Home /News /national-international /Success Story : આત્મનિર્ભરતાનું ઉદાહરણ બની છત્તીસગઢની ‘દ્રૌપદી’, 6100 મહિલા ખેડૂતોને બનાવી પગભર
Success Story : આત્મનિર્ભરતાનું ઉદાહરણ બની છત્તીસગઢની ‘દ્રૌપદી’, 6100 મહિલા ખેડૂતોને બનાવી પગભર
આત્મનિર્ભરતાનું ઉદાહરણ બની છત્તીસગઢની ‘દ્રૌપદી’, 6100 મહિલા ખેડૂતોને બનાવી પગભર
Success Story : દ્રૌપદી (Draupadi Thakur) એ મુખ્યમંત્રી બઘેલ સાથે પોતાના સંઘર્ષ અને સફળતાની કહાની અંગે વાતચીત કરી હતી. દ્રૌપદી ઠાકુરે જણાવ્યું હતું કે, તેમણે મહિલા ખેડૂતોના સંગઠિત કરવાનું કામ શરૂ કર્યુ હતું અને નજીકના ત્રણ જિલ્લાના 9 વિકાસ બ્લોક્સમાં 6100 મહિલા ખેડૂતો (Women Farmers) ભેગીને એકત્ર કરી હતી
Success Story : છત્તીસગઢના બસ્તર બ્લોકના (Chhattisgarh bastaria Block) તારાપુર ગામની રહેવાસી દ્રૌપદી ઠાકુર (Draupadi Thakur) મહિલાઓના આત્મનિર્ભરતાનું ઉદાહરણ બની છે. દ્રૌપદી ઠાકુરે સાડા ત્રણ વર્ષમાં 6,100 મહિલા ખેડૂતોને (Women Farmers) ભેગી કરી હતી. દ્રૌપદીએ 'ભૂમગાદી' (Bhumgadi) મહિલા ખેડૂત ઉત્પાદક સંગઠનની રચના કરી. અહીં ભૂમ એટલે જમીન અને ગાદી એટલે જમીનમાંથી બહાર આવતો પદાર્થ. ભૂમગાદી એફપીઓને ખ્યાલ આવી ગયો હતો કે આદિવાસીઓ પાસે કૃષિ અને વનપેદાશો છે, પરંતુ તેઓ તેને વેચી શક્યા નથી. પછી તેણે એક યોજના બનાવીને કામ શરૂ કર્યું. એક નિર્ધાર કર્યો કે આપણે સફળ થવું જ છે.
6100 ખેડૂત મહિલાઓને કરી એકત્રિત
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ આજકાલ જનતા સાથે બેઠક કરી રહ્યા છે. આ અંતર્ગત તેઓ ગુરૂવારે બસ્તરના બકાવંદ પહોંચ્યા હતા. અહીં કાર્યક્રમ દરમિયાન દ્રૌપદીએ મુખ્યમંત્રી બઘેલ સાથે પોતાના સંઘર્ષ અને સફળતાની કહાની અંગે વાતચીત કરી હતી. દ્રૌપદી ઠાકુરે જણાવ્યું હતું કે, તેમણે મહિલા ખેડૂતોના સંગઠિત કરવાનું કામ શરૂ કર્યુ હતું અને નજીકના ત્રણ જિલ્લાના 9 વિકાસ બ્લોક્સમાં 6100 મહિલા ખેડૂતોને એકત્ર કરી હતી. આ મહિલા ખેડૂતો પોતાના ગામમાં જઈને કૃષિ અને વનપેદાશોની ટેકાના ભાવે ખરીદી કરે છે.
આ વનપેદાશોની કરે છે ખરીદી
'ભૂમગાદી' સંગઠન ખેડૂતો પાસેથી આમલી, કોડો-કુટકી, હળદર, મરચું ટેકાના ભાવે ખરીદે છે. ત્યારે વેલ્યુ એડિશન અને પેકેજિંગ ટેક્સ સાથે જગદલપુરના હરિયાલી માર્કેટમાં લઈ જઈને મોટા વેપારીઓને વેચવામાં આવે છે. આનાથી ખેડૂતોને તેમના ઉત્પાદન માટે યોગ્ય ભાવ મળે છે અને મહિલા ખેડૂતોને નફાનો ભાગ પણ મળે છે.
એક વર્ષ 4.5 કરોડે પહોંચ્યું ટર્ન ઓવર
દ્રૌપદી ઠાકુરે જણાવ્યું હતું કે મહિલા ભુમગાડી ફાર્મર્સ પ્રોડયુસર્સ એસોસિએશને છેલ્લા એક વર્ષમાં બજારમાં 4.5 કરોડ રૂપિયાના ઉત્પાદનો વેચ્યા છે, જ્યારે છેલ્લા સાડા ત્રણ વર્ષમાં અમારું કુલ ટર્નઓવર લગભગ 10 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
આ મહિલા ખેડૂત ઉત્પાદક સંગઠનનું પોતાનું 5 ટનનું કોલ્ડ સ્ટોરેજ છે, જેમાં તેઓ લાંબા સમય સુધી પોતાના ઉત્પાદનોને સાચવી શકે છે. ભૂમગાદી મહિલા સ્વ-સહાય જૂથના બ્રાન્ડ નેમ 'હરિયર બસ્તર'ને આઇએસઓનો દરજ્જો પણ મળ્યો છે. દ્રૌપદીના સાહસ અને દ્રઢ નિશ્ચયની આ કહાની લાખો મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર