Home /News /national-international /છત્તીસગઢમાં અનામતનો નવો કોટા: એસટીને 32 ટકા, એસસીને 13 ટકા અને ઓબીસીને 27 ટકા, કેબિનેટે આપી મંજૂરી
છત્તીસગઢમાં અનામતનો નવો કોટા: એસટીને 32 ટકા, એસસીને 13 ટકા અને ઓબીસીને 27 ટકા, કેબિનેટે આપી મંજૂરી
bhupesh baghel cabinet
કેબિનેટના નિર્ણયની જાણકારી આપતા મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે જણાવ્યું છે કે, વિધાનસભાના વિશેષ સત્રમાં રજૂ થયેલા બિલના ડ્રાફ્ટ પર ચર્ચા થઈ હતી. તેમાં અનુસૂચિત જાતિ, જનજાતિ, પછાત વર્ગ અને EWSના અનામત પર વાત થઈ છે.
રાયપુર: છત્તીસગઢમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની અધ્યક્ષતામાં ગુરુવારે થયેલી કેબિનેટની બેઠકમાં અનામતનો નવો કોટા નક્કી થયો છે. સરકારે આદિવાસી વર્ગ- STને તેમની જનસંખ્યા અનુસાર 32 ટકા અનામત આપશે, અનુસૂચિત જાતિ-SCને 13 ટકા અને સૌથી મોટા સમૂહ અન્ય પછાત વર્ગ-OBCને 27 ટકા અનામત મળશે. તો વળી સામાન્ય વર્ગના ગરીબોને 4 ટકા અનામત આપવામાં આવશે. તેના માટે કેબિનેટે બે બિલમાં ફેરફાર કરવાની મંજૂરી આપી છે. અનામત ઉપરાંત ભૂપેશ કેબિનેટમાં પીડિતોની મદદ માટે વળતર પણ વધારી દીધું છે.
કેબિનેટના નિર્ણયની જાણકારી આપતા મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે જણાવ્યું છે કે, વિધાનસભાના વિશેષ સત્રમાં રજૂ થયેલા બિલના ડ્રાફ્ટ પર ચર્ચા થઈ હતી. તેમાં અનુસૂચિત જાતિ, જનજાતિ, પછાત વર્ગ અને EWSના અનામત પર વાત થઈ છે. હાઈકોર્ટે જિલ્લા કૈડરનું અનામત રદ કરી દીધું હતું. તે પણ એટલું જ મહત્વનું છે. પહેલા તેને એક આદેશ અંતર્ગત આપવામાં આવતું હતું. હવે તેને પણ એક્ટમાં લાવવમાં આવશે.
કૃષિ, પંચાયત અને સંસદીય કાર્ય વિભાગના મંત્રી રવિન્દ્ર ચૌબેએ જણાવ્યું છે કે, હાઈકોર્ટના નિર્ણય બાદ અનામત મામલે જે રીતની પરિસ્થિતિ બની છે, તેને લઈને રાજ્ય સરકાર બહુ ગંભીર છે. નક્કી થયું છે કે, અનામાત અધિનિયમની જે જોગવાઈઓને હાઈકોર્ટે રદ કરી છે, તેને કાયદા દ્વારા ફરીથી લાગૂ કરવામાં આવશે. તેના માટે લોક સેવામાં અનામત સંશોધન બિલ 2022 અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશમાં અનામત સંશોધન બિલ 2022ને મંજૂરી આપવામાં આવી છે. આ બિલને એક -બે ડિસેમ્બરે પ્રસ્તાવિત વિધાનસભાના વિશેષ સત્રમાં રજૂ કરવામાં આવશે.
મંત્રી રવિન્દ્ર ચૌબેએ કહ્યું કે, સરકાર વારંવાર એવું કહી રહી છે કે, સરકાર જનસંખ્યાના આધારે અનામત આપવા માટે કટિબદ્ધ છે. તો વળી સુપ્રીમ કોર્ટે પણ સામાન્ય વર્ગના ગરીબો માટે 10 ટકા અનામત આપવાની વાતને યોગ્ય ગણાવી છે. તેનું પણ પાલન થશે. મંત્રીએ કાયદાની બાધ્યતાના કારણે વિધાનસભામાં બિલ રજૂ થતા પહેલા અનામતની ટકાવારી નથી બતાવી. જો કે, સરકારના ઉચ્ચ પદ પર બેઠેલા સૂત્રોનું કહેવું છે કે, તેમાં એસટી માટે 32 ટકા, એસસી માટે 13 ટકા, ઓબીસી માટે 27 ટકા અને સામાન્ય વર્ગના ગરીબો માટે 4 ટકા નક્કી થયું છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર