હકીકતમાં જોઈએ તો, છત્તીસગઢના કોરબા જિલ્લાની રહેવાસી 21 વર્ષિય તનુ કુર્રે રાયપુરની પ્રાઈવેટ બેન્કમાં જોબ કરતી હતી. તે 21 નવેમ્બરે પોતાના મિત્ર સચિન અગ્રવાલ સાથે બાલંગીર જવા નિકળી હતી. પણ ત્યાર બાદ તનુના પરિવારે તેની સાથે વાત કરવાની કોશિશ કરી, પણ ફોન પર તેની વાત થઈ શકી નહીં.
રાયપુર: છત્તીસગઢમાં પણ શ્રદ્ધા જેવી નિર્મમ હત્યાનો મામલો સામે આવ્યો છે. ફરક એટલો જ છે કે, શ્રદ્ધા કેસમાં આરોપીએ જ્યાં હત્યા બાદ લાશના ટુકડા કરી નાખ્યા હતા, જ્યાં આ કેસમાં પહેલા યુવકે ગર્લફ્રેન્ડને જંગલમાં ગોળી મારી, બાદમાં પુરાવા નષ્ટ કરવા માટે લાશ સળગાવી દીધી હતી. આરોપીએ પ્રેમિકાને છત્તીસગઢના રાયપુરથી ઓડિશામાં લઈ જઈને આ સમગ્ર હત્યાકાંડને અંજામ આપ્યો હતો, પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે. તો આવો જાણીએ આ સમગ્ર મામલો શું છે.
હકીકતમાં જોઈએ તો, છત્તીસગઢના કોરબા જિલ્લાની રહેવાસી 21 વર્ષિય તનુ કુર્રે રાયપુરની પ્રાઈવેટ બેન્કમાં જોબ કરતી હતી. તે 21 નવેમ્બરે પોતાના મિત્ર સચિન અગ્રવાલ સાથે બાલંગીર જવા નિકળી હતી. પણ ત્યાર બાદ તનુના પરિવારે તેની સાથે વાત કરવાની કોશિશ કરી, પણ ફોન પર તેની વાત થઈ શકી નહીં. તનુના પરિવારનો આરોપ છે કે સચિન ઓડિશા પહોંચ્યા બાદ તે પરિવાર સાથે વાત કરવા દેતો નહોતો. જો કે, તનુની હત્યા બાદ પરિવારને દગો આપવા માટે તેમની સાથે ચૈટ પર વાત કરતો રહેતો.
તનુના પરિવારે જ્યારે સંપર્ક નહોતો થતો ત્યારે તેમણે રાયપુર પોલીસ પાસે જઈને ગુમ થવાની ફરિયાદ નોંધાવી. તપાસ દરમિયાન રાયપુર પોલીસને જાણવા મળ્યું કે, બાલંગીરમાં એક સળગેલી હાલતમાં લાશ મળી આવી છે. લાશના ફોટાના આધારે પરિવારે તનુને ઓળખી લીધી. ત્યાર બાદ બાલંગીર પોલીસે મામલો નોંધીને તપાસ શરુ કરી દીધી. પોલીસને સૌથી પહેલો શક પ્રેમી સચિન અગ્રવાલ હતો.
અન્ય સાથે સંબંધ હોવાની શંકાએ હત્યા કરી નાખી
સચિન અગ્રવાલ સતત પોતાનું લોકેશન બદલતો રહેતો. પોલીસે ફોનના લોકેશનના આધાર પર તેની ધરપકડ કરી લીધી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સાછે પુછપરછમાં હત્યાની વાત કબૂલી લીધી છે. આરોપીએ પૂછપરછમાં જણાવ્યું છે કે, તેને શક હતો કે, તનુ અન્ય કોઈ સાથે સંબંધમાં હતી, અને તેના જ કારણે તે તનુને ફરવાના બહાને બાલંગીર લઈને આવ્યો હતો. તેણે તનુને જંગલમાં લઈ જઈને હત્યા કરી નાખી. ત્યાર બાદ લાશ પર પેટ્રોલ નાખીને સળગાવી દીધી.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર