Home /News /national-international /કરૂણ દુર્ઘટના: એક જ પરિવારના 6 લોકોના કરંટ લાગતા મોત, એક પછી એક બચાવવા ગયા અને...

કરૂણ દુર્ઘટના: એક જ પરિવારના 6 લોકોના કરંટ લાગતા મોત, એક પછી એક બચાવવા ગયા અને...

કરંટ લાગતા પરિવારના છ સભ્યના મોત

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મહુઆ ઝાલા ગામમાં થયેલા અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, "હું ભગવાનને પ્રાર્થના કરું છું કે દિવંગત આત્માને શાંતિ મળે અને...

છતરપુર : મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં રવિવારના સવારે દર્દનાક અકસ્માત સર્જાયો હતો. જિલ્લાના એક ગામમાં કરંટ લાગવાથી એક જ પરિવારના છ લોકોના મોત નીપજ્યા હતા. જિલ્લા મથકથી લગભગ 42 કિલોમીટર દૂર બિજાવર પોલીસ મથક હેઠળના મહુવા ઝાલા ગામમાં આ ઘટના બની હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, શૌચાલય માટેની સેપ્ટિક ટાંકી બનાવવાની કામગીરી દરમિયાન એક વ્યક્તિ કરંટની લપેટમાં આવ્યો હતો. તેને બચાવવા દરમિયાન પરિવારના અન્ય 5 સભ્યો પણ કરંટની ઝપેટમાં આવી ગયા. રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ અકસ્માત અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

બિજાવર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મુકેશસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, મહુવા ઝાલા ગામમાં શૌચાલય બનાવવામાં આવી રહ્યું છે. આ માટે સેપ્ટિક ટાંકી બનાવવામાં આવી હતી અને તેની ઉપર છત (લેંટર) મુકવામાં આવી હતી. તેણે જણાવ્યું કે, આજે સવારે એક વ્યક્તિ આ છત પરનું સેટિંગ હટાવવા સેપ્ટિક ટાંકીમાં નીચે ઉતર્યો હતો. આ દરમિયાન ટાંકીમાં પ્રકાશ આવે તે માટે લગાવવામાં આવેલી લાઈટના કારણે અચાનક કરંટ ફેલાઇ ગયો હતો અને તે તેમાં ફસાઇ ગયો હતો. આ ઘટના પછી, બાકીના પરિવારજનો પણ તેને બચાવવા લાગ્યા અને એ લોકો પણ કરંટની ઝપેટમાં આવી ગયા. તાત્કાલિક દરેકને આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા.

આ પણ વાંચોસુરત : રસ્તે ચાલતા લોકોનો મોબાઈલ ચોરવો ભારે પડ્યો, સ્થાનિકો દ્વારા ચોરની ધોલાઈનો Live Video

પોલીસના જણાવ્યા મુજબ સેપ્ટિક ટાંકીમાં ફસાયેલા વ્યક્તિને બચાવવા તેના પરિવારના અન્ય પાંચ સભ્યો પણ એક પછી એક નીચે ઉતરી ગયા હતા અને તેઓ પણ કરંટના કારણે દુરઘટનાનો શિકાર બન્યા.. જેને પગલે છ લોકોનાં મોત નીપજ્યાં હતાં. એસએચઓએ જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ લક્ષ્મણ આહિરવર (65), શંકર આહિરવર (35), તેના બે ભાઈઓ રામ પ્રસાદ (32) અને મિલન આહિરવર (28), નરેન્દ્ર આહિરવર (25) અને તેનો ભાઈ વિજય આહિરવર (20) કરીકે થઈ છે.

આ પણ વાંચોરાજકોટ : 'હમ સે ક્યા ભૂલ હુઈ, જો સજા હમકા મીલી', પ્રેમીએ લગ્નની ના પાડતા પ્રેમિકાએ ગટગટાવી ઝેરી દવા

પોલીસ મથકના પ્રભારી ઠાકુરે જણાવ્યું હતું કે, આ મામલે ગુનો નોંધીને વિસ્તૃત તપાસ ચાલી રહી છે. અહીં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મહુઆ ઝાલા ગામમાં થયેલા અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, "હું ભગવાનને પ્રાર્થના કરું છું કે દિવંગત આત્માને શાંતિ મળે અને કુટુંબના સભ્યોને આ દુખ સહન કરવા માટે શક્તિ આપે."
First published:

विज्ञापन