OMG: બે હાથ નથી પણ પગથી લખીને આપે બોર્ડની પરીક્ષા, મોતીના દાણા જેવા છે તેના અક્ષર
બે હાથ નથી, પણ પગથી લખે છે પરીક્ષાના પેપર
અંબિકાપુરના ગ્રામ ડિગમામાં રહેતા 17 વર્ષિય મહેશ સિંહ જે નાનપણથી જ દિવ્યાંગ છે. મહેશ એકને હાથ નથી અને બીજો હાથ અવિકસિત છે. મહેશને ભણવાનો ભારે શોખ છે. એટલા માટે હાથ ન હોવા છતાં પણ તે પગની મદદથી ભણી રહ્યો છે. મહેશનું લખાણ એટલું સુંદર છે કે, જેને જોઈને સામાન્ય લોકોને પણ પોતાના અક્ષર જોઈને શરમ આવે.
અંબિકાપુર: સમાજમાં અમુક લોકો એવા પણ હોય છે, જેમની પાસે બધું જ હોવા છતાં જીવન જીવવાનો કોઈ ઉદ્દેશ્ય હોતો નથી.પણ અમુક લોકો એવા પણ છે, જેમની પાસે કંઈ નથી હોતું તેમ છતાં પણ આફતને અવસરમાં બદલવાની કળા જાણતા હોય છે. આવા જ એક વિદ્યાર્થી સાથે અમે આપને ભેટો કરાવીશું. જેની પાસે હાથ નથી. ભણવાનું જૂનુન એટલું છે કે, પગને પોતાના હાથ બનાવી લીધા છે. તે આ પગથી લખીને 12માં ધોરણ બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે.
અંબિકાપુરના ગ્રામ ડિગમામાં રહેતા 17 વર્ષિય મહેશ સિંહ જે નાનપણથી જ દિવ્યાંગ છે. મહેશ એકને હાથ નથી અને બીજો હાથ અવિકસિત છે. મહેશને ભણવાનો ભારે શોખ છે. એટલા માટે હાથ ન હોવા છતાં પણ તે પગની મદદથી ભણી રહ્યો છે. મહેશનું લખાણ એટલું સુંદર છે કે, જેને જોઈને સામાન્ય લોકોને પણ પોતાના અક્ષર જોઈને શરમ આવે.
3 કલાકમાં આખુ પેપર લખી નાખે છે મહેશ
મહેશ આ વર્ષે છત્તીસગઢ માધ્યમિક શિક્ષણ મંડળ દ્વારા આયોજીત 12માં ધોરણ બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે. મહેશે જણાવ્યું કે, તેના બધા પેપર સારા ગયા છે. પરીક્ષા જરાં પણ અઘરી નહોતી. મહેશે જણાવ્યું છે કે, તે પગથી ધીમે ધીમે લખે છે. પણ 3 કલાકમાં પેપર સરળતાથી લખી લે છે. મહેશ આજ સુધીમાં એકેય ધોરણમાં નાપાસ થયો નથી.
ખેતરમાં પણ કામ કરે છે મહેશ
મહેશ પોતાની મા, દાદી અને જીજા સાથે રહે છે. મહેશનું સપનું છે કે તે ભણી ગણીને શિક્ષક બને. એટલા માટે તે તનતોડ મહેનત કરે છે. પરીક્ષામાં સારા માર્ક્સ સાથે પાસ પણ થાય છે. મહેશના જીજા દુર્યોધન સિંહ ટેકામે જણાવ્યું કે, મહેશ ખૂબ જ પ્રતિભાશાળી છે. તે મહેનતી પણ છે. તે ભણવાની સાથે સાથે ખેતરમાં પણ કામ કરે છે.
મહેશ પોતાની સ્કૂલ ચાલતા ચાલતા જાય છે. હાલમાં પરીક્ષા કેન્દ્ર થોડુ દૂર હોવાથી થોડી તકલીફ પડે છે. પણ પુરા જોશ સાથે જ તે પરીક્ષા આપવા જાય છે. પરીક્ષા આપીને ખુશી ખુશી તે ઘરે પાછો આવે છે. અફસોસ એ વાતનો છે કે, પ્રશાસન અને સરકાર તરફથી હજૂ સુધી મહેશને કોઈ મદદ મળી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર