છત્તીસગઢમાં સ્ટ્રોંગ રૂમની બહાર EVMની 'ચોકી' કરી રહેલા કોંગ્રેસ કાયકર્તાનું મોત

News18 Gujarati
Updated: November 26, 2018, 10:42 AM IST
છત્તીસગઢમાં સ્ટ્રોંગ રૂમની બહાર EVMની 'ચોકી' કરી રહેલા કોંગ્રેસ કાયકર્તાનું મોત
ઈવીએમ મશીન (ફાઇલ ફોટો)

છત્તીસગઢમાં મતદાન બાદ ઈવીએમ મશીન હેક કરવાની આશંકાને ધ્યાને લઈ કોંગ્રેસ કરી રહી છે સ્ટ્રોંગ રૂમની ચોકી

  • Share this:
જશપુર: છત્તીસગઢમાં પ્રદેશ કોંગ્રેસ કમિટી (પીસીસી) ચીફ ભૂપેશ બધેલે ઈવીએમમાં ગડબડની આશંકાને ધ્યાને લઈ રાજ્યના તમામ સ્ટ્રોંગ રૂમની ચોકી કરવા માટે કોંગ્રેસ કાર્યકર્તાઓને તહેનાત કર્યા છે. એવામાં જશપુરમાં સ્ટ્રોંગ રૂમની બહાર કોઈ ગડબડ ન થાય તેનું ધ્યાન રાખી રહેલા એક કોંગ્રેસ કાર્યકર્તાની અચાનક તબીયત બગડ્યા બાદ મોત થયું છે.

છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાન પૂરું થયા બાદથી જ ઉમેદવારો પોતાના કાર્યકર્તાઓની સાથે ઈવીએમ સ્ટ્રોંગ રૂમની બહાર ધ્યાન રાખી રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવારોએ ઈવીએમ હેક થવાની આશંકા વ્યક્ત કરીને આ પગલું ઉઠાવ્યું છે.

આ પણ વાંચો, હિમાચલ પ્રદેશમાં યાત્રીઓ ભરેલી બસ નદીમાં ખાબકી, નવ લોકોના મોત, 51 ઘાયલ

મળતી માહિતી મુજબ, જશપુરમાં એક કોંગ્રેસ કાર્યકર્તા પંકજ શનિવારની રાત્રે સ્ટ્રોંગ રૂમની બહાર બેઠો હતો. રવિવાર સવારે અચાનક તેની તબીયત બગડવા લાગી, ત્યારબાદ તેને જશપુરની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે તેની તબીયત સ્થિર ન થઈ તો સાંજે તેને અંબિકાપુરના હોલીક્રોસ હોસ્પિટલ રેફર કરી દેવામાં આવ્યો. આ દરમિયાન રસ્તામાં જ તેનું મોત થઈ ગયું. મૃતક પંકજ તિર્કી કુનકુરીના કલીબા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
First published: November 26, 2018
વધુ વાંચો
अगली ख़बर