રાયપુર : દુનિયાભરમાં ફેલાયેલ કોરોના મહામારી (Corona epidemic) વચ્ચે છત્તીસગઢના રાયપુરથી એક સારા સમાચાર આવ્યા છે. છત્તીસગઢના કૃષિ વિશ્વવિદ્યાલયના (Agricultural University of Chhattisgarh)વૈજ્ઞાનિકોએ ચોખાની એક જાત તૈયાર કરી છે જે તમને કોવિડથી બચાવવામાં મદદ કરશે. જોકે કોરોના થઇ ગયો તો પણ તમારે ઝિંક, મલ્ટી વિટામિન્સ અને પ્રોટીનની દવાઓ લેવી પડશે નહીં. કારણ કે તમારી થાળીમાં આપવામાં આવેલ આ ચોખા તેની ભરપાઇ કરી દેશે.
રાયપુરમાં ઇન્દીરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલયના શોધથી તૈયાર કરાયેલ ધાનની અલગ-અલગ વેરાયટીની દેશની ઘણા રિસર્ચ સંસ્થાઓને પણ પ્રશંસા કરી છે. હવે અહીંના એક વૈજ્ઞાનિકોએ એક મોટી સિદ્ધિ મેળવી છે. ઝીંકા રાઇસ એમએસ, છત્તીસગઢ ઝિંક રાઇસ વન (Chhattisgarh Zinc Rice one)કોરોનાથી પણ બચાવશે. શરીરમાં જરૂરી ઝિંક, મલ્ટી વિટામિન્સ અને પ્રોટીનની ઉણપને પૂરી કરશે.
ભાતની ખાસ વેરાયટી તૈયાર કરનાર ટીમના પ્રમુખ અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. ગિરીશ ચંદેલનો દાવો છે કે આ ભાત કોરોનાની મર્જની પ્રમુખ દવાના રૂપમાં ઉપયોગ કરવામાં આવી શકે છે. આ ખાવાથી પ્રતિરોધક ક્ષમતા એટલી વધી જશે કે લોકો સંક્રમિત થવાથી બચશે. જો વાયરસના સંપર્કમાં આવ્યા તો પણ ઓછા પ્રભાવિત થશે.
તેમનું કહેવું છે કે 20 વર્ષ સુધી રિસર્ચ કરીને ધાનની ચાર વેરાયટી તૈયાર કરી હતી. જેમાં ઝિંક, મલ્ટી વિટામિન અને પ્રોટીન હોય. હવે કોરોના આવ્યા પછી વધારે કામ કર્યું છે. જે પછી આ વેરાચટી તૈયારી કરવામાં આવી છે. આ ખાસ કરીને કોરાનાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. જેમાં ઝિંક ભરપૂર માત્રામાં છે અને મલ્ટી વિટામિન છે.
" isDesktop="true" id="1085281" >
આ શોધ પર શહેરના પ્રખ્યાત ઇએનટી સ્પેશ્યાલિસ્ટ અને વરિષ્ઠ ડોક્ટર રાકેશ ગુપ્તાએ કહ્યું હતું કે આ ઘણી મોટી સિદ્ધિ છે. તમે અલગથી ઝિંક અને મલ્ટી વિટામિન્સ ત્યારે લવ છો જ્યારે તમારા ભોજનમાં આ હોતા નથી. ઝિંક અને મલ્ટી વિટામિન સાથે અન્ય તત્વોની જે માત્રા તેમાં બતાવવામાં આવી રહી છે. તે કોરોનાથી લડવા માટે પ્રભાવકારી હશે. ઝિંક ઘણી બીમારીઓથી લડવા માટે ઘણું જરૂરી તત્વ છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર