કોરબા: કઠણ કાળજાનો માણસ પણ કંપી ઉઠે તેવો બનાવ છત્તીસગઢ રાજ્ય (Chhattisgarh state)ના કોરબા જિલ્લા (Korba district)માં બન્યો છે. અહીં છ લોકોએ એક 16 વર્ષની કિશોરી પર બળાત્કાર (Rape) ગુજાર્યો હતો. આ લોકોની હેવનીયત આટલેથી અટકી ન હતી. બળાત્કાર બાદ નરાધમોએ કિશોરી અને તેના પરિવારના અન્ય બે સભ્યોને લાકડી અને પથ્થરો મારીને હત્યા કરી નાખી હતી. જે બાદમાં ત્રણેયને જંગલ (Forest)માં ફેંકી દીધા હતા. આ મામલે પોલીસે છ નરાધમોની ધરપકડ કરીને વધારે તપાસ શરૂ કરી છે. આરોપીઓએ કિશોરી, તેના પિતા અને તેની ભત્રીજીની લાકડી અને પથ્થરો મારીને હત્યા કરી નાખી હતી.
આ બનાવ કોરબા જિલ્લાના ગધુપ્રોડા ગામ ખાતે 29મી જાન્યુઆરીના રોજ બન્યો હતો. જોકે, આ મામલો મંગળવારે રાત્રે ઉજાગર થયો હતો. આ મામલે છ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. કોરબા એસપી અભિષેક મીનાના જણાવ્યા પ્રમાણે આરોપીઓની ઓળખ 45 વર્ષીય સંતરામ મંજવાર, 29 વર્ષીય અબ્દુલ જબ્બાર, 20 વર્ષીય અનિલ કુમાર સારથી, 35 વર્ષીય પરદેશી રામ પાનિકા, 25 વર્ષીય આનંદ રામ પાનિકા અને 21 વર્ષીય ઉમાશંકર યાદવ તરીકે કરવામાં આવી છે. તમામ લોકો કોરબા જિલ્લાન સતરેંગા ગામના વતની છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે પીડિત વ્યક્તિ (કિશોરીના પિતા) બરપની ગામના વતની છે. આ ગુનામાં મુખ્ય આરોપી રહેલા મંજવારના ઘરે તેઓ ગત વર્ષે જુલાઈ મહિનાથી ગોવાળ તરીકે કામ કરતા હતા.
પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે 29મી જાન્યુઆરીના રોજ આરોપી મંજવાર પીડિત વ્યક્તિ તેની દીકરી અને તેની પ્રપૌત્રીને બાઇક પર તેના ગામ છોડવા માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં તેણી બાઇક ઊભું રાખ્યું હતું અને દારૂનું સેવન કર્યું હતું. અન્ય આરોપીઓ પણ તેની સાથે જોડાયા હતા.
જે બાદમાં આરોપીએ ત્રણેયને નજીકના જંગલમાં લઈ ગયા હતા. અહીં મંજવાર અને અન્ય આરોપીઓએ કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર બાદ આરોપીઓએ લાકડી અને પથ્થરો મારીને ત્રણેયની હત્યા કરી નાખી હતી અને તેમના મૃતદેહોને જંગલમાં જ ફેંકી દીધા હતા. પોલીસે જણાવ્યું હતું કે, "મૃતકના પુત્રએ ગુમ થવાની ફરિયાદ આપ્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને શંકાને આધારે આરોપીઓની પૂછપરછ શરૂ કરી હતી."
આરોપીઓના નિવેદન બાદ પોલીસ બનાવ બન્યો હતો તે સ્થળ પર પહોંચી હતી અને જોયું તો ઘાયલ કિશોરી જીવતી હતી અને બાકીના બે લોકોનાં મોત થઈ ગયા હતા. તેણીને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ આ દરમિયાન તેણીનું નિધન થઈ ગયું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર