વેપારીઓએ પોલીસકર્મી પર વરસાવી દે-ધનાધન લાકડીઓ, કર્યા લોહીલુહાણ, જીવ બચાવી ભાગવું પડ્યું પોલીસે

પોલીસ પર ગ્રામજનોનો હુમલો

ગુસ્સે ભરાયેલું ટોળાથી પોલીસ જવાનો પોતાનો જીવ બચાવવા એક ઘરમાં ઘૂસી ગયા, પરંતુ ગામલોકોએ ત્યાં પણ ઘૂસી ગયા અને લાકડીઓ વડે તેમને જોરદાર માર માર્યો

 • Share this:
  છત્રપુર : પોલીસ પર જીવલેણ હુમલો થયાના મોટા સમાચાર છત્રપુર જિલ્લામાંથી આવી રહ્યા છે. શુક્રવારે કોરોના કર્ફ્યુનું પાલન કરાવવા ગયેલા બે પોલીસ કોન્સ્ટેબલો પર લાકડીઓ અને ધારદાર હથિયારો વડે દુકાનદારોએ હુમલો કર્યો હતો. જેના કારણે વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ આ કેસ વધુ ચર્ચાસ્પદ બન્યો છે.

  મળતી માહિતી મુજબ, આ ઘટના બામિતા પોલીસ સ્ટેશન વિસ્તારના ઝમતુલી ગામની છે. બમિથા પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે, લોકો કોરોના કરફ્યુનું ઉલ્લંઘન કરી રહ્યા છે. બજાર ગોઠવાઈ ગયું છે અને લોકો દુકાનો ખોલી બેઠા હતા. માહિતી મળતાની સાથે જ બે પોલીસ કોન્સ્ટેબલ અને ડાયલ 100ની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કોરોના કર્ફ્યુનું પાલન કરાવવા પોલીસે અહીં દુકાનો બંધ કરી દીધી.

  આ રીતે, વિવાદ શરૂ થયો. આ દરમિયાન હલ્લર પૂરાવાલા નામના દુકાનદાર અને પોલીસ વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો. ત્યારબાદ બધા વેપારી અચાનક ભેગા થઈ ગયા અને ધારદાર હથિયાર સાથે પોલીસકર્મી પર હુમલો કરી દીધો. આ હુમલામાં એક કોન્સ્ટેબલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસના કહેવા પ્રમાણે, આ સમયે હથિયાર દુકાનદારને પણ વાગ્યું હતું, જેના કારણે તેને પણ લોહી નીકળ્યું હતું.

  આ પણ વાંચો - બનાસકાંઠા : '...અગલે જનમ મે મિલેંગે', જાતે લગ્ન કરી યુવતીની માંગમાં સિંદૂર પૂરી પ્રેમીપંખીડાએ સજોડે દુનિયાને કહ્યું અલવીદા

  લાકડીઓ વડે તીવ્ર માર માર્યો હતો

  વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ગુસ્સે ભરાયેલું ટોળું પોલીસ પર હુમલો કરી રહ્યું છે. પોલીસ જવાનો પોતાનો જીવ બચાવવા એક ઘરમાં ઘૂસી ગયા, પરંતુ ગામલોકોએ ત્યાં પણ ઘૂસી ગયા અને લાકડીઓ વડે તેમને જોરદાર માર માર્યો. અન્ય પોલીસકર્મીઓ પણ પોતાનો જીવ બચાવી ત્યાંથી ભાગ્યા હતા, ઘટનાની જાણ થતાં જ એસડીઓપી સહિતનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આરોપીની શોધ ચાલુ છે.  આ પણ વાંચોપાટણ : પટેલ પરિવારના 3 સભ્યોએ કેનાલમાં લગાવી મોતની છલાંગ, શોધખોળ ચાલુ, 'પતિ ભાવુક થઈ રડી પડ્યો'

  ગામલોકોનું શું કહેવું છે

  જોકે, આ ઘટના બાદ ગ્રામજનોમાં પણ રોષ છે. તેમનું કહેવું છે કે, પહેલા પોલીસકર્મીની લાઠીથી યુવકના માથામાં ઇજા પહોંચી હતી, ત્યારબાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો. બંને કોન્સ્ટેબલને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ સાથે જ પોલીસ સમગ્ર મામલે તપાસમાં લાગી ગઈ છે. ગામમાં હજુ પણ ગામલોકો અને પોલીસ વચ્ચે વિવાદ છે.
  Published by:kiran mehta
  First published: