Home /News /national-international /

ભાઈથી નારાજ થઈ ઘરેથી નીકળેલી યુવતી પર ગેંગરેપ, પંચાયતે પીડિતાને જ દંડ ફટકાર્યો

ભાઈથી નારાજ થઈ ઘરેથી નીકળેલી યુવતી પર ગેંગરેપ, પંચાયતે પીડિતાને જ દંડ ફટકાર્યો

પ્રતિકાત્મક તસવીર

પંચાયતે આ ઘટનાના બે આરોપીએને 5-5 હજારનો દંડ ફટકાર્યો છે. પોલીસ ફરિયાદમાં આરોપી યુવકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

    જશપુર- છત્તીસગઢ (Chhattisgarh) ના જશપુર નગર (Jashpur) માં (Gang Rape) પીડિતા પર પંચાયત દ્વારા પેનલ્ટી (Penalty) ની ઘટના આવી છે. પીડિતાએ પંચાયત પર 5 હજાર રૂપિયાનો દંડ લગાવવાનો આપોપ લગાવ્યો છે. પીડિચાનો આરોપ છે કે પોલીસ ફરિયાદ કરી પછી તેના વિરુદ્ધ પગલું ભરવામાં આવ્યું. પંચાયતે આ ઘટનાના બે આરોપીએને 5-5 હજારનો દંડ ફટકાર્યો છે. પોલીસ ફરિયાદમાં આરોપી યુવકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

    ભાઇ સાથે ઝઘડા બાદ વિવાદ
    કોટવાલી પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલી ફરિયાદ અનુસાર, વિસ્તારની 23 વર્ષીય યુવતીનો ગઈ 2 નવેમ્બરના રોજ ઘરમાં તેના ભાઈ સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ ગયો હતો. વિવાદ બાદ તે પોતાના ઘરેથી નીકળીને નજીકના એક વિસ્તારમાં જતી રહી. આ દરમિયાન ત્યાં રેહનાર આરોપી સંદીપ અને કૃષ્ણઆએ સિમેન્ટ માટે બોલાવવાનું બહાનું કરીને સંબંધીના ઘરે બોલાવી લઈ ગયા. અને તેની સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું. આ દુષ્કર્મ બાદ તેને આ વાત વિશે કોઈને ન જણાવવા માટે ધમકી આપી.

    સભા બોલાવી ફટકાર્યો દંડ
    પીડિતાએ જણાવ્યું કે 14 નવેમ્બરના રોજ ગામમાં આ પ્રકારની ઘટના બન્યા બાદ, બેઠક યોજાઈ હતી. જેમાં આરોપીઓની સાથે ગ્રામીણોની સામે ઉભા થઈ આ વાતની જાણકારી આપી હતી. આ દરમિયાન તેમની પર દંડ ફટકારવામાં આવ્યો.

    આરોપીની ધરપકડ
    કોટવાલી પોલીસ સ્ટેશનના પ્રભારી લક્ષ્મણ ધ્રુવે જણાવ્યું કે યુવતીની ફરિયાદ પર પોલીસે બંને આરોપીને 16 નવેમ્બરની સાંજે જ ધરપકડ કરી હતી. બંનેના વિરુદ્ધ ધારા 376 અને 34 હેઠળનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે પંચાયત દ્વારા પીડિત પર દંડ ફટકાર્યો હોવાની લેખિત ફરિયાદ નથી મળી.

    લટકતી ફાંદને ઘટાડવા ઈચ્છો છો? તો રોજ ખાવ આ પીળું ફળ

    હનીમૂન માટે જન્નત જેવી છે આ જગ્યા, સસ્તામાં યૂરોપ જેવી ફીલિંગ આવશે

    અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી

    બહુ જ છીંકો આવતી હોય ત્યારે આ 5 ચીજો ખાવાથી મળશે રાહત
    Published by:Bansari Shah
    First published:

    Tags: Chhattisgarh, Gang rape, ગુનો

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन