Home /News /national-international /રૂપિયાના ઢગલા થયાં: આ ખેડૂતે યૂટ્યૂબ પરથી વીડિયો જોઈ ખેતી શિખી, 11 મહિનામાં 20 લાખની કમાણી કરી
રૂપિયાના ઢગલા થયાં: આ ખેડૂતે યૂટ્યૂબ પરથી વીડિયો જોઈ ખેતી શિખી, 11 મહિનામાં 20 લાખની કમાણી કરી
યૂટ્યૂબ પરથી વીડિયો જોઈ ખેતી કરી
પહેલા તેમણે ટામેટા, દૂધીની ખેતી કરી. જેમાં સારો એવો નફો થયો. લગભગ 20 લાખ રૂપિયાની આવક થઈ. આ ફાયદા બાદ ખેડૂત બાબૂરામે પોતાના ફાર્મ હાઉસમાં કાકડી, રીંગણ, તરબૂચ વગેરેની ખેતી કરી.
અંબિકાપુર: કોરોના અને Youtube ઘણા લોકોની જિંદગી બદલી નાખી. અહીં ઈંટભઠ્ઠાના વેપારી ખેતી કરીને 30 એકર જમીનમાં શાકભાજી, ભાજીની ખેતી કરીને દર મહિને 1.50 લાખ રૂપિયાથી વધારેની કમાણી કરી રહ્યા છે. મતલબ આખા વર્ષમાં 20 લાખ રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે. તો વળી આ વર્ષે ખેડૂત તરબૂચ, રીંગણ, કાકડી, દૂધીની શાનદાર ઉપજ લીધી છે. જેનાથી આ વખતે તેમને 30 લાખ રૂપિયાની કમાણી થવાની સંભાવના છે.
ખાસ વાત એ છે કે, ખેતીમાંથી ખેડૂતોને ફાયદો મળ્યા બાદ હવે ખેડૂતો ગામમાં કેટલીય મહિલાઓ અને પુરુષો પોતાના ખેતરમાં રોજગાર આપી રહ્યા છે. તો વળી શાકભાજીનું બંપર ઉત્પાદન થવા પર તેને તોડવા માટે 40-45 મજૂરો લગાવવા પડે છે. તેની સાથે જ ખેતીમાંથી પ્રેરણા લઈને આ વિસ્તારના 5થી 10 યુવાનો ખેતીને મુખ્ય રોજગાર તરીકે લઈને આધુનિક રીતે ખેતી કરીને લાભ કમાઈ રહ્યા છે.
હકીકતમાં જોઈએ તો, જિલ્લા સૂરજપુરથી લગભગ 10 કિમી દૂર રામનગર ગામ આવેલું છે. અહીં બાબૂલાલ યાદવ નામના ખેડૂત છે. જે છેલ્લા 10-15 વર્ષથી ઈંટના ભઠ્ઠામાં કામ કરતા હતા. જ્યારે કોરોના આવ્યો તો, ઈંટના ભઠ્ઠાનું કામ બંધ થઈ ગયું. ત્યાર બાદ બાબૂલાલે રેણ નદીના કિનારે ગામના જ એક ભાઈ પાસેથી 30 એકર જમીન વાવવા માટે લીધી અને વૈજ્ઞાનિક રીતે ખેતી કરવાનું શરુ કર્યું. ખેડૂત બાબૂલાલ યાદવે જણાવ્યું કે, મે 2022માં તેમને ખેતી કરવાનું શરુ કર્યું. શરુઆતમાં તેમને ડ્રિપ, વાંસ, અન્ય સામાન પર લગભગ 40થી 45 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો.
20 લાખની આવક
પહેલા તેમણે ટામેટા, દૂધીની ખેતી કરી. જેમાં સારો એવો નફો થયો. લગભગ 20 લાખ રૂપિયાની આવક થઈ. આ ફાયદા બાદ ખેડૂત બાબૂરામે પોતાના ફાર્મ હાઉસમાં કાકડી, રીંગણ, તરબૂચ વગેરેની ખેતી કરી. જેમા પણ તેમની સારામાં સારી આવક થઈ, આ બધા પાછળનું કારણ તેમણે ગ્રાફ્ટિંગની ખેતી હોવાનું જણાવ્યું છે. આ પદ્ધતિથી ખેતી કરવાથી સારો ફાયદો થાય છે. પાકનું જીવન વધી જાય છે.
યૂટ્યૂબમાંથી શિખી ખેતી
ખેડૂત બાબૂલાલ યાદવે જણાવ્યું કે, તેમણે ઈંટ ભઠ્ઠાના વ્યવસાયથી ફાયદો ઓછો થવા પર ફ્રી ટાઈમમાં યૂટ્યૂબમાંથી ખેતી સંબંધિત વીડિયો જોયા. જે બાદ તેમના મનમાં ખેતી કરવાનો વિચાર આવ્યો. ત્યારથી આ કામ શરુ કરી દીધું. તેમણે જણાવ્યું કે, તેમના ફાર્મ હાઉસમાં સૌથી મજબૂત ડ્રિપ સિસ્ટમ છે. આ પદ્ધતિથી ખેતી કરવાથી પાઈપ દ્વારા છોડના મૂળ સુધી ખાતર અને પાણી ખૂબ જ સરળતાથી પહોંચી જાય છે. એક એક છોડમાં પાણી આપવાની મહેનત કરવી પડતી નથી. તેમણે 30 એકરમાં ફળ, શાકભાજીને પાણી આપવાના સવાલ પર કહ્યું કે, ફાર્મ હાઉસમાં એક તળાવ બનાવ્યું છે. જેમાં નજીકમાંથી પસાર થતી રેણ નદીનું પાણી ભરવામાં આવે છે. બાદમાં તળાવના પાણીની સપ્લાઈ શાકભાજીમાં કરવામા આવે છે.
આવક હજૂ પણ વધશે
બાબૂલાલ યાદવે ઈન્ટરનેટનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને ખેતી કરવા માટે યૂટ્યૂબ અને ગૂગલને પોતાના ગુરુ માની લીધા. નેટ પર આપવામાં આવતા ખેતીવાડીને લગતા નિર્દેશોનું પાલન કરતા વૈજ્ઞાનિક ખેતી શરુઆત કરી. તેમણે કહ્યું કે, ખેતીને લગતી કોઈ પણ સમસ્યા માટે ગૂગલ અને યૂટ્યૂબ પર સમાધાન સર્ચ કરવાથી મળી જાય છે. તેમાં જણાવ્યા અનુસાર, કામ કરુ છું. તેમણે કહ્યુ કે, વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરીને અત્યાર સુધીમાં 20 લાખ રૂપિયાની આવક થઈ છે. અને આ વખતે 30 લાખ રૂપિયા પહોંચવાની આશંકા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર