Home /News /national-international /ફક્ત સામે બેસો અને તમારા જીવનમાં શું દુ:ખ-દર્દ છે, તે કહી દેતા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે કેટલું જાણો છો તમે?

ફક્ત સામે બેસો અને તમારા જીવનમાં શું દુ:ખ-દર્દ છે, તે કહી દેતા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે કેટલું જાણો છો તમે?

bageshwar dham

કહેવાય છે કે, બાગેશ્વર ધામના મહારાજ કહેવાતા આ સંતનો જન્મ છતરપુર જિલ્લાના ગ્રામ ગઢામાં 1996માં થયો હતો. અહીં બે ભાઈ એક બહેન છે. ભાઈ નાનો છે, જેનું નામ સાલિગ રામ ગર્ગ ઉર્ફ સૌરભ છે. બહેનું નામ રીતા ગર્ગ છે.

  છતરપુર: દેશ દુનિયામાં લોકોની વચ્ચે પ્રખ્યાત થયેલા મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં બાગેશ્વર ધામના મહારાજ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી. શું તેમની પાસે સાચ્ચેજ એવી કોઈ કરિશ્માઈ શક્તિ છે, જે રાતો રાત એક યુવા સંત અથવા કહો કે, કથા વાચક આટલા પ્રખ્યાત થઈ ગયા. તે લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બનેલા છે. બુંદેલખંડના આ યુવા કથા વાચક અથવા બાગેશ્વર ધામના મહારાજના ધીરુથી લઈને પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બનવા સુધીની સફર કેવી રહી.

  આ પણ વાંચો: કોણ છે બાગેશ્વરધામ મહારાજ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી, જેમનો ચમત્કાર બન્યો ચર્ચાનો વિષય

  કહેવાય છે કે, બાગેશ્વર ધામના મહારાજ કહેવાતા આ સંતનો જન્મ છતરપુર જિલ્લાના ગ્રામ ગઢામાં 1996માં થયો હતો. અહીં બે ભાઈ એક બહેન છે. ભાઈ નાનો છે, જેનું નામ સાલિગ રામ ગર્ગ ઉર્ફ સૌરભ છે. બહેનું નામ રીતા ગર્ગ છે. પિતાનું નામ રામકૃપાલ ગર્ગ અને માતાનું નામ સરોજ છે. કહેવાય છે કે, માતા સરોજ મહારાજને પ્યારથી ધીરુ બોલાવતી હતી અને ગામ લોકો ધીરેન્દ્ર ગર્ગ તરીકે ઓળખે છે.

  આવી રીતે શરુ થઈ સફર


  આમ તો ધીરેન્દ્ર ગર્ગ નાનપણથી જ ચંચળ અને હઠીલા હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ ગામની જ સરકારી શાળામાં થયું. હાઈસ્કૂલ અને હાયર સેકન્ડ્રીના અભ્યાસ ગામની નજીક આવેલ ગંજ ગામમાં થયું. ધીરેન્દ્ર ગર્ગનો જન્મ ખૂબ જ ગરીબ પરિવારમાં થયો હતો અને તેના પિતા ગામમાં પુરોહિત ગિરી કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ ચલાવતા હતા. એક સમયે એવું લાગતું હતું કે, જ્યારે ગામમાં તેના પરિવારના કાકા વગેરે ગામમાં રહેનારા લોકો એકબીજામાં પુરોહિત ગીરી વહેંચી લેતા. ભાગલા થતાં મહારાજના પરિવાર પર આર્થિક સંકટ આવ્યું. તેમની માતા સરોજે ભેંસનું દૂધ વેચીને પરિવારનું ભરણપોષણ કર્યું. આ દરમિયાન બાગેશ્વર ધામના મહારાજ કંઈક કરવાના લાયક થઈ ગયા હતા. તે સતત પોતાના ગામના લોકોની વચ્ચે કથા સંભળાવવા બેસી જતા અને કથામાં તેઓ પ્રખર થવા લાગ્યા. તેમણે વર્ષ 2009માં પોતાની પ્રથમ ભાગવત કથા નજીકના ગામ ખુડનમાં સંભળાવી હતી. આવું કરતા કરતા તે આજૂબાજૂમાં ઓળખીતા થયા અને લોકો પોતાના ગામમાં ભાગવત કથા માટે ધીરેન્દ્રને આમંત્રણ આપવા લાગ્યા.

  ધીરુમાંથી કેવી રીતે બન્યા પંડીત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બાગેશ્વર મહારાજ?


  કહેવાય છે કે, પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની અંદર નાનપણથી લોકોને પ્રભાવિત કરવાની ક્ષમતા રહેલી છે. તે હંમેશા કંઈક નવું કરવાનું જુસ્સો ધરાવતા હતા. એટલા માટે તેમણે પોતાના ગામમાં આવેલ શંકરના જૂના મંદિરને પોતાની જગ્યા બનાવી. આ મંદિરમાં ભગવાન શિવનું જ્યોર્તિલિંગ આવેલું છે. જેને બાગેશ્વર ધામના નામથી ઓળખાય છે. અહીં વર્ષ 2019માં ગામલોકોના સહયોગથી વિશાળ યજ્ઞનું આયોજન કરવામા આવ્યું. તેમાં શ્રી બાલાજી મહારાજની મૂર્તિની પણ સ્થાપના થઈ. ત્યારથી તે બાગેશ્વર ધામના નામથી પ્રખ્યતા છે. લોકોએ અહીં આવવાનું શરુ કરી દીધું.

  આ પણ વાંચો: દરિયાદિલી: શિવપુરાણ કથા માટે મુસ્લિમ પરિવારે 60 એકર જમીન આપી, ઊભા પાકને નાશ કર્યો

  ભાગવત કથા વાચક


  કહેવાય છે કે, શ્રી બાલાજી મહારાજના મંદિર પાછળ ધીરેન્દ્ર શાસ્ત્રીના દાદા સેતુલાલ ગર્ગ સંન્યાસી બાબાની સમાધી પણ છે. આ જ જગ્યા પર ધીરેન્દ્ર ગર્ગે કેટલીય વાર ભાગવત કથાનું આયોજન કર્યું છે. આજૂબાજૂના વિસ્તારની સાથે સાથે જિલ્લાના તમામ ધર્મ પ્રેમીઓને બોલાવાનું શરુ કર્યું. પોતાના ધાર્મિક જ્ઞાન અને શક્તિઓ તથા કથાની શૈલીથી લોકોને જોડવાનું શરુ કર્યું તો, ભક્તોની સંખ્યા પણ વધવા લાગી. બાગેશ્વર મંદિરને બાગેશ્વર ધામ તરીકે પ્રખ્યાત થવામાં વધારે સમય ન લાગ્યો. અહીંથી શરુ થઈ ધીરુની પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સફર. બાગેશ્વરધામ મહારાજે પોતાની એવી આભા પ્રગટ કરી તે, હજારોની સંખ્યામાં લોકો અહીં આવવા લાગ્યા.

  ચિઠ્ઠી પર મનની વાત


  મહારાજે બાગેશ્વર ધામમાં એવો દરબાર લગાવ્યો કે, દેશ દુનિયામાંથી લોકો પોતાની પીડા લઈને અહીં આવવા લાગ્યા. લોકો કહે છે કે, દરબારમાં મહારાજની ખાસિયત છે કે, તે પીડિતના મનની વાત ચિઠ્ઠી પર લખી આપે છે. જેને સાઁભળીને સૌ કોઈ હેરાન થઈ જાય છે. મહેલા મહારાજ એકલા બાગેશ્વર ધામમાં દરબાર લગાવતા હતા. પણ હવે તેઓ દેશ સહિત વિદેશોમાં પણ દરબાર લગાવી જનતાને દિલ દિમાગમાં છવાયેલા રહે છે.

  સનાતન ધર્મના રખેવાળ


  ધીરુ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી બનેલા બાગેશ્વર ધામના મહારાજના ભક્તોની સંખ્યા લાખોમાં થવા લાગી અને સનાતન ધર્મની રક્ષા માટે હંમેશા ધર્મ પ્રેમીઓમાં ઉત્સાહ ભરતા રહ્યા. બાગેશ્વર ધામના મહારાજની લોકપ્રિયતા એટલી વધી ગઈ કે, હવે તેઓ પોતાના નિવેદનોને લઈને પણ ચર્ચામાં રહેવા લાગ્યા. આમ જોવા જઈએ તો, મહારાજ પોતાની કથામાં અને નિવેદનોમાં બુંદેલી ભાષાનો ખૂબ ઉપયોગ કરે છે.
  Published by:Pravin Makwana
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन