Chhattisgarh Maoist Attack: નક્સલી હુમલામાં 24 જવાન શહીદ, જાણો એન્કાઉન્ટરની કહાની જવાનોની જુબાની

ઘાયલ જવાનોએ જણાવી અથડામણની કહાની.

છત્તીસગઢ (Chhattisgarh)ના બીજાપુર અને સુકમાં જિલ્લામાં બોર્ડર (Bijapur and Sukma Border) પર નક્સલીઓ સાથે થયેલી અથડાણમાં 24 જવાન શહીદ થયા છે. આ ઘટના અંગે ઘાયલ જવાને ન્યૂઝ18 સાથે વાતચીત કરતા સંપૂર્ણ કહાની જણાવી હતી.

  • Share this:
    રાયપુર: બીજાપુર નક્સલી અથડામણમાં અત્યારસુધી 24 જવાન શહીદ થયા છે. છત્તીસગઢ (Chhattisgarh)ના બીજાપુર અને સુકમાં જિલ્લામાં બોર્ડર (Bijapur and Sukma Border) પર થયેલી ઘટનાને 400થી વધારે નક્સલીઓએ અંજામ આપ્યો હતો. જોકે, આ દરમિયાન જવાનોએ નક્સલી (Naxalites)ઓને પાછળ ધકેલતા ખૂબ સારી લડત લડી હતી. આ અથડામણમાં ઘાયલ થયેલા 13 જવાનની પાટનગર રાયપુર (Raipur) ખાતે સારવાર ચાલી રહી છે. જે જવાનોને ગોળી વાગી છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આગામી દિવસોમાં જો આવી અથડામણ થશે તો તેઓ ફરીથી નક્સલીઓ સામે લડવા માટે તૈયાર છે. તેઓ બિલકુલ પાછા નહીં હટે.

    ન્યૂઝ18 સાથે વાતચીત કરતા જવાનોએ પોતાના ઇરાદા સ્પષ્ટ કર્યાં છે. ઘાયલ જવાન બલરામનું કહેવું છે કે આધુનિક હથિયારોની સાથે સાથે નક્સલીઓ જાતે બનાવેલા દારૂગોળાથી હુમલો કરી રહ્યા હતા. જવાન બલરામના પેટમાં ગોળી વાગી છે. અન્ય એક જવાન દેવ પ્રકાશને પીઠના ભાગે ગોળી વાગી છે. આ ગોળી હજુ ફસાયેલી છે. આ ઉપરાંત સેકન્ડ ઇન કમાન્ડર સંદીપ દ્વિવેદીને છાતીમાં બે ગોળી વાગી છે.

    આ પણ વાંચો:  અમેરિકાના વૈજ્ઞાનિકની ચેતવણી- 'આગામી બે અઠવાડિયામાં કોરોના હાહાકાર મચાવશે'

    ઘાયલ જવાનોએ કહી આ વાત

    ઘાયલ જવાન બલરામે ન્યૂઝ 18 સાથે વાતચીત કરતા કહ્યુ કે, શનિવારે સવારે તેઓ ટાર્ગેટ હીટ કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અમને માલુમ પડ્યું કે નક્સલીઓ અમને ટ્રેક કરી રહ્યા છે અને તેઓ ખૂબ મોટી સંખ્યામાં છે. જે બાદમાં અમે એક ટેકરી પર પોઝિશન લઈ લીધી હતી અને ઑલરાઉન્ડ ડિફેન્સ લગાવીને બેસી ગયા હતા. જેના થોડા સમય પછી નક્સલીઓએ હુમલો કર્યો હતો. તેઓ અત્યાધુનિક હથિયારોની સાથે સાથે જાતે બનાવેલા દારૂગોળાથી હુમલો કરી રહ્યા હતા.

    જવાન બલરામે જણાવ્યું કે, અમે તેમનો સામનો કરતા રહ્યા હતા અને તેમને ભગાડવા માટે તમામ તાકાત લગાવી દીધી હતી. એટલું જ નહીં, પ્લેન વિસ્તારમાં અમે તેમને અનેક કિલોમીટર પાછળ ધકેલી દીધા હતા. આ દરમિયાન અમને પણ નુકસાન થયું હતું. સાથે સાથે નક્સલીઓને પણ મોટું નુકસાન થયું છે.

    આ પણ વાંચો: અનોખી પ્રેમગાથા: રાજસ્થાનના 82 વર્ષના વૃદ્ધને 50 વર્ષ જૂનો ઓસ્ટ્રેલિયન પ્રેમ ફરી મળ્યો

    અન્ય એક જવાન દેવ પ્રકાશે જણાવ્યું કે, આ ઘટના દરમિયાન અમે ચારેતરફથી ઘેરાઈ ગયા હતા. તેઓ ગોળીબારની સાથે સાથે ગોળા પણ ફેંકી રહ્યા હતા. આ દરમિયાન અમે એક તરફ ફાયરિંગ કરીને આગળ વધ્યા હતા. જોકે, તેઓ અમારો પીછો કરી રહ્યા હતા. આ દરમિયાન નક્સલીઓને પણ મોટું નુકસાન થયું છે. જોકે, તેઓએ ડેડબોડી લેવા દીધી ન હતી. દેવ પ્રકાશે જણાવ્યું કે જો ફરીથી મોકો મળશે તો તે નક્સલીઓને ઠાર કરશે.

    આ અંતિમ હુમલો છે: મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ

    આ ઘટનામાં ઘાયલ થયેલા જવાનોને મળવા માટે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ હૉસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ઘાયલ જવાનોના હાલચાલ પૂછ્યા હતા. સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, નક્સલીઓનો સફાયો કરવાનું અભિયાન ચાલુ જ રહેશે, આ અંતિમ હુમલો છે.

    આ પણ વાંચો: મુંબઈની આધેડ મહિલાને ટિકટૉકના માધ્યમથી થયો બિહારના તરુણ સાથે પ્રેમ, લગ્ન કરવા પહોંચી બિહાર!

    25-30 નક્સલી ઠાર

    ડીજી સીઆરપીએફ કુલદીપ સિંહે જણાવ્યું કે, આ ઘટનામાં 24 જવાન શહીદ થયા છે. જ્યારે નક્સલીઓને પણ મોટું નુકસાન થયું છે. આ અથડામણ દરમિયાન 25થી 30 નક્સલીઓ ઠાર મરાયા છે.
    Published by:Vinod Zankhaliya
    First published: