ચેન સ્નેચરે આઠ મહિનાની પ્રેગ્નેન્ટ મહિલાને રોડ પર ઢસડી, ગળામાંથી ચેન આંચકીને ફરાર

સીસીટીવી પરથી લેવાયેલી તસવીર.

બનાવ બાદ મહિલાને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ચેન સ્નેચરોના હુમલાથી મહિલાને હાથ અને પગમાં ઈજા પહોંચી છે.

 • Share this:
  ચેન્નાઈ: તામિલનાડુના ચેન્નાઈ (Chennai)માં ચેન સ્નેચિંગનો બનાવ સામે આવ્યો છે. ચેન્નાઈના પલ્લાવરમ ખાતે એક પ્રેગ્નેન્ટ મહિલા (Pregnant Woman) પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેણે ગળામાં પહેરાલ ચેનની લૂંટ (Gold chain) ચલાવવામાં આવી હતી. આ બનાવ ગત શુક્રવારે સવારે બન્યો હતો. આ વીડિયો વાયરલ (Viral video) થયા બાદ સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રેગ્નેન્ટ મહિલાને તેના ઘરની સામે જ ઢસડવામાં આવી રહી છે. જે બાદમાં હુમલાખોર ચેન લઈને નાસી જાય છે. મહિલા આઠ મહિનાની પ્રેગ્નેન્ટ હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, આ આખો બનાવ ધોળા દિવસે બન્યો હતો.

  આ અંગે સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બે વ્યક્તિઓ બાઇક પર આવે છે. જેમાંથી એક વ્યક્તિ મહિલાની બાજુમાં ઊભા રહીને તેણીએ પહેરેલો સોનાનો ચેન ઝૂટવી લે છે. મહિલા પ્રતિકાર કરે છે. જે બાદમાં લૂંટારું તેણીને ધક્કો મારીને રોડ પર પછાડી દે છે અને રસ્તા પર ઢસડે છે. મહિલાનું નામ આર ગીથા હોવાનું સામે આવ્યું છે. મહિલાનો અવાજ સાંભળીને પાડોશીઓ બહાર દોડી આવે છે. આ સમય દરમિયાન ચેન સ્નેચર ત્યાંથી ફરાર થઈ જાય છે.

  આ પણ વાંચો: આઘાતજનક કિસ્સો: પરિણીતા ફાંસીએ લટકી રહી હતી અને સાસરિયાના લોકો વીડિયો ઉતારતા હતા!  આ પણ વાંચો: રાજકોટનો પ્રેરણાદાયી કિસ્સો: સમાચારને પ્રાધાન્ય આપવાના બદલે મીડિયાકર્મીએ કોરોના દર્દીની કરી મદદ

  બનાવ બાદ મહિલાને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ચેન સ્નેચરોના હુમલાથી મહિલાને હાથ અને પગમાં ઈજા પહોંચી છે. બનાવ બાદ મહિલાના પતિ રામચંદ્રને સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જોકે, પોલીસે તેની વાતને ગંભીરતાથી લીધી ન હતી. બનાવ બાદ આ અંગેનો વીડિયો વાયરલ થયો હતો, જે બાદમાં પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે.

  આ પણ વાંચો: અમદાવાદ: 'અહીં કેમ ઉભા છો? જતા રહો નહીં તો સારું નહીં થાય,' યુવકે પોલીસને ગાળો ભાંડી


  આ મામલે ધ હિન્દુ સાથે વાતચીત કરતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "અમે તપાસ ખૂબ ઝડપી બનાવી છે. અમે બહુ ઝડપથી આરોપીઓને પકડી લઈશું."
  Published by:Vinod Zankhaliya
  First published: