honey trap: આ પતિ પત્ની (husband wife from chhattisgarh) છત્તીસગઠના રહેવાસી છે. પતિએ પોતાની પત્નીના હનુમાનગઢના યુવક સાથે નકલી લગ્ન કરાવ્યા (fake marriage) હતા. યુવકને રેપ કેસમાં ફંસાવવાની ગંદું ષડયંત્ર રચ્યું હતું. ત્યારબાદ બ્લેકમેઇલ (blackmailing) કરીને લાખો રૂપિયા પડાવવાનો પ્લાન હતો.
હનુમાનગઢઃ રાજસ્થાનના (Rajasthan news) હનુમાનગઢ (Hanumangarh news)જિલ્લાના ભિરાની પોલીસ સ્ટેશન (bhirani police station) વિસ્તારમાં પત્ની થકી લાખો રૂપિયા પડાવવાનો વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલો છત્તીસગઢ (Chhattisgarh news) સાથે જોડાયેલો છે. પોલીસે અહીં એક દંપતીને હોટલમાં 7 લાખ રૂપિયાના નકલી નોટો (couple caught in hotel) સાથે ધરપકડ કર્યા હતા. આ પતિ પત્ની છત્તીસગઠના રહેવાસી છે. પતિએ પોતાની પત્નીના હનુમાનગઢના યુવક સાથે નકલી લગ્ન કરાવ્યા (fake marriage) હતા. યુવકને રેપ કેસમાં ફંસાવવાની ગંદું ષડયંત્ર રચ્યું હતું. ત્યારબાદ બ્લેકમેઇલ (blackmailing) કરીને લાખો રૂપિયા પડાવવાનો પ્લાન હતો. પરંતુ આ પહેલા જ પતિ પત્ની પકડાઈ (husband wife caught) ગયા હતા. પોલીસ બંનેની પૂછપરછ કરવામાં લાગી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે પકડાયેલા પતિ પત્ની અનિલ અને બિન્દુ છત્તીસગઢના જાંજરી ચમ્પાના રહેવાશી છે અને અનિલે યોજનાબદ્ધ રીતે પોતાની પત્ની બિન્દુના નકલી લગ્ન હનુમાનગઢ જિલ્લાના ડાબડી ગામમાંરહેતા નરેશથી કરાવ્યા હતા. બાદમાં છત્તીસગઢમાં પત્નીની ગુમ થયાની ફરિયાદ કરી હતી.
તપાસ દરમિયાન પતિ પોલીસને લઈને હનુમાનગઢ પહોંચ્યો હતો અને પત્નીને પાછી મેળવી હતી. પોલીસની સામે બિન્દુએ કહ્યું કે તે પોતાના પતિ પાસે જવા માંગે છે. ત્યારબાદ અનિલ પોાતની પત્ની બિન્દુને લઈને પરત છત્તીસગઢ આવી ગયો હતો.
દસ લાખ રૂપિયાની કરી માંગ ત્યારબાદ અનિલ અને બિન્દુએ અલગ અલગ નંબરોથી નરેશને ફોન કરીને દસ લાખ રૂપિયાની માંગણી કરી હતી. રૂપિયા ન આપે તો રેપનો ખોટો કેસ કરીને ફસાવી દેવાની ધમકી આપી હતી. નરેશ જ્યારે રૂપિયા આપવા માટે રાજી ન થયો તો દંપતીએ નરેશ, તેના ભાઈ અને ભાભી સામે ભિરાની પોલીસ સ્ટેશનમાં મારપીટ અને ગેંગરેપનો કેસ નોંધાવ્યો હતો.
ત્યારબાદ દંપતી સોદાબાજી કરવા લાગ્યા હતા. જોકે, પરિવાર પોલીસ પાસે પહોંચ્યો અને આખી ઘટનાની જાણ કરી હતી. તેમણે યોજનાબદ્ધ રીતે અનિલ અને બિન્દુને રૂપિયા લેવા માટે બોલાવ્યા હતા અને ભાદરા એક હોટલમાં રોક્યા હતા. અહીં આરોપીએ પીડિત પાસેથી મામલો સુલટાવવા માટે સાત લાખ રૂપિયા માંગ્યા હતા.
આગળ પાછળ અસલી નોટો લગાવીને ચિલ્ડ્રન્ન બેન્કની નોટોના બંડલ આપ્યા આ અંગે પોલીસે પ્લાન બનાવીને દંપતીને રંગેહાથે પકડી લીધા હતા. પીડિત ચિલ્ડ્રન બેન્કની નોટોના બંડલ આગળ પાછળ અસલી નોટો લગાવીને 14 બંડલો આપ્યા હતા. ફરિયાદી અને તેના દોસ્તે આ બંડલ લઈને સોમવારે રાત્રે હોટલ પહોંચ્યા હતા. દંપતીને નોટોના બંડલો આપ્યા હતા. અને ઘટના સ્થળે પહોંચીને પોલીસે દંપતીને પકડી લીધા હતા.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર