રાયપુરથી પસાર થતી 12 લોકલ ટ્રેનો 17 નવેમ્બર સુધી રદ્ રહેશે, આ છે કારણ

News18 Gujarati
Updated: November 11, 2019, 1:00 PM IST
રાયપુરથી પસાર થતી 12 લોકલ ટ્રેનો 17 નવેમ્બર સુધી રદ્ રહેશે, આ છે કારણ
પ્રતિકાત્મક તસવીર

છત્તીસગઢ (Chhattisgarh) માં લોકલ ટ્રેન (Local Train) થી પ્રવાસ કરનારા યાત્રીની તકલીફ 10 થી 17 નવેમ્બર સુધી વધેલી જણાશે.

  • Share this:
દેવવ્રત ભગત, રાયપુર- છત્તીસગઢ (Chhattisgarh) માં લોકલ ટ્રેન (Local Train) થી પ્રવાસ કરનારા યાત્રીની તકલીફ 10 થી 17 નવેમ્બર સુધી વધેલી જણાશે. રવિવારથી 17 નવેમ્બર સુધી રાજધાની રાયપુર (Raipur) થી પસાર થતી 12 લોકલ ટ્રેનો રદ્ કરવામાં આવી છે. 17 નવેમ્બર સુધી ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓને મુશ્કેલીઓ વધી જશે. રેલવે (Railway) થી મળતી માહિતી અનુસાર, આ દરમિયાન 21 ટ્રેનો ચાર દિવસ સુધી પ્રભાવિત રહેશે. તેમાં10, 11, 13 અને 16 નવેમ્બરે અલગ-અલગ તારીખોમાં ટ્રેનો કેન્સલ રહેશે.

રેલવે (Railway) મેનેજમેન્ટથી મળેલી માહિતી અનુસાર, બિલાસપુર (Bilaspur) પાસે ચુચુહિયાપારા ફાટક પર અન્ડરબ્રીજ બનાવવાનું કામ ચાલુ છે. આ કારણોસર અહીં ટ્રેનોને બ્લોક કરવામાં આવી છે. બ્લોકના સમય દરમિયાન અંડરબ્રીજના બૉક્સોને કટ અને કવર પદ્ધતિથી પાટાની નીચે શિફ્ટ કરવામાં આવશે. આ કારણે રોજ સફર કરતા યાત્રિઓને કેટલાક દિવસો સુધી તકલીફોનો સામનો કરવો પડશે.

આ ટ્રેનો રહેશે પ્રભાવિત

10, 13 અને 17 નવેમ્બરે કોરબા-રાયપુર હસદેવ એક્સપ્રેસ રદ્ રહેશે. તેજ રીતે 10, 13 અને 16 નવેમ્બરે રાયપુર-કોરબા હરસદેવ એક્સપ્રેસ પણ નહીં દોડે. 12 નવેમ્બરે રાયપુર-ગેવરારોડ પેસેન્જર રદ્ રહેશે. 10 અને 13 નવેમ્બરે ગેવરરોડ-રાયપુર પેસેન્જર નહીં દોડે. 10, 13 અને 16 નવેમ્બરે બંને રુટની બિલાસપુર-ગેવરારોડ મેમૂ રદ્ થાય છે. આ રીતે 16 નવેમ્બરના રોજ બિલાસપુર-ગેવરારોડ મેમૂ બંને રુટ રદ્ થશે. 10, 13 અને 16 નવેમ્બરે બંને રૂટ પર બિલાસપુર-રાયગઢ મેમૂ રદ્દ રહેશે. આ સિવાય અનિય ટ્રોને પણ પ્રભાવિત રહેશે.

બહુ જ છીંકો આવતી હોય ત્યારે આ 5 ચીજો ખાવાથી મળશે રાહત

સીટબેલ્ટ ન પહેરનાર કારચાલકને રોક્યો, તો પીધેલી હાલતમાં પોલીસ પર ચઢાવી દીધી કારજાણો અયોધ્યામાં વિવાદિત જમીન પર આવેલ નિર્ણય પર વિદેશી મીડિયાએ શું કહ્યું?

વાતાવરણ બદલાઈ જવા પર વધી જાય છે સાયનસની તકલીફ, જાણો તેનો ઈલાજ
First published: November 11, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading