ભાઇએ સગી બહેન પર બળાત્કાર કરીને ગર્ભવતી બનાવી, હવે કોર્ટે સંભળાવી સજા

આરોપીએ પોતાની જ નાની સગી બહેન પર બળાત્કાર (Rape News)કર્યો હતો (પ્રતિકાત્મક તસવીર)

Rape News- ભાઈએ ડરાવી-ધમકાવીને બહેનને ચૂપ કરાવી દીધી , પીડિતાએ નવજાત શિશુને જન્મ આપ્યો તો આરોપીએ પોલીસને સૂચના આપ્યા વગર દફનાવી દીધું હતું

 • Share this:
  બાલોદ, છત્તીસગઢ : છત્તીસગઢના (Chhattisgarh)બાલોદ (Balod) જિલ્લામાં બળાત્કારના (Rape)એક આરોપીને કોર્ટે (Court)10 વર્ષની સજા સંભળાવી છે. આરોપીએ પોતાની જ નાની સગી બહેન પર બળાત્કાર (Rape News)કર્યો હતો. આરોપીએ એક-બે વખત નહીં પણ ઘણી વખત પોતાની બહેન સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા. ભાઈ તરફથી સતત ઘણી વખત કરવામાં આવેલા બળાત્કારથી બહેન ગર્ભવતી બની ગઈ હતી. જોકે તેના ભાઈએ ડરાવી-ધમકાવીને તેને ચૂપ કરાવી દીધી હતી. પીડિતાને નવજાત શિશુને જન્મ આપ્યો તો આરોપીએ પોલીસને સૂચના આપ્યા વગર દફનાવી દીધું હતું. નવેમ્બર 2016ના આ મામલામાં બાલોદ જિલ્લા વિશેષ ન્યાયધીશે (પોક્સો) હવે સજા સંભળાવી છે.

  કોર્ટે આરોપીને 10 વર્ષની સજા સાથે 5 હજાર રૂપિયાના દંડની સજા પણ સંભળાવી છે. આ ઘટના બની તે સમયે આરોપીની ઉંમર 19 વર્ષની હતી. જ્યારે પીડિતા સગીર હતી. જ્યારે ઘરમાં માતા-પિતા હાજર ન રહેતા હતા ત્યારે આરોપી રમવાના બહાને પોતાની બહેનને રૂમમાં લઇ જતો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બનાવતો હતો. ઘણી વખત શારિરીક સંબંધ બનાવ્યા પછી પીડિતા ગર્ભવતી બની હતી. આ પછી પ્રવસ પીડા થવા પર સગીરને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યા તેણે મૃત બાળકને જન્મ આપ્યો હતો. મામમો હોસ્પિટલમાં જવાથી પોલીસને પણ સૂચના આપવામાં આવી હતી. બીજી તરફ આરોપી ભાઇએ નવજાત શિશુનં દફનાવી દીધું હતું.

  આ પણ વાંચો - પ્રાઇવેટ પાર્ટમાં ગોલ્ડ પેસ્ટ સંતાડીને દિલ્હી લાવવા માંગતો હતો તસ્કર, આવી રીતે ઝડપાયો

  પહેલા પોલીસને જણાવી ખોટી કહાની

  પોલીસ પહોંચી તો તેમણે પીડિતાનું નિવેદન લીધું હતું. જેમાં તેણે જણાવ્યું કે તે કોઇ કામ માટે ખેતરમાં ગઈ હતી. આ દરમિયાન એક અજાણ્યા વ્યક્તિએ મો પર કપડું બાંધીને બળાત્કાર કર્યો હતો. જેના કારણે તેનો માસિક ધર્મ અટકી ગયો હતો. પોલીસને નિવેદન પર શંકા ગઈ તો તેમણે મૃત નવજાતની લાશ બહાર કાઢી અને ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો. તે સમયે સાચી જાણકારી બહાર આવી હતી. આ પછી પીડિતાએ કહ્યું કે ભાઈના ડર અને સમાજમાં ટિકા થવાના કારણે તેણે ખોટી જાણકારી પોલીસને આપી હતી. તેણે પોતાના માતા-પિતાને ભાઈને કરતૂત જણાવી ન હતી.
  Published by:Ashish Goyal
  First published: