ફેમિલી કોર્ટે 13 ડિસેમ્બર 2017ના રોજ અરજી ફગાવી દીધી હતી. આ નિર્ણય સામે પતિએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી
Chhattisgarh news - હાઇકોર્ટે નિર્ણયમાં કહ્યું - ઓગસ્ટ 2010થી પતિ-પત્ની વચ્ચે કોઇ શારિરીક સંબંધ ન હતા , પતિ-પત્નીના જીવન વચ્ચે શારીરિક સંબંધ લગ્ન જીવનના સ્વસ્થ રહેવા માટે જરૂરી છે
બિલાસપુર : છત્તીસગઢ હાઇકોર્ટે (Chhattisgarh High Court)પતિ-પત્નીથી સંબંધિત એક કેસમાં મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવતા કહ્યું કે પત્ની પોતાના પતિને શારીરિક સંબંધ બનાવવાથી ના પાડે તો તે ક્રૂરતા માનવામાં આવશે. મહિલા પોતાના પતિને પસંદ કરતી ન હતી. આટલું જ નહીં તે તેને જાડીયો કહીને 10 વર્ષથી શારીરિક સંબંધ (physical relationship)બનાવવાથી મનાઇ કરી રહી હતી. આવામાં પરેશાન પતિએ ફેમિલી કોર્ટમાં (Family court)અરજી દાખલ કરી હતી. જોકે તેની આ અરજી ફગાવી દીધી હતી.
આની સામે પતિએ છત્તીસગઢ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જ્યાં જસ્ટિસ પી સૈમ કોશી અને જસ્ટિસ પીપી સાહૂની ડિવિઝન બેન્ચે ફેમિલી કોર્ટના આદેશને ફગાવતા આ મોટો નિર્ણય સંભળાવ્યો છે.
બિલાસપુરાના વિકાસ નગરમાં રહેતા એન મિશ્રાના લગ્ન 25 નવેમ્બર 2007ના રોજ થયા હતા. લગ્નના કેટલાક મહિના સુધી તેની પત્ની સાસરિયામાં રહી અને તે પછી પોતાના પિયર ચાલી ગઈ હતી. પત્ની હવે બેમેતરામાં રહે છે. એન મિશ્રાએ પત્ની સાથે છૂટાછેડા માટે અરજી કરી હતી. દાખલ અરજીમાં બતાવવામાં આવ્યું કે પત્નીએ 2011માં પતિ અને સાસરિયાના લોકોને જાણ કર્યા વગર બેમેતરામાં શિક્ષાકર્મીની નોકરી જોઇન કરી લીધી હતી. પતિએ તેને ઘરે આવવા કહ્યું તો તે પતિને જ બેમેતરામાં રહેવા માટે દબાણ બનાવવા લાગી હતી. આવામાં પરેશાન પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી.
ફેમિલી કોર્ટે 13 ડિસેમ્બર 2017ના રોજ અરજી ફગાવી દીધી હતી. આ નિર્ણય સામે પતિએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. સુનાવણી દરમિયાન પત્નીએ પોતાના બચાવમાં તર્ક પ્રસ્તુત કર્યા હતા. કોર્ટે પતિ-પત્નીના નિવેદનોના આધારે જાણ્યું કે દંપતિ વચ્ચે 2010થી જ શારીરિક સંબંધ ન હતો. તે પતિને જાડીયો, ભદ્દો કહેતી હતી અને પસંદ કરતી ન હતી. પતિની જાણકારી વગર શિક્ષાકર્મીની નોકરી જોઇન કરી લીધી હતી. જેમાં પોતાના પતિના બદલે પિયરના લોકોને નોમિની બનાવ્યા હતા.
શારિરીક સંબંધથી ઇન્કાર કરવો ક્રૂરતાની બરાબર
હાઇકોર્ટે નિર્ણયમાં કહ્યું કે ઓગસ્ટ 2010થી પતિ-પત્ની વચ્ચે કોઇ શારિરીક સંબંધ ન હતા. પતિ કે પત્ની સાથે શારીરિક સંબંધથી ઇન્કાર કરવો ક્રૂરતા બરાબર છે. કારણ કે કોઇપણ પતિ-પત્નીના જીવન વચ્ચે શારીરિક સંબંધ લગ્ન જીવનના સ્વસ્થ રહેવા માટે જરૂરી છે. જો એક પતિ કે પત્ની સાથે શારીરિક સંબંધનો ઇન્કાર કરવો ક્રૂરતાની બરાબર છે. કોર્ટનો વિચાર છે કે આ મામલામાં પત્નીએ પતિ સાથે ક્રૂરતાનો વ્યવહાર કર્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર