જન્માષ્ટમીનો ઉપવાસ કરવાં બદલ છત્તીસગઢનાં શિક્ષકે વિદ્યાર્થીઓને માર્યો માર, ભગવાન માટે વાંધાજનક ભાષાનો કર્યો ઉપયોગ

જન્માષ્ટમીનો ઉપવાસ કરવાં બદલ છત્તીસગઢનાં શિક્ષકે વિદ્યાર્થીઓને માર્યો માર

છત્તીસગઢનાં કોડાગાંવ જિલ્લાની સરકારી શાળામાં ભણાવતા (Chhattisgarh school teacher beats students) શિક્ષક ચરણ માર્કમ પર માત્ર વિદ્યાર્થીઓને માર મારવાનો આરોપ નથી પણ હિંદુ ભગવાન વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીઓ કરવાનો પણ આરોપ છે. આ મામલે શિક્ષક ચરણ માર્કમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ (school teacher suspended for beating students) કરી દેવામાં આવ્યા છે.

  • Share this:
    રાયપુર, છત્તીસગઢ: છત્તીસગઢનાં કોંડાગાંવ જિલ્લામાં એક સરકારી શાળાના શિક્ષકે જન્માષ્ટમીના તહેવાર પર ઉપવાસ કરવા (Chhattisgarh school teacher beats students for keeping fast on Janmashtami) બદલ ધોરણ 7 અને 8 ના વિદ્યાર્થીઓને માર માર્યો હતો. શિક્ષક ચરણ માર્કમ માત્ર વિદ્યાર્થીઓને માર મારી અટક્યા નહીં તેમણે હિંદુ ભગવાન માટે વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીઓ પણ કરી (Chhattisgarh govt school teacher makes objectionable comments against Hindu God) હતી. જેથી તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. માર્કમ ગિરોલા ગામ પંચાયત હેઠળ બુંદાપરાની સરકારી માધ્યમિક શાળામાં શિક્ષક છે.

    આ પણ વાંચો-Rohtak Murder Case: માતા-પિતા, બહેન અને નાનીની હત્યા કર્યા બાદ મિત્રો સાથે કરી પાર્ટી, ઇનસાઇડ સ્ટોરી

    આ મામલે કોંડાગાંવના કલેકટર પુષ્પેન્દ્રકુમાર મીણાએ જણાવ્યું હતું કે, શિક્ષકની વિરુદ્ધ ફરિયાદની પ્રાથમિક તપાસના આદેશ (Chhattisgarh Govt school teacher suspended for beating students) આપવામાં આવ્યા છે. ગામ પંચાયત અને સ્થાનિક ગ્રામજનોએ ફરિયાદ કરી હતી કે માર્કમે મંગળવારે જન્માષ્ટમીના ઉપવાસ કરવા બદલ શાળામાં ધોરણ 7 અને 8 ના કેટલાક વિદ્યાર્થીઓને કથિત રીતે માર માર્યો હતો અને ભગવાન કૃષ્ણ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. આ મામલે ગ્રામજનોએ આરોપીનાં ગુનાનો પુરાવો આપતાં ઓડિયો અને વિડિયો પુરાવા રજૂ કર્યા હતા.

    આ પણ વાંચો-શ્મશાન ભૂમિમાં સિદ્ધાર્થ-સિદ્ધાર્થની બૂમો પાડતી નજર આવી શહનાઝ, VIDEO જોઇ તુટી ગયું ફેન્સનું દિલ

    આ વીડિયો સામે આવ્યાં બાદ એક સરકારી અધિકારીને તપાસ કરવા મોકલવામાં આવ્યા હતા અને અધિકારીનાં રિપોર્ટના આધારે શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે આ રિપોર્ટ પોલીસને આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવ્યો છે. સસ્પેન્શન ઓર્ડર મુજબ, “ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવી અને સમાજમાં નફરત ફેલાવવી ગંભીર ગેરવર્તણૂકની શ્રેણી હેઠળ આવે છે. તમારું (માર્કમ) કાર્ય છત્તીસગઢ સિવિલ સર્વિસનાં નિયમો 1965 ની વિરુદ્ધ છે.”

    આ પણ વાંચો-સિદ્ધાર્થની માતા અને શહનાઝ રડી રડીને થઇ અડધી, ઠાઠડી બાંધવાંમાં થઇ મુશ્કેલી જુઓ PHOTOS

    અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, જન્માષ્ટમી સોમવારે ઉજવવામાં આવી હતી અને બીજા દિવસે જ્યારે વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા ત્યારે માર્કમે પૂછ્યું કે તેમાંથી કેટલા લોકોએ તહેવાર દરમિયાન ઉપવાસ કર્યા હતા અને ધાર્મિક વિધિઓ કરી હતી. તેમણે કહ્યું કે જે વિદ્યાર્થીઓએ સમર્થન દર્શાવતા હાથ ઊંચા કર્યા તેમને કથિત રીતે માર મારવામાં આવ્યો હતો.

    તો બીજી તરફ એક આદિવાસી સંગઠન દ્વારા માર્કમ સાથે થયેલી ગેરવર્તણૂક પર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, કથિત રિપોર્ટમાં માર્કમ પર સ્થાનિક રહેવાસીઓએ હુમલો કર્યો હતો.

    આ પણ વાંચો-PHOTOS: સિદ્ધાર્થ શુક્લાનાં અંતિમ દર્શન માટે આવી શહનાઝ ગીલ, તેને જોઇ ફેન્સ રડી પડ્યાં

    અમને જિલ્લા વહીવટીતંત્રનો રિપોર્ટ અને સ્થાનિક ગ્રામજનો દ્વારા શિક્ષક વિરુદ્ધ ફરિયાદ મળી છે.આ ઉપરાંત, આદિવાસી સમુદાયોના સંગઠન સર્વ આદિવાસી સમાજ તરફથી પ્રતિ -ફરિયાદ મળી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે શિક્ષકે સ્થાનિક લોકો સાથે છેડછાડ કરી હતી.

    (પીટીઆઈના ઇનપુટ્સ સાથે)
    Published by:Margi Pandya
    First published: