'ચેન્નઇ કનેક્ટ' સાથે ભારત-ચીન સહયોગનો નવો યુગ શરૂ થશે : PM મોદી

તમિલનાડુના કોવલમ સ્થિત ફિશરમેન કોવ રિસોર્ટમાં પીએમ મોદી અને શી જિનપિંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી.

News18 Gujarati
Updated: October 12, 2019, 4:01 PM IST
'ચેન્નઇ કનેક્ટ' સાથે ભારત-ચીન સહયોગનો નવો યુગ શરૂ થશે : PM મોદી
મોદીએ શી જિનપિંગને શૉલ ભેટમાં આપી.
News18 Gujarati
Updated: October 12, 2019, 4:01 PM IST
મમલ્લાપુરમ : ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને પીએમ મોદી વચ્ચે શનિવારે પણ મુલાકાત થઈ હતી. વાતચીત બાદ વડાપ્રધાન મોદીએ શનિવારે કહ્યુ હતુ કે 'ચેન્નઇ કનેક્ટ' સાથે ભારત અને ચીનના સંબંધમાં સહયોગની એક નવો યુગ શરૂ થવા જઈ રહ્યો છે. આ દરમિયાન પીએમ મોદીએ ચીનના રાષ્ટ્રપ્રમુખને એક શૉલ ભેટમાં આપી હતી. આ શૉલ પર ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગનું પેટ્રેટ બનેલું હતું.

ભારત (India)ના પ્રવાસે આવેલા ચીન (China)ના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે (Xi Jinping) શનિવારે ફરી એક વખત પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે મુલાકાત કરી હતી.  તમિલનાડુના કોવલમ સ્થિત ફિશરમેન કોવ રિસોર્ટમાં પીએમ મોદી અને શી જિનપિંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી. આ બેઠક પછી પીએમ મોદીએ કહ્યુ કે છેલ્લા 2000 વર્ષથી ભારત અને ચીન આર્થિક શક્તિ (Economic Power)ના રૂપમાં ઝડપથી આગળ ઉભરી રહ્યા છે. બંને દેશ પરસ્પરના મતભેદોને કોઈ પણ ઝઘડાનું કારણ નહીં બનવા દે. બીજી બાજુ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે કહ્યું કે તેઓ ભારતની આગતાસ્વાગતાથી અભિભૂત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે છેલ્લા બે હજાર વર્ષમાં ભારત અને ચીન દુનિયા સામે આર્થિક શક્તિના રૂપમાં સામે આવ્યાં છે. આ સદીમાં પણ આ બંને દેશ આ જ રીતે આર્થિક શક્તિ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. ગત વર્ષે વુહાનમાં અમારી અનૌપચારિક મુલાકાત બાદ બંને દેશ વચ્ચે સંબંધોમાં ગતિ આવી છે. બંને દેશ વચ્ચે પરસ્પર સંબંધો વધારે મજબૂત થયા છે.આ પણ વાંચો : મહાબલીપુરમનાં દરિયાયાકાંઠે PM મોદીનું મોનિંગ વૉક, જાતે પ્લાસ્ટિકનો કચરો ઉપાડ્યો

પીએમ મોદીએ કહ્યુ કે, અમે નક્કી કર્યું હતું કે અમે મતભેદોને પરસ્પર વાતચીતથી દૂર કરીશું, અને કોઈ પણ પ્રકારનો વિવાદ ઉભો નહીં થવા દઈએ. અમે એક બીજાના મામલામાં સંવેદનશીલ રહીશું. પીએમ મોદીએ કહ્યુ કે અમારા સંબંધો વિશ્વમાં શાંતિ અને સ્થિરતાના કારક બનશે.
Loading...આ પણ વાંચો : તમિલનાડુના પરંપરાગત પહેરવેશ 'વેશ્ટી'માં જોવા મળ્યા મોદી, સ્થાનિક નેતાઓએ કરી પ્રશંસા

જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યુ કે હું ભારતમાં થયેલી આગતાસ્વાગતાથી અભિભૂત છું. આ પ્રવાસ માટે માટે કોઈ યાદગાર ક્ષણથી ઓછો નથી. ચીનના મીડિયાએ ભારત સાથે અમારા સંબંધો અંગે ઘણું લખ્યું છે. શીએ વુહાનમાં થયેલી બેઠકનો તમામ યશ મોદીને આપ્યો હતો. તેમણે કહ્યુ કે, વુહાનની પહેલ પીએમ મોદીએ કરી હતી જે ખૂબ સારો પ્રયાસ સાબિત થઈ રહ્યો છે. ચીને કહ્યુ કે ભારત અમારું મહત્વનું પાડોશી છે.
First published: October 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...