પત્ની ફોન પર વધારે વાત કરતી હતી, પતિએ માથામાં સિલિન્ડર મારીને પતાવી દીધી

આરોપી પતિ

પત્નીની હત્યા કર્યા બાદ પતિ પોલીસ સ્ટેશનમાં હાજર થયો, સમગ્ર ઘટનાક્રમ વિશે સાંભળીને પોલીસ પણ ચકિત રહી ગઈ હતી.

 • Share this:
  રાયપુર : છત્તીસગઢની રાજધાની રાયપુરમાં મહિલાની હત્યાનો બનાવ બન્યો છે. હત્યાનો આરોપી મહિલાનો પતિ જ છે. ગુરુવારે રાત્રે પતિ અને પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. જે બાદમાં પતિએ ગુસ્સામાં આવીને પત્નીના માથા પર ગેસ સિલિન્ડર મારી દીધો હતો. માથા પર હુમલા બાદ મહિલા લોહીથી લથબથ થઈ ગઈ હતી. શરીરમાંથી વધારે લોહી વહી જવાને કારણે તેનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત થઈ ગયું હતું. શુક્રવારે સવારે મહિલાની લાશ જોઈને આસપાસના લોકો થરથરી ગયા હતા. હત્યા બાદ આરોપી પતિ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. શહેરના રાજા તળાવ વિસ્તારમાં આ આખી ઘટના બની હતી. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

  પતિને પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી

  મળતી માહિતી પ્રમાણે રાજધાનીના રાજા તળાવ વિસ્તારમાં એક દંપતી રહે છે. આશરે ચાર વર્ષ પહેલા બંનેને લગ્ન થયા હતા. લગ્નનાં થોડા સમય પછી પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે પતિ તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરવા લાગ્યો હતો. જે બાદમાં બંને વચ્ચે ઝઘડા થતાં હતાં.

  સિલિન્ડરથી હુમલો કર્યો

  ગુરુવારે રાત્રે પીડિત પત્ની કોઈ સાથે ફોન પર વાતચીત કરી રહી હતી. ઘણા લાંબા સમય સુધી ફોન પર વાત કરવા મામલે પતિનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. બંને વચ્ચે ઝઘડો એટલો ઉગ્ર બની ગયો કે પતિએ તેના ઘરમાં પડેલા ગેસ સિલિન્ડર વડે તેની પત્ની પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં પત્નીનું મોત થઈ ગયું હતું.

  આરોપી પતિ પોલીસ સમક્ષ હાજર થયો

  પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિ સિવિલ લાઇન પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસ પણ તેની પાસેથી ઘટનાગ્રમ જાણીને અવાક થઈ ગઈ હતી. હાલ પોલીસે આરોપી પતિની ધરપકડ કર લીધી છે. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: