશોરીનો આપઘાત
પ્રતીકાત્મક તસવીર
છત્તીસગઢની કિશોરીને છેલ્લા સાત મહિના પહેલા બબલૂ કુશવાહ નામના માનસિક અસ્થિત યુવક સાથે પરણાવવામાં આવી હતી, બબલૂના પિતાએ કિશોરીને 70 હજાર આપીને ખરીદી હતી.
ભોપાલ: છત્તસગઢની એક 18 છોકરી પર અમાનુષી અત્યાચાર અને હ્યુમન ટ્રાફિકિંગ (Human trafficking)નો ભયંકર કિસ્સો સામે આવ્યો છે. જોકે, છોકરીને ગયા વર્ષે જ આપઘાત કરી લીધો હતો. આ યુવતીને ગત વર્ષે મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં સાત વખત વેચવામાં આવી હતી. ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં યુવતીએ આપઘાત (Suicide) કરી લીધો હતો. આ કેસમાં પોલીસે આઠ લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં છત્તીસગઢ ( Chhatisgarh), મધ્ય પ્રદેશ (Madhya Pradesh) અને ઉત્તર પ્રદેશની પોલીસ તપાસ કરી રહી છે. આ કેસમાં પોલીસ હાલ બબલૂ કુશવાહ નામના યુવકની શોધખોળ કરી રહી છે. છેલ્લા બબલૂ સાથે યુવતીને બળજબરીથી લગ્ન (Marriage) કરાવવામાં આવ્યા હતા. જે બાદમાં યુવતીએ આપઘાત કરી લીધો હતો.
છત્તીસગઢના જાશપુર જિલ્લામાં એક સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદમાં અપહરણકારોએ તેના માતાપિતાને પૈસા માટે ફોન કર્યો હતો. જે બાદમાં હ્યુમન ટ્રાફિકિંગના આખા નેટવર્કનો પર્દાફાશ થયો હતો. અપહરણકર્તાઓએ એવું જણાવ્યું હતું કે જો તેઓ પૈસા નહીં ચૂકવે તો તેઓ કિશોરીને મારી નાખશે.
સગીરા છત્તીસગઠના જાશપુર ખાતે રહેતી હતી અને ખેતી કામમાં તેના પિતાના મદદ કરતી હતી. જે બાદમાં એક સંબંધી તેને નોકરી અપાવવાના બહાને મધ્ય પ્રદેશના છત્તરપુર ખાતે લઈ ગયો હતો. અહીંથી કિશોરીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદમાં પરિવારે પોલીસને જાણ કરી હતી. બીજી તરફ અપહરણકારોએ કિશોરીના માતાપિતાને ફોન કરીને પૈસાની માંગણી કરી હતી. જો ખંડણી નહીં આપે તો કિશોરીની હત્યા કરી નાખવાની ધમકી આપી હતી.
આ કેસમાં સગીરાના દૂરના સંબંધી એવા પંચમ સિંઘ અને તેની પત્નીની પોલીસે ધરપકડ કરી હતી. બંનેએ પૂછપરછમાં ખુલાસો કર્યો હતો કે બંનેએ નોકરી આપવાના બહાને છોકરીને જાશપુરથી છત્તરપુર ખાતે લાગ્યા હતા.
જે બાદમાં યુગલે આ છોકરીને 20 હજાર રૂપિયામાં કલ્લુ રાઇક્વારને વેચી દીધી હતી. કલ્લુ છત્તરપુરનો રહેવાશી હતો. યુવતીને છેલ્લે જે યુવકે ખરીદી હતી તેનું નામ સંતોષ કુશવાહ હતો. જે ઉત્તર પ્રદેશના લલીતપુરનો હતો. સંતોષે છોકરીને ખરીદવા માટે 70 હજારની ચૂકવણી કરી હતી.
જે બાદમાં કિશોરીના બળજબરીથી બબલૂ કુશવાહા સાથે લગ્ન કરાવવામાં આવ્યા હતા. બબૂલે સંતોષનો દીકરો હતો. બબલૂની માનસિક હાલત સારી ન હતી. જે બાદમાં કિશોરીએ ગત વર્ષે લલીતપુર ખાતે આપઘાત કરી લીધો હતો.
" isDesktop="true" id="1070688" >
છત્તરપુર પોલીસને આશંકા છે કે આવી રીતે અન્ય કિશોરીઓને પણ અપહરણ કરીને વેચી દેવામાં આવી હોઈ શકે છે. પોલીસને આશંકા છે કે છત્તીસગઢ અને મધ્યા પ્રદેશના આદિવાસી વિસ્તારોમાંથી યુવતીઓનું અપહરણ કરીને તેમને બીજા રાજ્યોમાં વેચી દેવાનું નેટવર્ક ચાલી રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર