છત્તીસગઢ : સુરક્ષા દળોને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં 5 નક્સલી ઠાર

પ્રતીકાત્મક તસવીર

નારાયણપુરમાં થયેલા એન્કાઉન્ટરમાં નક્સલીઓ કરેલા ફાયરિંગમાં બે જવાન ઘાયલ થયા છે

 • Share this:
  છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં પાંચ નક્સલીઓ ઠાર મરાયા છે. એન્કાઉન્ટરમાં ડીઆરજીને બે જવાન ઘાયલ થયા છે. બીજી તરફ, કેટલાક અન્ય નક્સલી માર્યા ગયા હોવાના કે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. બસ્તર આઈજી વિવેકાનંદ સિન્હાએ એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે. હાલ બંને તરફથી ફાયરિંગ બંધ થઈ ગયું છે. જવાનોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

  મળતી જાણકારી મુજબ, ઓરછા-ગુમરકાના જંગલમાં સુરક્ષા દળોના જવાન અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. કહેવામાં આવી રહ્યું છે કે જવાનોને નક્સલીઓની ઉપસ્થિતિની માહિતી મળી હતી. નક્સલી મૂવમેન્ટની જાણકારી મળ્યા બાદ સુરક્ષા દળના જવાન ઓપરેશન માટે રવાના થયા.

  આ પણ વાંચો, કાશ્મીર મુદ્દે બધેથી જાકારો મળ્યા બાદ પાકિસ્તાને હવે જર્મનીને કરી આજીજી

  ઓરછા વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું. મોરચો સંભાળતા જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી. સૂત્રોથી મળતી માહિતી મુજબ, સુરક્ષા દળના જવાનો નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલા એમ્બુશમાં ફસાયા હોવાના પણ અહેવાલ રહી રહ્યા છે.

  અહેવાલો મુજબ, સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે લગભગ એક કલાક સુધી સતત ફાયરિંગ થતું રહ્યું. એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા નક્સલીઓના શબોને જપ્‍ત પણ કરી દીધા છે. હાલ જવાનો વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યા છે.

  આ પણ વાંચો, એમેઝોનના જંગલોમાં આ વર્ષે વિક્રમજનક 72 હજાર વખત આગ લાગી, અવકાશમાંથી ધુમાડો દેખાયો
  Published by:Mrunal Bhojak
  First published: