લાલબત્તી સમાન કિસ્સો: ઓનલાઇન ગેમમાં રૂ. 40,000 ગુમાવવા 13 વર્ષના છોકરાએ ફાંસી લગાવી લીધી

પ્રતિકાત્મક તસવીર

મમ્મીના ખાતામાંથી 40 હજાર રૂપિયા લીધા અને" ફ્રી ફાયર "રમતમાં આ પૈસા બરબાદ કરી દીધા. વિદ્યાર્થીએ તેની માતાની માફી માંગતા લખ્યું છે કે...

 • Share this:
  છતરપુર : મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના છતરપુરમાં એક ઓનલાઇન ગેમમાં કથિત રૂ. 40,000 ગુમાવ્યા બાદ 13 વર્ષના છોકરાએ ફાંસી લગાવીને આત્મહત્યા (Suicide) કરી લીધી છે. નાયબ પોલીસ અધિક્ષક (DSP) શશાંક જૈને જણાવ્યું કે, છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થી (Student)એ શુક્રવારે બપોરે પોતાના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી અને ઘટનાસ્થળેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી.

  સુસાઈડ નોટમાં તેણે કહ્યું છે કે, "મમ્મીના ખાતામાંથી 40 હજાર રૂપિયા લીધા અને" ફ્રી ફાયર "રમતમાં આ પૈસા બરબાદ કરી દીધા. વિદ્યાર્થીએ તેની માતાની માફી માંગતા લખ્યું છે કે, તે ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરી રહ્યો છે.

  પોલીસે જણાવ્યું કે, જ્યારે છોકરાએ આ પગલું ભર્યું ત્યારે તેની માતા અને પિતા ઘરે નહોતા. વિદ્યાર્થીના માતા રાજ્યના આરોગ્ય વિભાગમાં નર્સ છે અને ઘટના સમયે જિલ્લા હોસ્પિટલમાં હતા. તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીની માતાના ફોન પર પૈસાની લેવડ -દેવડને લઈને એક મેસેજ આવ્યો, ત્યારબાદ માતાએ તેના દીકરાને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ છોકરાએ પોતાને રૂમમાં બંધ કરી દીધો હતો. પરંતુ, થોડા સમય પછી તેની મોટી બહેન ત્યાં પહોંચી, તેણીને રૂમ અંદરથી બંધ જોવા મળ્યો અને તેના માતા-પિતાને જાણ કરી.

  આ પણ વાંચોકોઠામંગલમમાં એક યુવકે ઘરમાં ઘુસી મેડિકલ સ્ટુડન્ટની ગોળી મારી હત્યા કરી દીધી

  વિદ્યાર્થીએ કથિત રીતે ફાંસી લગાવી લીધી

  તેમણે કહ્યું કે, જ્યારે રૂમનો દરવાજો તોડવામાં આવ્યો તો, છોકરો પંખા સાથે લટકતો જોવા મળ્યો હતો. આ પછી, તેને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

  આ પણ વાંચોસેલ્ફીના બહાને પત્નીને ધોધની નજીક લઈ ગયો, અને ધક્કો મારી દીધો, એક મહિના પહેલા જ કર્યા હતા લગ્ન

  પોલીસ તપાસ કરી રહી છે કે, શું તે પોતે ઓનલાઈન ગેમ પર પૈસા ખર્ચી રહ્યો હતો કે અન્ય કોઈ તેને પૈસા માટે ધમકી આપી રહ્યું હતું. અગાઉ, જાન્યુઆરીમાં, મધ્યપ્રદેશના સાગર જિલ્લાના ધના નગરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં "ફ્રી ફાયર" ગેમના વ્યસનને કારણે પિતાએ પુત્ર પાસેથી મોબાઇલ ફોન છીનવી લીધા બાદ 12 વર્ષના વિદ્યાર્થીએ કથિત રીતે ફાંસી લગાવી લીધી હતી.
  Published by:kiran mehta
  First published: