ગરીબ પરિવાર માટે ઈજ્જતથી મોટી કોઈ સંપતિ નથી આવી ઉક્તિઓ અવારનવાર સાંભળવા મળે છે જે અહીંયા સાર્થક થતી જણાય છે. છત્તીસગઢના (Chattisgarh) એક પરિવારે (Family) આજે સામૂહિક ઝેર પીને (Suicide Attempt)આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. કારણ કે આ ગરીબ પરિવારના મોભી પર ચોરીનો આક્ષેપ લાગ્યો હતો. આ કરૂણ ઘટનાના પગલે તમામ સદસ્યોની હાલત ગંભીર છે અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બનાવની વિગતો એવી છે કે છત્તરીસગઢના ધમતરી (Dhamtari) જિલ્લામાં ભખારા પોલીસે એક વ્યક્તિને ચોરીના આક્ષોપમાં પૂછપરછ માટે બાલ્યો હતો. આ વ્યક્તિનુ નામ છે દિલીપ યાદવ, તેમના પર ચોરીનો આત્રેપ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમને પોલીસે છોડી પણ દીધા હતા.
જોકે, પોલીસ ગામ વચ્ચે કાઢેલી આબરૂથી પીડિત આ ગરીબ બાપ પોતાના સંતાનો અને પોતાના પરિવારની ઈજ્જત જવાની બીકે મનમાં અને મનમાં કચવાઈ રહ્યો હતો. આખરે તેણે 19મી જુલાઈએ પોતાના પત્ની બે દીકરી અને બે દીકરા સાથે સામૂહિક વિષપાન કરી અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
" isDesktop="true" id="1116336" >
દિલીપભાઈની દીકરી દામિનીએ જણાવ્યું કે પોલીસ તેમના પિતાને ચોર સમજી રહી હતી. પિતા આ આક્ષેપથી હચમચી ગયા હતા જેથી તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ મામલામાં ધમતરી એસપી પ્રફુલ ઠાકુરે જણાવ્યું કે દિલીપને ફક્ત પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. કોઈ પણ પ્રકારનો ગુનો તેના પર નોંધાયો નથી.
જોકે, આ ઘટનાના પગલે પોલીસની આબરુ પર પણ લાંછન લાગ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીએને ઘટનાની જાણ થતા પોલીસે દિલીપ યાદવ પરિવારના નિવેદનોને લઈને કથિત ચોરી પ્રકરણની વધુ તપાસ શરૂ કરી છે. જોકે, અહીંયા ગરીબ પરિવારે ઈજ્જત ગુમાવવાની બીકે જે પગલું ભર્યુ તે આપણા સમાજનું પ્રતિબીંબ છે કારણ કે ગરીબો માટે તો ઈજ્જત જ સંપતિ છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર